Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»જો ત્રીજી તારીખથી લોકડાઉન હટી જશે તો મેના અંત સુધીમાં કોરોનાના કેસ ૧ લાખને પાર થશે ?
National

જો ત્રીજી તારીખથી લોકડાઉન હટી જશે તો મેના અંત સુધીમાં કોરોનાના કેસ ૧ લાખને પાર થશે ?

By Abtak Media22/04/20206 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

 લોકડાઉન શરૂ રહેશે તો ૧૫ જૂન સુધીમાં કોરોના કાબૂમાં આવશે

 લોકડાઉન હટાવી દેવાશે તો ૧૫ સપ્ટેમ્બર સુધી કોરોનાને ડામવો મુશ્કેલ

જો ત્રીજી તારીખથી લોકડાઉન સમાપ્ત થઇ જશે તો મે મહિનાના અંત સુધીમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ૧ લાખને પાર થઇ જશે તેવી ભયંકર વાસ્તવિકતા સામે આવી રહી છે. લોકડાઉનને લંબાવવામાં આવશે તો ૧પ જુન સુધીમાં કોરોના કાબુમાં આવશે તેવું જાણવા મળ્યું છે. બીજી તરફ લોકડાઉન હટાવી લેવાથી સપ્ટેમ્બર મહિના પહેલા કોરોના વાયરસને કાબુમાં લેવો મુશ્કેલ બની જશે તાજેતરમાં પણ કોરોના વાયરસના ખતરા અંગે કંઇક આવા જ સંંકેતો આપવામાં આવ્યા હતા.

દેશમાં અત્યારે કોરોના વાયરસના કેસ ર૦,૦૦૦ થી વધી ચુકયા છે. વિશ્ર્વમાં કુલ ૧૭ જેટલા દેશોમાં કોરોનાના કેસ ર૦ હજારથી વઘ્યા છે ત્યારે ભારતમાં પણ લોકડાઉન ઉઠાવી લેવામાં આવશે તો મોટા પ્રમાણમાં તારાજી સર્જાશે તેવુ માનવામાં આવી રહ્યું છે.

દેશમાં એપ્રીલ મહિનો કોરોના વાયરસને રોકવા ખુબ જ મહત્વનો બની જશે. દેશમાં કોરોના વાયરસના કેસની તીવ્રતા ઓછી થઇ છે પરંતુ જેમ જેમ ટેસ્ટીંગ વધી રહ્યું છે તેમ તેમ કેસની સંખ્યા પણ વધી રહી છે. પરિણામ આગામી સમયમાં પણ લોકડાઉન વધારવાની જરૂર હોવાનું આંકડા પરથી જાણવા મળી રહ્યું છે. વર્ષ ૧૯૧૮માં ફાટી નીકળેલા સ્પેનિશ ફલુએ મચાવેલી તબાદી પરથી વર્તમાન સમયે કોરોના વારસની મહામારીનો અંદાજ લગાવી શકાય છે કોરોનાને ડામવા વધુ કડક પગલાની અમલવારી આવશ્યક છે.

  • શું તમે જાણો છો તબલીગી જમાતે કેટલા લોકોનો ભોગ લીધો ?

તબલીગી જમાતના જલ્સાના કારણે માત્ર ભારતની મૂશ્કેલીઓ નથી વધી પરંતુ મલેશીયા, પાકિસ્તાન સહિતના એશિયાના અન્ય દેશો પણ તકલીફમાં મૂકાયા છે. એશિયામાં લાગેલા સંક્રમણના કેસમાંથી ૩૦ ટકા સંક્રમણના કેસ તબલીગી જમાત સાથે જોડાયેલા છે. વિશ્ર્વના ૧૫૦ જેટલા દેશોમાં તબલીગીઓ જોડાયેલા છે. વર્તમાન સમયે પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસના સંક્રમણનાં કેસ જમાતના કારણે વધી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અહી નોંધનીય છે કે, માત્ર તબલીગી જમાત જ નહી પરંતુ જયાં જયાં કટ્ટર ધાર્મિક જુથો પથરાયેલા છે અને કોરોનાનાસંપર્કમાં આવ્યા છે. તે સ્થળોએ કોરોના વાયરસના સંક્રમણના કેસ વધી રહ્યા છે. ન્યુયોર્ક અને ઈઝરાયેલમાં કોરોનાના કેસ વધવા પાછળ અલ્ટ્રા ઓર્થોડોકસ યહુદી સમાજ સંકળાયેલો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.

