લગ્નજીવન સાથે જોડાયેલ રિવાજોનું ધાર્મિક મહત્વ

હિન્દુ ધર્મમાં લગ્નની પરં૫રાની જે પઘ્ધતિ છે તે પ્રમાણેની રીત વિશ્ર્વમાં એક પણ ધર્મમાં નથી. ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન જે પરંપરા  અને મંત્રોચારથી થયા હતા તે જ પ્રમાણે આજના યુગલો લગ્નના બંધને બંધાય છે: લગ્નને વિવાહ-પરિણય કે પાણિગ્રહણ પણ કહેવાય છે

‘નાણાવટી સાજન બેઠું માંડવે રે’ જેવા લગ્ન ગીતોને ફટાણા સાજે વરઘોડા, જાન જેવી વિવિધ વિધીથી આપણા લગ્નોત્સવ આજે આનંદોત્સવ સાથે ઉજવીએ છીએ, લગ્ન એટલે માત્ર બંધન નહીં પણ જન્મ જન્માંતર સુધી એકમેકને સાથ આપવાનું વચન છે. બે આત્માનું મિલન એટલે લગ્ન, હિન્દુ પરંપરામાં લગ્ન તથા તેની વિવિધ ધાર્મિક વિધીનું ખુબ જ મહત્વ છે. આપણી આ પઘ્ધતિ જેવી વિશ્ર્વનાં એકદમ ધર્મમાં જોવા મળતી, આપણી ફિલ્મોમાં પણ આદીકાળથી આ વિષય આધારીત વાત-ગીતો જોવા મળે છે. આપણે ત્યાં વેવિશાળ કે સગાઇથી લગ્ન વચ્ચે પ્રથમવાર કંકુ પગલાથી શરુ કરીને જાનને સ્વાગત સાથે વરરાજાને પોંખવાની વિધી છે.

એક ચોકકસ પઘ્ધતિથી તમામ વિધી સંપન્ન કરીને શુભ મુહુર્તમાં જ વિદાય જેવી પઘ્ધતિ છ. આજના ઝડપી યુગમાં પણ આટલી વિધી તો કરીએ જ છીએ, આજે પણ લગ્નની પરંપરા તૂટી નથી. દરેક વિધી પાછળ વૈજ્ઞાનિક આધારો રહેલ છે જેમ કે ‘વરઘોડા’ ઇન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું પ્રથમ ચરણ છે. આવી રીતે લગ્નની તમામ વિધીઓ અર્થ પૂર્ણ છે. આપણાં જીવનના ૧૬ સંસ્કારોમાં ૧રમો લગ્ન સંસ્કાર છે. લગ્ન સંસ્કારથી બ્રહ્મચર્યા શ્રમમાં રહેલ વ્યકિત ગૃહાસ્થાશ્રમમાં પ્રવેશે છે. હિન્દુ ધર્મમાં ગૃહસ્થાશ્રમને બ્રહ્મચર્યાશ્રમ, વાન પ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમનો પોષક કહ્યો છે. વિશ્ર્વમાં લગભગ તમામ ધર્મો કે જાતિના લોકોમાં કોઇને કોઇ લગ્ન સંસ્કારની પ્રથા છે. લગ્નને વિવાહ-પાણિગ્રહણ કે પરિણય જેવા શબ્દો પણ પ્રચલિત છે.

ભારતીય સંસ્કૃતિ અનુસાર વિવાહ એ એક ધાર્મિક વિધી છે જેમાં બે પરિવારો, કુટુંબના સ્ત્રી અને પુરૂષ પ્રેમના તાંતણે બધાય છે. વિવાહને એક સામાજીક સંસ્કા તરીકે ઓળખાય છે. આપણા વાર્ષિક કેલેન્ડરમાં પણ અમુક ચોકકસમ મહિના જ તેની સિઝન હોય છે. ઋણમાંથી મુકિત મેળવવા પણ વિવાહ કરવા આવશ્યક છે. હિન્દુ ધર્મમાં વિવાહને પવિત્ર સંસ્કાર ગણ્યો છે. આપણા શાસ્ત્રોમાં વિવાહના આઠ પ્રકારોમાં બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુરી, ગાર્ધવ, રાક્ષસી અને પિશાચી વિવાહ આ પૈકી પ્રથર ચારને ઉત્તમ અને છેલ્લા ચાર અધમ ગણાય છે.

