પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ તેમજ ભાવનગર રેલવે ડિવીઝનને લગતા પ્રશ્નોને લઈ બેઠક યોજાઈ

પશ્ચિમ રેલવે જનરલ મેનેજરની અધ્યક્ષતામાં જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, રાજ્ય સભાના સાંસદ, જામનગરના સાંસદ દ્વારા જુદા જુદા પ્રશ્નો ધ્યાને મુકવામાં આવ્યા

પશ્વિમ રેલવે વિભાગ દ્વારા રાજકોટ ડિવિઝન ભાવનગર ડિવિઝન અને લગત તમામ સાંસદો સાથે  આજરોજ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે એક બેઠક નું આયોજન કરવામા આવ્યું હતું આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા રાજ્ય સભાના સાંસદ રામ ભાઈ મોકરિયા,  જામનગર સાંસદ પૂનમબેન માડમ , જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ભાવનગરના સાંસદ ભારતી બેન શિયાળ અમરેલી ના સાંસદ નારણભાઇ કાછડીયા  ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક માં પશ્ચિમ રેલવે ના જનરલ મેનેજર આલોક કાસલ હાજર રહ્યા હતા. રાજકોટ રેલવે ડિવિઝન અને ભાવનગર  રેલવે ડિવિઝન ને લગતા મુદા ઓ પ્રશ્નો વિશે ચર્ચા કરવામા આવી હતી. તમામ સાંસદો એ પોતાના વિસ્તારમાં થત્તી કામગીરી ની માહિતી મેળવી હતી અને આવનાર દિવસોમાં  થનાર કામગીરી અંગે વિગતો મેળવી હતી.

પશ્ચિમ રેલવે વિભાગના જનરલ મેનેજર આલોક કાસલની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનના જુદા જુદા સાંસદો અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે એક ખાસ મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં દરેક સાંસદ દ્વારા પોતાના વિસ્તારમાં રેલવેને લગતી સમસ્યાઓ અને વધુ આધુનિકરણ માટેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાંસદો દ્વારા પોતાના વિસ્તારના રેલવે પ્લેટફોર્મને પણ વધુ સુવિધા સાથે સજ્જ કરવા માટેની બાબતો જનરલ મેનેજરના ધ્યાને મુકી હતી.

આ ખાસ બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં તમામ સાંસદોએ પોતાના પડતર પ્રશ્ર્નો અને આધુનિકરણના પ્રશ્ર્નો ઉજાગર કર્યા હતા.

આ બેઠકમાં નવી ટ્રેન શરૂ કરવા અંગે તથા જૂની ટ્રેનને વધુ આધુનિકરણ કરવા અને જૂના રૂટ પર ફરી દોડાવવા માટેના પ્રશ્ર્નો જનરલ મેનેજર સમક્ષ રજૂ કર્યા હતા. આ સાથે આ તમામ સાંસદોએ પોતાના વિસ્તારોમાં રેલવેને લગતા નવા પ્રોજેકટને આવકારવા માટે પણ તૈયારીઓ દર્શાવી હતી તથા ટ્રેનને વધુ ઈલેકટ્રીકેશન તરફ દોડાવવા માટે અરજી કરી હતી. આ સાથે ગુજરાત ફાટક અભિયાન અંતર્ગત જુદા જુદા પ્રશ્ર્નોને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં માનવ રહીત ફાટકને બંધ કરી વધુ સારી સુવિધા કેવી રીતે આપી શકાય તે અંગે ચર્ચા કરી હતી.

અબતક સાથેની વાતચીત દરમિયાન કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા એજણાવ્યું હતું કે આજે પશ્વિમ રેલવેના જનરલ  મેનેજર સાથે સૌરાષ્ટ્ર રિજીયાનના રેલવે પ્રશ્ર્નો અંગે બેઠક યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્રને લગતી નવી ટ્રેનો શરૂ કરવા સહિતના મુદા પર ચર્ચા કરવામાં આવી હતી 2022 સુધી માં ફાટક મુક્ત ભારત કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં અંડર બ્રિજ ઓવર બ્રિજ બનાવવા માં આવી રહ્યા છે. જુના પેંડીગ 14 પ્રોજેક્ટ માંથી 7 પ્રોજેક્ટ નો સર્વે હાથ ધરવામાં આવશે અને તેના પર કામગીરી કરવામા આવશે. અમને જનરલ મેનેજર તરફથી હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે.