Abtak Media Google News

રિઝર્વ બેંકે બજારમાં ૧.૧૫ લાખ કરોડ રૂ પિયા ઠાલવ્યા : દેશનો વિકાસદર ૧.૯ ટકા રહેવાની આઇએમએફની ધારણા

કોરોનાની મહામારી વચ્ચે રીઝર્વ બેંકે અનેકવિધ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને આશરે ૧.૧૫ લાખ કરોડ રૂ પિયા બજારમાં ઠાલવ્યા છે જેથી બજારમાં તરલતા લાવી શકાય. કોવિડ-૧૯થી દેશની ધીમી પડેલી આર્થિક ગતિવિધિઓને પાટા પર ચડાવવા માટે આરબીઆઈ ગર્વનર શકિતકાંતદાસે પત્રકાર પરીષદ સંબોધી હતી અને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણનાં કારણે દેશ માટે સૌથી કાળો સમય છે અને આપણે અજવાળા તરફ આગળ વધવાનું છે.

આ તકે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ મોનીટરી ફંડની ધારણા છે કે, ભારત દેશનો જીડીપી ૧.૯ ટકા જેટલો રહેશે જે જી-૨૦ દેશોની સરખામણીમાં ઘણાખરા અંશે ભારતની સારી સ્થિતિ હોવાનું પણ જણાવ્યું હતું. સાથો સાથ આરબીઆઈનાં ગર્વનર શકિતકાંત દાસે એનબીએફસી ક્ષેત્રને ૫૦,૦૦૦ કરોડ રૂ પિયા આપવાની જાહેરાત કરી છે એવી જ રીતે સીડબીને ૧૫ હજાર કરોડ, એનએચબીને ૨૫ હજાર કરોડ તથા નાબાર્ડને ૨૫ હજાર કરોડની મદદ કરવાનું જણાવ્યું છે.

વધુમાં તેઓએ વિગત આપતા જણાવ્યું હતું કે, કોવિડ-૧૯નાં પગલે આરબીઆઈ ખુબ જ સક્રિય છે અને તમામ સ્થિતિ પર બારીકાઈથી નિરીક્ષણ પણ કરી રહ્યું છે. તેઓએ આશાવાદ પણ વ્યકત કર્યો હતો કે, જો ચોમાસુ સારું રહેશે તો દેશની અર્થવ્યવસ્થામાં પણ સારો એવો વધારો થઈ શકશે. તેઓનાં જણાવ્યા અનુસાર હાલની દેશની નાણાકિય સ્થિતિ અગાઉની સ્થિતિ કરતા ઘણાખરા અંશે બગડી છે. ક્રુડ ઓઈલનાં ભાવ પણ સતત ઘટી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ કોરોનાને બચવા માટે દેશનું જે વિદેશી હુંડિયામણ છે તે પણ પુરતા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે.

  • વિદેશી હુંડીયામણનો પુરતો જથ્થો દેશને આર્થિક સંકટમાંથી ઉગારશે

પત્રકાર પરીષદ સંબોધતા આરબીઆઈનાં ગર્વનર શકિતકાંત દાસે જણાવ્યું હતું કે, ભારત પાસે વિદેશી મુદ્રણનો પુરતું ભંડોળ પડયું છે જેનાથી કોઈપણ આર્થિક સમસ્યાને પહોંચી વળવા માટે અસરકારક સાબિત થશે. કોઈપણ દેશની અર્થવ્યવસ્થા ત્યારે જ મજબુત થાય જયારે વિદેશી હુંડિયામણનું પ્રમાણ અનેકગણુ વધુ હોય. અન્ય દેશોની સરખામણીમાં હાલ ભારત દેશનું વિદેશી હુંડિયામણ પુરતા પ્રમાણમાં હોવાથી દેશ માટે આશાવાદ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ જ જથ્થો દેશને આર્થિક સંકટમાંથી ઉગાડી શકશે.

  • તરલતામાં વધારો કરવા રિવર્સ રેપો રેટમાં ૦.૨૫ બેઝિઝ પોઇન્ટનો ઘટાડો

કોરોનાના કારણે દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. જયારે બીજી તરફ દેશમાં તરલતાનો અભાવ હોવાથી વિકાસ દર નીચો રહેવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે રીઝર્વ બેંક દ્વારા રિવર્સ રેપોરેટમાં ૦.૨૫ બેઈજીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. રીવર્સ રેપોરેટ ૪ ટકા રહ્યો હતો જે ઘટી હવે ૩.૭૫ પોઈન્ટે રહેવા પામ્યો છે. સાથો સાથ રેપોરેટ ૪.૫૦ ટકા પર રહેવાનું પણ જણાવ્યું હતું.

  • વ્યાજદરમાં ઘટાડો બચતકારો માટે નુકસાનકારક પણ નાના ઉદ્યોગકારો માટે ફાયદારૂપ

વ્યાજદરમાં ઘટાડો થતાની સાથે જ જે બેંક ધારકોએ ફિકસ ડિપોઝીટ અથવા તો બચત કરી હોય તેમને નુકસાની પહોંચશે જયારે નાના ઉધોગોને વ્યાજદરમાં ઘટાડો ફાયદારૂ પ સાબિત થશે. કોરોનાનાં કારણે જે ધંધા-રોજગારો બંધ થયા છે તેને ફરીથી ધમધમતા કરવા અને પાટે ચડાવવા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાનું જણાવ્યું છે. રેપોરેટ ૪.૫૦ ટકા રહેવાની સાથે જ ગર્વનરે જણાવ્યું હતું કે, ટર્મ લોનનાં ઈએમઆઈ ચુકવવામાં ૩ માસની જે રાહત મળશે તેમાં પણ કયાંકને કયાંક ઈએમઆઈમાં ઘટાડો કરવામાં આવે તેવી પણ આશા સેવાઈ છે.

  • શેરબજારમાં તેજીનો ચમકારો

કોરોના મહામારીના કારણે વૈશ્ર્વિક અર્થતંત્ર પડી ભાંગ્યુ હોય તેવું ફલીત થાય છે. મોટાભાગના દેશોમાં લોકડાઉનની અમલવારી થઈ રહી છે. ભારતમાં પણ અમલવારીના કારણે વેપાર ઉદ્યોગો બંધ છે. આવા સમયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અર્થતંત્રને બચાવવા માટે કેટલીક મહત્વની જાહેરાતો થઈ હતી. પરિણામે આજે સવારથી જ બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. આજે સેન્સેકસ ૧૦૦૦ પોઈન્ટ અપ થયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલા પગલાના કારણે ભારતીય શેરબજારમાં સ્થિરતા આવશે તેવી આશા રોકાણકારોમાં જાગી હતી. જેની અસર સેન્સેકસ પર જોવા મળી હતી. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૬૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૩૧૨૧૯ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે. નિફટી-ફીફટીમાં ૧૭૪ પોઈન્ટનો ઉછાળો છે. નિફટી-ફિફટી ૯૧૬૭ની સપાટી નજીક ટ્રેડ થઈ છે. બેંક નિફટીમાં ૫૨૩ પોઈન્ટનો ઉછાળો છે. આજે પણ મિડકેપ સેકટરમાં તેજી જોવા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.