Abtak Media Google News

માસિક પૂજા માટે ૧૭ ફેબ્રુઆરી સુધી ખુલ્લી રહેલા મંદિરમાં યુવા મહિલાઓને પ્રવેશ મળશે કે કેમ: સુરક્ષાને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

કેરલનું સબરીમાલા મંદીર મહિલાઓના પ્રવેશને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે માસિક પૂજન માટે ફરીથી મંદીર ખુલી રહ્યું છે. તનાવભરી સ્થિતિમાં આજથી મંદીર ખુલ્લુ મુકાશે. મહત્વનું છે કે સબરીમાલા મંદીરમાં મહીલાઓ માટે પ્રવેશ બંધી છે.

Advertisement

સબરીમાલામાં ભગવાન અયપ્પાનું મંદીર આજથી પાંચ દિવસ માટે ખુલ્લુ મુકાશે. મહત્વનું છે કે સોમવારે મંદિરના અધિકારીઓ એ કહ્યું કે કુબલના મલયાલમ મહીના દરમિયાન માસિક પૂજા માટે ૧૭ ફેબ્રુઆરી સુધી પહાડી મંદીર ખુલ્લુ મુકાશે.પાંચ દિવસ દરમિયાન મુખ્ય પૂજારી વાસુદેવનનમ્યુધિરી દ્વારા ખુલ્લામાં રાખવા આવેલા કલશાભિષેક સહસ્ત્ર કાલષમ અને લક્ષાર્ચન  સહિત ઘણા વિશેષ અનુષ્ઠાન આજે સાંજે કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું કે તંત્ર કંદદાર રાજીવરાવ પણ પૂજા સમયે ઉ૫સ્થિત રહેશે પારંપરિક રુપે વર્જિત વર્ગની સંબંધીત મહિલાઓના પ્રવેશ સામે સંઘના સંગઠનો દ્વારા સંભવિત વિરોધ પ્રદર્શનોને જોતા રાજય પોલીસે સબરીમાલામા અને તેની આસપાસ ચુસ્ત બંદોબસ્ત કરી દીધો છે.મહત્વનું છે કે કેટલાક પ્રતિબંધ પહેલેથી જ નીલકાલના ક્ષેત્રોમાં લગાવવામાં આવ્યો છે. જે ભકતો માટે નિર્બાધીત દર્શન માટે સુનિશ્ચીત કરવા મંદીર પરિસરની આધાર શિબિર છે.

સબરીમાલાના આસપાસના ક્ષેત્રોમાં વિભિન્ન સંગઠનો દ્વારા થતી અપ્રિય ઘટનાઓને જોતા જયારે થુલમાસા પૂજા દરમિયાન ધર્મસ્થળ ખોલવામાં આવ્યું છે અને સુપ્રીમ કોર્ટના આદેશ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બધી ઉમરની મહિલાઓને ધર્મ સ્થળમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવી હતી.આ સુનિશ્ચીત કરવા ક્ષેત્રોમાં કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા.

ભાજપ અને સંઘ પરિવારના સંગઠનો જેમણે ર૮ સપ્ટેમ્બરને સુપ્રીમ કોર્ટના ચુકાદાને લાગુ કરવા સામે આંદોલન કરવામાં આવ્યું હતું. દરેક ઉમરની મહીલાઓને ધર્મસ્થળ પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવી હતી. પરંતુ ૩૦ સુધી એ ખબર નથી કે યુવા મહિલાઓને સબરીમાલામાં પ્રવેશ મળશે કે કેમ આ તનાવભરી પરિસ્થિતિમાં આજે સબરીમાલા  પાંચ દિવસ માટે ખુલ્લુ મુકાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.