આપણા લગ્નમાં મંડયરોપણ વરરાજાને પોંખવાનું, જાન, પીઠીવાના, વરમાળા, હસ્તમેળાપ, મંગળ ફેરા અને ક્ધયા વિદાય જેવી વિવિધ રીત-રસમો છે જે આદી કાળથી ચાલતી પરંપરા છે. ભગવાન રામ અને કૃષ્ણે જે રીતે લગ્ન કર્યા તે જ રીતિ-રીવાજોથી આજે પણ આપણે લગ્ન પ્રસંગ ધાર્મિક મહત્વ સાથે કરીએ છીએ, દરેક વિધ પાછળ એક ચોકકસ વૈજ્ઞાનિક આધારો છે. જવ-તલ હોમવા કે છેલ્લે કોડા-કોડી, નીરમતમાં પણ ગુઢ અર્થ રહેલો છે. આજે તો લગ્ન પ્રસંગે ‘આજ મેરે યાર કી શાદી હૈ’ જેવા ગીત સાથે ક્ધયા વિદાય વખતે ‘બાબુલ કી દૂવાએ લેતી જા’ અચુક સાંભળવા મળે છે. અગાઉના લગ્નોમાં ત્રણ ચાર દિવસનો જલ્સો હોય ને જાન પણ બે દિવસ રોકાતી પણ સમય જતાં બધુ બદલાય ગયું ને આજે તો સવારથી બપોરમાં વિવાહ સંપન્ન  થઇ જાય છે. આ બધા વચ્ચે લગ્નવિધિમાં બહુ મોટો ફેરફાર જોવા મળતો નથી. આર્યસમાજ કે કોર્ટ મેરેજ આવ્યા પણ આનંદોત્સવો લગ્નની ધામ ધૂમમાં જ છે. વરઘોડાને દાંડીયા રાસમાં બદલાતા યુગે ઘણા ફેરફારો સાથે વિધીઓમાં ચાર ચાંદ લાગી ગયા છે.

છાબનું મહત્વ:- વર પક્ષી તરફથી મળતો એક ઉપહાર છે. જેને જોણું પણ કહેવાય છે. આ ધાબમાં સાત સાડી કે વસ્ત્રો અપાય છે. જેનો સ્ત્રીના જીવનમાં આવતા મુખ્ય સાત પ્રસંગોને આવરી લેવાયા છે. આમાં જોણાની ચૂંદડી ફાગણીયું દિવાળી, વડસાવિત્રી જેવા પ્રસંગો આવે છે.

વરરાજાન પોખણા:- વરરાજા જયારે જાન લઇને આવે ત્યારે ક્ધયાની માતા વરને પોંખે છે. જેમાં લાકડાની ચાર દાંડીમાં ઘોસરૂ, સાંબેલું રવાઇ અને પ્રાગ હોય છે.

ચાક વધાવવાનું મહત્વ:- ઘરમાં લગ્ન હોય ત્યારે વિવાહના દિવસે સવારે માણેક સ્તંભ રોપ્યા બાદ બધી સ્ત્રીઓ કુંભારના ઘરે ચાક વધાવવા જાય છે. વરને ન્હાવા માટે ઘડો લાવવા આભાર સાથે કંકુ ચોખાથી વધાવીએ છીએ.