  • કોરોના રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યું : ૧૦૦ કર્મચારી પરિવારો ક્વોરન્ટાઇન થયા

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારો કોરોનાનો વાયરો દેશની ધારાવીની ઝુંપડપટ્ટીથી લઇને રાષ્ટ્રપતિ ભવનના સફાઇ કામદારના સંબંધીને કોરોનાના પોઝિટીવનો રિપોર્ટ આવતા રાષ્ટ્રપતિ ભવનમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. મંગળવારે રાષ્ટ્રપતિ ભવનના સંકુલમાં રહેતા સફાઇ કામદારના માતાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દિલ્હીની બી.એલ. કપુર હોસ્પિટલમાં સફાઇ કામદારની માતાને દાખલ કરવામાં આવ્યા

હતા. પોઝિટીવ રીપોર્ટ આવ્યા બાદ તેને રાષ્ટ્રપતિ ભવન બહાર રાખવામાં આવ્યા હતા. અને તેનો સંબંધીઓને પણ કવોરનાઇન કરી લેવામાં આવ્યા હતા. સફાઇ કામદારની માતાના મૃત્યુ પછી સાવચેતીના પગલા રૂપે તમામ કુટુંબો સેલ્ફ કવોરન્ટાઇનમાં જતા રહ્યા છે. અત્યારે લગભગ ૧૦૦ જેટલા પરિવારો સાવચેતીના પગલાના ભાગરુપે સેલ્ફ કોરોનટાઇન થઇ ચુકયા છે.

  • મહારાષ્ટ્રમાં કોરોના શા માટે વધ્યો?

ચીનનું કોરોના ભૂતાળ સમગ્ર વિશ્ર્વમાં ધૂમી રહ્યું છે. હજુ સુધી આ વાયરસના અસરકારક ઈલાજ માટે કોઈ દવા શોધાઈ નથી માત્ર સામાજીક અવકાશ અને સાવચેતીથી જ આ વાયરસને કાબુમાં લઈ શકાય તેમ હોવાથી લોકોને ઘરમાં રાખવા સિવાય છૂટકો નથી પણ માણસ જાત પોતાનું હિત જોવામાં થાપ ખાતી હોય તેમ લોકડાઉન નિયમનભંગના વ્યાપક બનાવો નોંધાય રહ્યા છે. મહારાષ્ટ્રમાં જ અત્યાર સુધી લોકડાઉન નિયમભંગની વિવિધ ઘટનાઓ અંગે ૯૦ હજાર ગુનાઓ નોંધાઈ ચૂકયા છે. છેલ્લા ૩૧ દિવસોમાં ૧૩૩૮૧ અપલખણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ મહારાષ્ટ્રમાં પોલીસ સાથેના ઘર્ષણનાં ૧૨૧ ગુનાઓ નોંધાયા છે. કુલ ૪૧૧ વ્યકિતઓને આ ગુનાઓ સબબ ધરપકડ કરવામાં આવી છે. અન્ય ગુનાઓમાં ગેરકાયદેસર પરિવહન કવોરનટાઈન નિયમ ભંગોના ગુનાઓ અત્યાર સુધી ૩૧ દિવસમાં મહારાષ્ટ્રમાંથી રૂા.૨.૩૦ કરોડ જેટલી રકમ દંડ પેટે વસુલી છે. સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ જાહેરનામાના ભંગ બદલ કલમ ૧૨૮ સહિતની કલમો અંતર્ગત ગુનાઓ નોંધ્યા છે.

