Abtak Media Google News

વાહન ચાલકોની દયનીય સ્થિતિ – જાયે તો જાયે કહાં: એક જ રસ્તા પર અનેક ગાબડાં

શહેર તથા સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાની મહેર રહી છે પરંતુ તેના કારણે હાલ રાજકોટના રોડ-રસ્તાની સ્થિતિ ખુબ જ દયનીય છે જેનું કારણ વરસાદના કારણે રોડ-રસ્તાનું ધોવાણ છે. હાલ રાજકોટમાં ઠેર-ઠેર રોડ-રસ્તા પર ખાડાઓનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે.આ વિશે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટનું પ્રવેશદ્વાર ગણી શકાય તેવું ગોંડલ બાયપાસ ખાતે હાલ ખૂબ જ મોટી સંખ્યાઓમાં ખાડાઓ જોવા મળી રહ્યાં છે. એ સિવાય ત્યાંથી ખૂબ જ નજીક ગોંડલ રોડ ખાતે આવેલ રોયલ-એનફિલ્ડના શો-‚મ એટલે કે રાજકમલ પેટ્રોલપંપ ખાતે આવી જ સ્થિતિ સર્જાઈ છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે આ સ્થળે રેલ્વે કોંસિંગનું ફાટક પણ છે જેના કારણે આ સ્થળે ટ્રાફિકનું પ્રમાણ ખુબ જ વધી જાય છે. એટલે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેમાં આ રસ્તા ખરાબ હોવાના કારણે લાબુ ટ્રાફિક જામ થતું હોય છે.આ સિવાય રાજકોટમાં મુખ્ય માર્ગો જેવા કે ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી ચોક, પુનિતનગર ચોક, અંબિકા ટાઉનશીપ, નાના-મોવા સર્કલ તથા ત્યાંના વિસ્તારોમાં કંઈક આવી જ સ્થિતિ છે.આ વિશે નાના-મૌવા સર્કલ પાછળના વિસ્તાર સિલ્વર-સ્ટોન સોસાયટી ખાતે પણ રોડ-રસ્તાનું ધોવાણ થયેલું છે. જેના કારણે ત્યાંના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વરસાદ આવ્યા બાદ અમારા વિસ્તારમાં રસ્તાનું ધોવાણ થયેલું છે. જેના કારણે ખુબ જ ધુળ ઉડે છે અને તેમના બાળકોનું આરોગ્ય જોખમાય છે. આ વિશે તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, આ વિશે અમે આ વિસ્તારના કોર્પોરેટરને પણ જાણ કરી હતી પરંતુ તેમણે જણાવ્યું હતું કે, વરસાદી માહોલ પૂર્ણ થતા રસ્તાઓનું સમારકામ થઈ જશે પરંતુ હજુ કોઈ સમારકામ હાથ ધરાયું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.