Abtak Media Google News

ખંભાલિડાની બૌદ્ધ ગુફાઓને વિકસાવવા ટુરીઝમ વિભાગ એક્શન મોડમાં: બીજા તબક્કાનું કામ એક વર્ષમાં પૂરું કરવાનો નિર્ધાર

મુખ્યમંત્રી વિજયભાઈની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં જિલ્લા કલેકટર અરૂણ મહેશબાબુનું પ્રેઝન્ટેશન

અજંટા- ઇલોરાથી પણ જૂની અને 1800 વર્ષ પુરાણી ગોંડલ તાલુકાની ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ વિકસાવવા માટે જિલ્લા કલેકટરે કમર કસી છે. હાલ આ ગુફાઓનું પ્રથમ ચરણનું કામ પૂર્ણ થઈ ગયુ છે. હવે બીજા ચરણના કામનો આરંભ થયો છે. જે એક વર્ષમાં પૂર્ણ કરવાનો નીર્ધાર કરાયો છે.

Advertisement

Ajanta Elora 1 ગાંધીનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં બેઠક મળી હતી. જેમાં આ પ્રોજેક્ટનું બીજા તબક્કાનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરી દેવાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. તાજેત2માં ગાંધીનગ2 ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ખંભાલીડાની બૌદ્ધ ગુફાના સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટમાં થયેલાં કામો અંગે જિલ્લા કલેક્ટ2 અરુણ મહેશ બાબુ દ્વારા પ્રેઝન્ટેશન પણ ક2વામાં આવ્યું હતું.

આ ગુફાઓ ગોંડલથી 20 કિલોમીટર દૂર આવેલા ખંભાલીડા ગામમાં આવેલી છે. 1957-59ની સાલમાં ગામની ટેકરીઓની ઓથમાં ક્ષત્રિય અને ગુપ્ત કાળના સંધી સમયની બૌદ્ધ ગુફાઓની અલભ્ય શોધ થઇ હતી. આ ગામમાં 1700થી 1800 વર્ષ પહેલાંના સમયની બૌદ્ધ ગુફાઓમાં વિહાર સભાખંડો અને ચૈત્યગૃહો આવેલાં છે. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ જોતાં જ અજંતા-ઇલોરાની ગુફાઓ ઝાંખી પડે તેવી 1800 વર્ષથી બેનમૂન છે.

Ajanta Elora 3

ગુજરાત રાજ્યના ટૂરિઝમ વિભાગ દ્વારા ઐતિહાસિક સ્થળોની ઝાંખી કરાવવા ખુશ્બૂ ગુજરાત કી નામની ડોકયુમેન્ટરી ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરી ફિલ્મના ત્રીજા તબક્કાના શૂટિંગ માટે બોલિવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન ખંભાલીડા આવ્યા હતા. ગોંડલ નજીક ભાદર નદીના કાંઠે વસેલા પ્રાચીન ગણાતી બૌદ્ધ ગુફામાં સવારના સાતથી સાંજના છ સુધી તેમણે શૂટિંગ કર્યું હતું. અહીં તેમણે કાઠિયાવાડી ભોજનનો પણ સ્વાદ માણ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા વર્ષ 2011માં પ્રોજેક્ટ હાથ પ2 લઈ આ સમયે પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત એ સમયના નાણામંત્રી વજુભાઈ વાળાના હસ્તે ક2વામાં આવ્યું હતું. ત્યા2 બાદ આ પ્રોજેક્ટ થોડો ચાલ્યા બાદ ચા2થી પાંચ વર્ષ સુધી તેનું કામ અટકી પડ્યું હતું. બાદમાં આ પ્રોજેક્ટને આગળ વધા2વા ગતિ અપાય છે. આ પ્રોજેક્ટમાં બૌદ્ધ ગુફાથી 300 મીટ2 દૂ2 પ્રાર્થના હોલ, ગેસ્ટહાઉસ અને ભોજનાલયના બિલ્ડિંગનું નિર્માણ કરાયું. આ પ્રોજેક્ટને પૂર્ણ ક2વા માટે કલેક્ટ2 અરુણ મહેશ બાબુએ કમ2 કસી છે.

Ajanta Elora 4

ખંભાલીડા બૌદ્ધ ગુફાનો ઇતિહાસ

ગુફાના પૂર્વ દ્વારની બંને બાજુએ ઊંચા કદની ખંડિત હાલતમાં બોધિસત્ત્વ પદ્મપાણિ અવલોકિતેશ્વર અને વજ્જપાણિ મૂર્તિઓ કોતરેલી જોવા મળે છે. ગુજરાત ટૂરિઝમ વિભાગ દ્વારા તૈયાર થયેલી ખુશ્બૂ ગુજરાત કીની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં પણ આ પ્રાચીન બૌદ્ધ ગુફાનો ઉલ્લેખ કરાયો છે. ત્રીજી સદીના અંત અને ચોથી સદીની શરૂઆતમાં ગિરનાર પર્વત પર વિહાર કરતા બૌદ્ધ સાધુઓ જંગલ માર્ગે ખંભાલીડા પહોંચ્યા હતા. એ સમયે ખંભાલીડા ગીરનું પ્રવેશ સ્થાન ગણાતું હતું. ગીરનું જંગલ પણ ચોટીલા સુધી વિસ્તરેલું હતું. અહીં બૌદ્ધ સાધુઓના લાંબા વિહાર દરમિયાન ગુફાઓનું નિર્માણ કરાયું હતું. એ જોતાં અજંટા-ઇલોરાની ગુફાઓ કરતાં પણ આ ગુફાઓ જૂની છે. ગુફામાં બોધિસત્ત્વ અવલોકિતેશ્વર અને પદ્મપાણિના શિલ્પો કોતરાયેલાં છે.

ખંભાલીડાની ગુફાની જાળવણીમાં 6 કરોડનો ખર્ચ કરાયો, સરકારે તાજેતરમાં જ વધુ 5 કરોડ ફાળવ્યા

રાજકોટ શહેર અને જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજકોટના ભૂતપૂર્વ કલેક્ટર ડો.રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને એક કમિટી પણ બનાવવામાં આવી હતી, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર, નિવાસી નાયબ કલેક્ટર, આર એન્ડ બીના ઇજનેર, ડીડીઓ, જિલ્લા આયોજન અધિકારી તથા અતુલ ઓટોના જયંતભાઈ ચાંદ્રા અને જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા, બાન લેબ્સના મૌલેશભાઈ પટેલ જેવા જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખંભાલીડાની ગુફાઓ માટે રૂપિયા સાડા છ કરોડના ખર્ચે વિકાસકાર્ય પણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત તાજેતરમાં રાજ્ય સરકારે બજેટમાં આ પ્રવાસન સ્થળના વિકાસ માટે રૂ. 5 કરોડ પણ ફાળવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.