  • ઇલેક્ટ્રિક, મોબાઇલ અને બુકની દુકાનો ખુલ્લી રાખવા મુદ્દે નવું જાહેરનામું

લોકડાઉનની અમલવારી દરમિયાન જે સ્થળે કોરોના વાયરસના કેસ નિયંત્રીત રહેશે તે સ્થળોએ કેટલીક છૂટછાટ આપવાની તૈયારી તંત્ર દ્વારા થઈ હતી. જેના અનુસંધાને ઈલેકટ્રીકની દુકાનો, ઓનલાઈન શોપ અને બુકની દુકાનો ખૂલ્લી રાખવાની મંજૂરી અપાઈ હતી અબતક સરકારના નિયમોનું પણ પાલન કરવાની તાકીદ થઈ આ મુદે સરકાર દ્વારા નવી ગાઈડલાઈન ઘડી કાઢવામાં આવી છે. બ્રેડ ફેકટરી અને ફલોર મીલને ફરીથી શરૂ કરવાની મંજૂરી પણ અપાઈ હતી. મોબાઈલમાં રિચાર્જની વ્યવસ્થા ખોરવાય નહી તે માટે મોબાઈલ શોપ ખૂલ્લી રાખવાનો નિર્ણય લેવાયો હતો. ફૂડ પ્રોસેસીંગ યુનિટ, મીલ્ક પ્રોસેસીંગ યુનિટને પણ શહેરી વિસ્તારોની બહાર શરૂ કરવા છૂટછાટ અપાઈ હતી.

  • તબીબો પરના હુમલા ગણાશે બિન જમીન પાત્ર અપરાધ 

દેશભરમાં ચાલી રહેલી કોરોના રોગચાળાની ભૂતાવળમાં મોરચાના સૈનિક તરીકે કામે લાગેલા તબીબો અને આરોગ્ય કર્મચારી પર હુમલાના બનાવોને પગલે તબીબ જગતમાં ભારે અસલામતી અને વિરોધનો માહોલ ઉભો થયો છે. અને ઈન્ડિયન મેડિકલ એસો.એ જાહેર કરેલા વિરોધ કાર્યક્રમોમાં આજે ૨૨મી એપ્રીલે આઈએમએનાં નેઝશ હેઠળ ગુજરાતમાં ૨૮ હજાર તબીબો કેન્ડલ લાઈટ પ્રદર્શન અને વિવિધ પ્રદર્શનોનો દેખાવો કરશે. ઈન્ડિયન મેડીકલ એસો. દ્વારા જારી કરાયેલા વિરોધ કાર્યક્રમમાં ગુજરાતમાં આજે ૨૨મી તારીખે રાત્રે નવ વાગે કલેન્ડલાઈટ પ્રદર્શન જેવા રાજયભરમાં યોજાનારા કાર્યક્રમમાં ૨૮ હજાર તબીબો ભાગ લેશે. દેશના વિવિધ વિસ્તારોમાં

તબીબો પર હુમલા અને જોર જબરજસ્તીનાં કિસ્સાઓ બાદ આ કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતુ ચેન્નઈમાં સ્થાનિક લોકોએ કોરોના વાયરસની સારવાર દરમિયાન સંક્રમિત થઈને મૃત્યુ પામેલા તબીબને દફનવિધિ પણ થવા દીધી નહતી.

  • શું બંગાળની ‘અસમર્થન’ની ભાવના કોરોના બોમ્બ ફોડશે?