મીંઢોળ:- સંસ્કૃત ભાષામાં મદન ફળને મિંઢોળ કહેવાય છે. લગ્ન સમયે વરક્ધયાને હાથે માણેક કહેવાય છે. લગ્ન સમયે વર ક્ધયાને હાથે માણેક સ્તંભે બંધાય છે. આ મિંઢોળ હાથની નાળીયર બાંધતા છિદ્રો દ્વારા જેરી પદાર્થને દૂર કરે છે. હસ્તમેળાપ વખતે વર-ક્ધયાના શરીરમાં ઉત્તેજના ના આવે તે માટે પણ તે હાથે બંધાય છે.

લીલા તોરણ બાંધવા:- આસો પાલવ કે આંબાના લીલા પાનનું તોરણ મુખ્ય દરવાજે બંધાય છે. કોઇપણ વિઘ્નવિના લગ્ન સંપન્ન થાય તેવી ભાવના સાથે અને વર અથવા ક્ધયાનું લિલા તોરણે સ્વાગતનું મહત્વ છે.

પીઠીનું મહત્વ:- જાુના જમાનામાં કોસ્મેટીક વસ્તુ કે બ્યુટી પાર્લર ન હતા તેથી એ જમાનામાં દૂર્વા ઘાસ અને હળદરનો લેપ કરીને શરીરે લગાવવાની રસમ છે. હળદર ત્વચાને સુંદર રાખે છે.

મહેંદી રસમ:- મહેંદીની ઠંડકને કારણે લગ્નનો તણાવ ઓછો થાય અને સ્ત્રીના જીવનના ઘણા રંગોમાનો એક રંગ ખાસ હોય છે. હાથની મહેંદીને શુભ માનવામાં આવે છે. સ્ત્રીના જીવનમાં મહેંદી એની સુંદરતાનો એક અહમ ભાગ છે.

છેડાછેડી:- આ રિવાજમાં બેનનું મહત્વ છે. ચોખા, સોપારી અને ચાંદીનો સિકકો ક્ધયાના પાનેતર ઉપર મુકેલા ખેસ સાથે ભાઇ-ભાભીના જીવનમાં હંમેશા સ્મીત ખુશી રહે તેવા પ્રેમ ભાવથી બેન મજબુત ગાંઠબાંધે છે.

પગના ભારથી સંપૂટ તોડવું:- ક્ધયાની માતા વરને પોંખી લીધા બાદ બે કોડિયાના સંપૂટને પગતળે ભાંગીને વર માયરામાં પ્રવેશ કરે છે. આનો હેતુ એવો છે કે આજ સુધી મારો એકના અરમાનો હતા જે ભૂકકો કરીને હવે આજથી આપણા બન્નેના અરમાનો, ખુશી, આશા, ઇચ્છા એક જ હશે. આપણા બન્ને ની જીવન યાત્રા શરૂ થાય છે.

જઉં-તલ હોમવાનું મહત્વ:- પિતા પછી દિકરીની બધી ઉમ્મીદ તેના ભાઇ સાથે હોય છે. એટલે જ ભાઇ હર મંગળ ફેરામાં બેનને વચન આપે છે કે તારા ઘરમાં ગમે તે જરૂર પડે તો હું તારી સાથે છું આમ જવ-તલ એક અનાજનું પ્રતિક છે. જે ભાઇ-બહેનને આપે છે.

મંગળ ફેર:- પહેલા મંગળફેરામાં કંકુનું દાન દેવાય છે. જે સુહાગનું પ્રતિક છે. બીજા ફેરામાં ચાંદીનું દાન દેવાય છે. જે શુઘ્ધતાનું પ્રતિક છે. ત્રીજા મંગળ ફેરામાં સોનાનું દાન જે શુઘ્ધતાનું પ્રતિક છે. ચોથા ફેરામાં ક્ધયાનું દાન દેવાય છે. જે સર્વ દાનોમાં શ્રેષ્ઠ કહેવાય છે. સ્ત્રીના જીવનમાં મંગળ સૂત્રનું પણ વિશેષ મહત્વ આપણાં શાસ્ત્રોમાં દર્શાવાયું છે. આપણી ફિલ્મોમાં તેના મહત્વની વાત કે દ્રશ્યો સાથે તેની ઘણી મહત્તા વધારી છે.