Abtak Media Google News

પશ્ચિમ રેલવે દ્વારા રેલ અને રસ્તા ઉપયોગકર્તાઓની સુરક્ષાને વધારે સુનિશ્ચિત કરવા માટે લેવલ ક્રોસિંગ (એલસી) નંબર 24ના સ્થાન પર ચાર લેનનો રોડ ઓવર બ્રિજ (આરઓબી) બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે, જે પશ્ચિમ રેલવેના મુંબઇ સેન્ટ્રલ મંડળ પર ઉધના-ઉકાઇ સોનગઢ વિસ્તારમાં આવેલ છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી   સુમિત ઠાકુરના જણાવ્યાનુસાર  ભારતીય રેલે સુરક્ષા ઉપાય તરીકે આરઓબી/મર્યાદિત ઊંચાઇ ધરાવતા સબ-વે વગેરે આપીને લેવલ ક્રોસિંગને પૂરું કરવાનું કામ કર્યું છે. લેવલ ક્રોસિંગ નંબર 24ના બદલે નવા આરઓબીના નિર્માણથી એલસી બંધ થઇ જશે અને રસ્તા તથા રેલવે દ્વારા મુસાફરી કરનારાઓની સુરક્ષાની સુનિશ્ચિત બનશે. આ સંભવિત નવો રોડ ઓવર બ્રિજ (આરઓબી)નું નિર્માણ ગુજરાત રાજ્ય સરકારની સાથે સહિયારા ધોરણે 109 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.