પ.બંગાળમાં કોવિડ ૧૯ સંક્રમણની પરિસ્થિતિ માટે સ્થળ મુલાકાત માટે કેન્દ્રની બે ટુકડીઓની મુલાકાતને લઈને રાજકીય આક્ષેપો શરૂ થયા છે. કેન્દ્રના ગૃહસચિવ દ્વારા આ મુલાકાત પૂર્વે આ સભ્યોનાં આવાસ નિવાસ માટે વિશ્રામ ગૃહોને પાઠવેલા પત્રોને લઈને આ મુલાકાત વિવાદનું કારણ બની છે. કાષઈપણ જાતની આગોતરી જાણકારી વગર આ ટુકડી કોલકતા પહોચી જતા સરકાર અને વહીવટીતંત્ર વચ્ચે સંઘર્ષ ઉભો થયો છે. કેન્દ્ર અને મમતા બેનર્જીની રાજય સરકાર વચ્ચે આ મુદે સંકલનના બદલે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે. તૃણમૂલ કોંગ્રેસે આ મુલાકાતને માત્ર સહેલગાહ અને તંત્રની વ્યવસ્થાને છીન્નભીન કરનારી ગણાવી હતી જયારે ભાજપે આક્ષેપ

કર્યો હતો કે સરકારને નુકાનના આંકડા છુપાવવા મથામણ કરે છે. બે ટુકડીઓ સંક્રમિત વિસ્તારોની સમિક્ષામુલાકાત આરોગ્ય કર્મચારીઓ સાથે કરી રહી છે. અને કોલકતા અને જલગાવ ગુડીના ગેસ્ટહાઉસમાં ઉતારો આપવામાં આવ્યો છે. ગૃહસચિવ અજયભલ્લાએ રાજય સરકારના મુખ્ય સચિવ રાજીવ સિંહાને સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન મુજબ કાયદો અને વ્યવસ્થાના પ્રધાન અંગે પત્ર પાઠવ્યો હતો. અપૂર્વચંદ્રાનામના અધિકારીની આગેવાની જેવી બે ટુકડીઓને રાજયની સમિક્ષા માટે મોકલવામા આવ્યા છે. જે બહાર જતાન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતુ કે અમને રાજય સરકારની કોઈ મદદ જ મળતી નથી સંરક્ષણ મંત્રાલયના અધિક સચિવ અપૂર્વચંદ્રાએ જણાવ્યું હતુ કે અમારી નિમણુંક કેન્દ્ર સરકારે કરી છે. અને અમને એવું જણાવવામા આવ્યું છે કે રાજય સરકાર સાધન સુવિધાની મદદ કરશે અને મુખ્ય સચિવ અમારા સંપર્કમાં રહેશે. પરંતુ અમે હજુ અહી આવ્યા ત્યાંથક્ષ હજુ રાજય સરકારની મદદની વાટ જ જોઈ રહ્યા છીએ.

covid_19 Lockdown News National | news delhi national news
Share. Facebook Twitter WhatsApp
Previous Articleગુજરાતમાં નવા 94 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 2272
Next Article રાજકોટમાં જંગલેશ્વરના ૧૬વર્ષનો તરૂણ કોરોનાની ઝપેટમાં : ૪૨ કોરોનાગ્રસ્ત
Abtak Media
  • Website

Related Posts

ગુલાબી નોટને રાહત મળી : ૭મી સુધી રદ્દી નહિ થાય.

30/09/2023

પોક્સો એક્ટનો ગેરઉપયોગ રોકવા ‘સંમતિ’ની આયુ 18 થી 16 વર્ષ કરવી જરૂરી?

30/09/2023

હવે મોટાભાગના હાઇવેનું ’જન ભાગીદારી’થી નિર્માણ કરાશે

30/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

01/10/2023

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

30/09/2023

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

30/09/2023

રાજકોટ લોધાવાડ પોલીસ ચોકીની પાસેની પાનની દુકાનમાં તસ્કરોએ રૂ.60 હજારની ચોરીને અંજામ આપ્યો

30/09/2023

હજુ પણ લાયકાત પ્રમાણે નોકરી મળવાનો અભાવ?

30/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.