Abtak Media Google News

અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વૈકુંઠયાત્રા વાહિનીનું લોકાર્પણ; મહાનુભાવોની ઉપસ્થિતિ

અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચાલતા વિવિધ સેવાકીય પ્રકલ્પમાં વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે.  સંસ્થાને જીજ્ઞેશભાઇ જયંતિભાઇ પટેલ તથા પરિશેષભાઇ જયંતિભાઇ પટેલ તરફથી દાનમાં મળેલ વૈકુંઠયાત્રા વાહિની (શબવાહિની) લોકાર્પણ કાર્યક્રમ નાનો પણ ગરિમાપૂર્ણ રીતે રાજકોટનાં રૈયા સ્મશાન ગૃહ ખાતે યોજાયેલ હતો. સાથોસાથ સ્મશાન પરિસરમાં પ્રસંગની યાદગીરીને જીવંત રાખવા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયેલ હતું.

Advertisement

પ્રથમ નાગરિક, મેયર ડો. પ્રદિપભાઇ ડવે જણાવ્યું હતું કે, ‘રાજકોટનાં વિકાસનાં સ્વપ્નદૃષ્ટા અરવિંદભાઇ મણીઆર ખૂદ એક સંસ્થા જ હતા. ખૂબ જ ટૂંકાગાળામાં શહેરના વિકાસ માટે તેમણે કરેલા કાર્યો દાયકાઓ બાદ પણ આપણે જોઇ રહ્યા છીએ. આ મહાનુભાવના નામ સાથે જોડાયેલ સંસ્થાના સેવાકીય કાર્યોમાં મને યાદ ર્ક્યો તે બદલ સહુનો આભાર.’

ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યું હતું કે, ‘અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સામાજિક, શૈક્ષણીક, તબીબી, જ્ઞાનવર્ધક ઉપરાંત અનેક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરી રહી છે. સંસ્થાની મોબાઇલ ડિપેન્સરીમાં ફક્ત રૂા. 10માં નિદાન સાથે ત્રણ દિવસની દવા પણ આપવામાં આવે છે અને તેનો લાભ દરરોજ અસંખ્ય છેવાડાના લોકો લઇ રહ્યા છે.’

અમિતભાઇ અરોરાએ જણાવ્યું હતું કે, ‘હજુ હમણાં જ રાજકોટમાં આવ્યો છું અને ત્યાં જ સેવાકીય કાર્યોમાં સામેલ થવાનો મોકો મળ્યો તે શુભ સંકેત દર્શાવે છે. અહીં લોકો સાથે થોડી વાતચીતમાં માહિતી મળી છે કે અરવિંદભાઇ મણીઆર રાજકોટનાં ચુંટાયેલા પ્રથમ મેયર હતા અને તેઓના કાર્યકાળમાં વિકાસનો એક નવો રોડમેપ બન્યો જે આજ સુધી સહુ માટે ઉપયોગી બની રહ્યો છે.’

સહકારી અગ્રણી અને સંસ્થાના ટ્રસ્ટી જ્યોતીન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, ‘સંસ્થાના વિવિધ સેવાકીય કાર્યો સહુના સાથથી સારી રીતે થઇ રહ્યા છે. આ તકે અરવિંદભાઇ મણીઆર આપણી સાથે સદેહે નહિ પરંતુ આશીર્વાદ વરસાવતા અવશ્ય જોઇ શકાય છે.

સાદગીસભર આ લોકાર્પણમાં ડો. પ્રદિપભાઇ ડવ (મેયર), જેરામભાઇ વાંસજાળીયા, જ્યોતીન્દ્રભાઇ મહેતા,  કલ્પકભાઇ મણીઆર, બાબુભાઇ ઘોડાસરા,  ગોવિંદભાઇ પટેલ, ધનસુખભાઇ ભંડેરી, ડો. દર્શિતાબેન શાહ, પુષ્કરભાઇ પટેલ, અમિતભાઇ અરોરા, કમલેશભાઇ મીરાણી, લાખાભાઇ સખીયા, ડી. કે. સખીયા, ડો. વલ્લભભાઇ કથીરીયા, હંસરાજભાઇ ગજેરા, બાવનજીભાઇ મેતલિયા, ડો. માધવભાઇ દવે, સાંઇ રામેશ્ર્વર ચેરીટેબલ ટ્રસ્ટના વિજયભાઇ અને સંજયભાઇ, દાતા પરિવારમાંથી જયંતિભાઇ પટેલ તથા જીજ્ઞેશભાઇ પટેલ અને પરિશેષભાઇ પટેલ, અપૂર્વભાઇ મણીઆર, બળવંતભાઇ જાની, મિહીરભાઇ મણીઆર, જયેશભાઇ સંઘાણી, ચમનભાઇ સિંધવ, વિજયભાઇ કારીયા, મુકેશભાઇ દોશી, જયંતભાઇ ધોળકીયા, નિલેશભાઇ શાહ, લક્ષ્મણભાઇ મકવાણા, ભુપેન્દ્રભાઇ શાહ, સંજયભાઇ મોદી, ઇન્દ્રવદનભાઇ રાજ્યગુરૂ, જગદીશભાઇ જોષી, મનીશભાઇ શેઠ, ગુણવંતભાઇ ભટ્ટ, રમેશભાઇ પરમાર, ભરતભાઇ અનડકટ વગેરે ઉપસ્થીત રહ્યા હતા. આભારદર્શન ટ્રસ્ટી જ્યોતીન્દ્રભાઇ મહેતાએ અને સરળ-મનનીય સંચાલન નિલેશભાઇ શાહે ર્ક્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.