Abtak Media Google News

ડાઉનલોડ કરો આરોગ્ય સેતુ એપ્લીકેશન અને સલામત રહો અને કોરોના વિશે જાગૃત બનો

વડાપ્રધાને કોરોના સંક્રમણનો ચેપ રોકવામાં મદદ કરવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ ચોક્કસ ડાઉનલોડ કરી છે. બીજાને પણ એપ ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરવા પણ અપીલ કરી છે.

આરોગ્ય સેતુ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ પ્લે સ્ટોરથી ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ  ૧૧ ભારતીય ભાષામાં ઉપલબ્ધ છે. ઈન્સ્ટોલ કર્યા બાદ તેને સેટ કરવી એકદમ સરળ છે. લોકેશનને ઓલવેઝ ઓન અને બ્લૂટૂથને પણ ઓપન રાખે છે.

રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે તમારા ફોનમાં એક ઓટીપી મોકલવામાં આવશે. જે નાંખ્યા બાદ પર્સનલ ડિટેઇલ ભરવાની હોય છે. નામ, ઉંમર, ટ્રાવેલ ડીટેલ્સ ઉપરાંત હેલ્થ સાથે સંકળાયેલા કેટલાક સવાલો પૂછવામાં આવે છે. જેનો જવાબ આપ્યા બાદ ૨૦ સેકંડમાં સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ લઈ શકાય છે.

આ એપમાં સેલ્ફ ટેસ્ટના ઓપશન દ્વારા હેલ્થ ઈન્ફોર્મેશન માંગવામાં આવશે. જે માહિતી ભર્યા બાદ એપ તમને કોરોનાના લક્ષણ છે કે નહી તે બતાવશે. જો કોરોના લક્ષણ હોય તો એપ સરકારની પાસે તમારો ડેટા મોકલે છે. જે બાદ હેલ્થ મિનિસ્ટ્રી તરફથી આઈસોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આરોગ્ય સેતુ એપ યૂઝર્સ જો કોઈ કોરોના સંક્રમિત લોકો પાસેથી પસાર થાય કે કોરોના લક્ષણ ધરાવતો વ્યક્તિ તમારી આસપાસ હોય તો તેની જાણકારી પણ નોટિફિકેશન દ્વારા મોકલશે.

આરોગ્ય સેતુનો અર્થ છે બ્રિજ ઓફ હેલ્થ. આ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય છે કે, તે એ વાતની જાણકારી આપશે કે, જાણે-અજાણે તમે કોઈ કોરોના વાઈરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ?

નાગરિકો સુધી યોગ્ય સૂચના પહોંચાડવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલયે આરોગ્ય સેતુ એપ બનાવી છે. જેમાં સ્વાસ્થ્ય સબંધી તમામ જાણકારીઓ મળી રહે છે.

આરોગ્ય સેતુ એપ, કેવી રીતે કરે છે કોરોના વાયરસ સામે લડવામાં મદદ ?

‘આરોગ્ય સેતુ એપ’ (Aarogya Setu App) ડાઉનલોડ કરવાનો આગ્રહ કર્યો. આ એપ કોરોના વાયરસ (Corona Virus)ને નિયંત્રિત કરવા અને તેની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે બનાવવા આવી છે. આ ખાસ એપ આસપાસ હાજર કોરોના પોઝિટિવ લોકો વિશે માહિતી મેળવવામાં મદદ કરશે. ડાઉનલોડ કર્યા બાદ આ એપ પૂછે છે કે શું તમને ખાંસી, તાવ અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. જો તમને કોઇ એવી સમસ્યા નથી, તો તમે ગ્રીન ઝોનમાં રહેશો.

આ એપ બ્લૂટૂથ અને લોકેશનને ઓન રાખવા માટે કહે છે. જ્યારે પણ તમે કોઇપણ ભીડભાડવાળા સ્થળ પર જાવ છો. આ એપ બ્લૂટૂથ વડે આસપાસના મોબાઇલને સંદેશની આપ-લે કરે છે. જ્યારે તમે કોઇની પાસે ઉભા રહ્યો અને પાસે ઉભેલો વ્યક્તિ પણ ગ્રીન ઝોનવાળો નોર્મલ વ્યક્તિ જ છે પરંતુ તે વ્યક્તિ આજથી ૧૦ દિવસ બાદ કોઇ કારણથી કોરોના પોઝિટિવ થઇ જશે તો આ એપ તમને તાત્કાલિક સતર્ક કરી દેશે. એવામાં તમે પોતાની તપાસ સુનિશ્વિત કરાવી શકો છો. આ એપ તમને હોટ સ્પોટ્ની સૂચના પણ આપી દેશે, જેથી તમે રસ્તો બદલી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.