Abtak Media Google News

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની સિવિલ સર્વિસીસની મુખ્ય પરીક્ષા 2018 ના પરિણામ જાહેર કર્યા છે. કુલ 1994 ઉમેદવારો પાસ થયાની જાહેરાત કરવામાં આવી છે. હવે આ ઉમેદવારોને ઇન્ટરવ્યુ (પર્સનાલિટી ટેસ્ટ) માં બેસવું પડશે.

ઇન્ટરવ્યુ 4 ફેબ્રુઆરીથી થશે. એડમિશન કાર્ડ જાન્યુઆરીમાં બહાર પડશે. આ ઇન્ટરવ્યુ માટે UPSC ની ઓફિસ (ધૌલપૂર હાઉસ,શાહજહા રોડ,નવી દિલ્લી-1100069)માં થશે. ઉમેદવારોએ પોતાનું રિઝલ્ટ  www.upsc.gov.in પર જોવા મળશે.

મુખ્ય પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને હવે તેમના કેડર અને સેવા પસંદગીઓ ભરવા પડશે. આ માટે, 21 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી ઑનલાઇન ફોર્મ ભરી શકે છે. યુપીએસસીએ 28 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર, 2018 સુધીમાં મુખ્ય પરીક્ષા નું આયોજન કર્યું હતું.

ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોની પર્સનાલિટી ટેસ્ટ માટે તારીખ અને સમયની વિગતો 8 જાન્યુઆરીથી વેબસાઇટ www.upsc.gov.in પરથી ડાઉનલોડ કરી શકશો. કમિશન સિવિલ સર્વિસીસ પરીક્ષા પ્રારંભિક (પૂર્વ), મુખ્ય અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના ત્રણ તબક્કામાંથી ઉમેદવારોની અંતિમ પસંદગી પસંદ કરેલ છે.

આ પરીક્ષા દ્વારા, ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વિદેશ સેવા (IFS) સહિતના અન્ય અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.