Abtak Media Google News

તંત્ર તાત્કાલીક સમાર કામ કરાવે, ગ્રામજનોની માંગ

રાજુલાના કડીયાળી ગામનો રોડ ઓવર લોડીંગ ડમ્પરો ચાલવાને કારણે બિસ્માર થઇ ગયો છે. મળતી વિગતો મુજબ રાજુલા નજીક આવેલા કડીયાળી ગામનો રસ્તો જે નેશનલ હાઇવે નં. ૮-ઇ થી અંદર જાય છે. જેના કારણે આસપાસના ગ્રામજનોને આ રસ્તામાંથી વાહનો લઇ પસાર થવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે ટુ વ્હીલરો ચલાવવામાં મુશ્કેલ બની ગયા છે. રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોઇ એસ.ટી. બસો પણ બંધ થઇ જતા લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ગ્રામજનો દ્વારા એવી માહીતી આપવામાં આવી હતી કે ખાંભણીયાની સીમમાંથી ડમ્પરો દ્વારા ઓવર લોડીંગ માટી ભરીને પીપાવાવ પોર્ટમાં લઇ જવા દિવસ રાત અવર જવર થતી હોય જેના કારણે રોડ પર મોટા ખાડા પડી ગયા છે જેથી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલીક પગલા ભરી રસ્તાનું રીપેરીંગ કરાવવા ગ્રામજનોની માંગ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.