Abtak Media Google News

ચાલીસા પઠન કરવાની સાચી રીત શું છે? જેનાથી દરેક મનોકામના પૂર્ણ થશે..

 આપણે હનુમાન ચાલીસાના પાઠ અનેકવાર કર્યા હશે, એ સિવાય શિવ ચાલીસા, તેમજ ઇષ્ટ દેવી દેવતાની આરાધના પૂજા કાર્ય બાદ તેમની ચાલીસા પઠન અચુંક કરીએ છીએ, ત્યારે ખરા અર્થમાં આ ચાલીસા છે શું, કયા કારણોથી ચાલીસા પઠન કરવમાં આવે છે, તેમાં કેનો સમાવેશ થાય છે, તેના ફાયદા શું છે???

22

મનમાં ઉઠતા આ તમામ સવાલોના જવાબ વિસ્તારથી જાણીએ…

તમે જે દેવી દેવતાની ચાલીસા પઠન કરો છો એની ભાષા એકદમ સરળ હોય છે, તેવું રાખવાનું કારણ એક માત્ર છે, અનેક લોકોને સંસ્કૃતમાં રચાયેલા શ્લોકનું પઠન કરવામાં મુશ્કેલી થાય છે, અને ઘણી વાર એવું પણ થાય છે કે જે શ્લોક કે સ્તુતિનું પઠન કરતા હોય તેનો અર્થ સમજવામાં પણ મુશ્કેલી અનુભવાય છે. તેવા સમયે ચાલીસા પઠન એ એક સરળ અને ફળદાયી આરાધનાનો સ્ત્રોત છે.

ચાલીસા એ ચાલીસ વાક્યોનો સમૂહ છે, જેમાં ચાર છંદ આવેલા હોય છે અને ચાલીસ ચોપાઈનો સમાવેશ થયેલો હોય છે એટલે તે ચાલીસાથી ઓળખાય છે. આ ચાલીસ વાક્યોમાં કોઈ પણ આરાધ્ય દેવી દેવતાની સ્તુતિ હોય છે.

33

કષ્ટભંજન હનુમાનજીની ચાલીસાના લગભગ દરેક વ્યક્તિ પાઠ કરે છે. એ ઉપરાંત જે પણ આપણા ઇષ્ટ દેવતા હોય તેની ચાલીસાનું પઠન રોજ કરવું જોઈએ જેનાથી મનની શાંતિ અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે દરરોજ ચાલીસ દિવસ સુધી ચાલીસા પઠન કરવામ આવે તો તેનું ફળ ચોક્કાસપણે પ્રાપ્ત થાય છે.

માત્ર ફળ પ્રાપ્તિ માટે જ નહિ, ચાલીસા પઠન મનોવૈજ્ઞાનિક રીતે પણ ઉપયોગી છે. જ્યારે પણ મન અશાંત હોય, આત્મવિશ્વાસનો અભાવ દર્શાય ત્યારે ,મક્કમ મનોબળ માટે, ચાલીસાનું પઠન કરવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.