Abtak Media Google News

જે ક્રિયા વડે સત્ય ગ્રહણ કરાય અને શ્રધ્ધા કહે છે અને શ્રદ્ધાથી જે કાર્ય કરવામાં આવે એને “શ્રાધ્ધ” કહે છે. જીવિત કે , મૃત વ્યક્તિ પ્રત્યે શ્રધ્ધા પ્રગટ કરવાનો સ્નેહ ભાવ એટલે ’ ’ શ્રાધ્ધ ” શ્રધ્ધયા યત્ કિયતે તત્ શ્રધ્ધાથી જે અર્પણ કરવામાં આવે તે શ્રાધ્ધ , શાસ્ત્ર અનુસાર બાર પ્રકારના શ્રાધ્ધ બતાવવામાં આવ્યા છે . જેનું સ્થળ સંકોચના કારણે વર્ણન નથી કરતો. તૃપ્ત કરવું , સંતુષ્ટ કરવું , એનું નામ તર્પણ  (આ તર્પણના પણ પ્રકાર છે.) જીવિત વ્યક્તિ પ્રત્યે તો અનેક રીતે શ્રધ્ધા વ્યક્ત કરી શકાય . ભાવ પ્રગટ કરી શકાય પરંતુ મૃતક પિતૃની યાદ અને એના કાર્યને એમની સ્મૃતિને તાજી રાખવા અને શ્રધ્ધા સુમન અર્પવા કાંઈક નિમિત જોઈએ અને આ ભાવ સ્થિર રહે , જેમણે આપણા જીવન માટે લોહીનું પાણી કર્યું . તેના પ્રત્યે સ્નેહની સરવાણી વહાવવાના તેમના પ્રત્યે કૃતજ્ઞ્તાનો ભાવ વ્યક્ત કરવાના શુભ આશયથી વર્ષના પંદર દિવસો ખાસ જુદા અલાયદા કાઢવામાં આવ્યા. જે “શ્રાદ્ધ પક્ષ  અથવા ‘મહાલય પક્ષ’ તરીકે ઓળખાય છે. ભાદરવા મહિનાના કૃષ્ણપક્ષને આ ‘શ્રાધ્ધ’ કહેવાય છે.

હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં પિતૃપક્ષનું આગવું વિશિષ્ટ મહત્વ છે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના મૌલિક સિધ્ધાંતોમાંની આ એક ઉમદા, ઉત્કૃષ્ટ ભાવના છે, આમેય ભારતીય સંસ્કૃતિ, શ્રધ્ધા, સમર્પણ, સેવા અને પોતાને જેણે કશુંક આપ્યું છે એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાની ભવ્ય ભાવનાને વરેલી છે. એજ તો આપણી સંસ્કૃતિની મહત્તા, ગહનતા અને મહાનતા છે. માનવ માત્ર ચાર ઋણ લઈને જન્મે છે.

દેવઋણ, પિતૃઋણા, ઋષિઋણ અને સમાજઋણ.

જેના થકી આ જીવન શક્ય બન્યું, જળહળ્યું, એમના અમુલા, અસંખ્ય, અહેસાનોમાંથી મુક્ત થવા, પિતૃ એટલે, આપણા પથદર્શક, સર્જક, પાલક, પોષક વડીલોને વંદન કરવાના, તેણે કંડારેલી કેડીએ આગળ ધપવા તથા તેમણે વાવેલા વહાલપના વાવેતરને આગળ વધાવવા સત્ સંકલ્પ કરવા તથા અત્યાર સુધી શું કર્યું ૅ?ે તેનું સરવૈયું કાઢવાના મંગલમય દિવસો, જે જન્મે એનું મરણ નિશ્ચિત છે. શ્રાધ્ધનાં દિવસો એટલે, અનિવાર્ય મૃત્યુને આવકારવાના એને યાદ કરવાના દિવસો, મૃત્યુને અમાંગલિક માની, પિતૃઓને યાદ કરવાના મંગલમય દિવસોને પણ, દુભાંગ્યે આપણે અમાંગલિક માની બેઠા છીએ… !!

ભાગવત મહાત્યમાં , આત્મદેવ નામના એક ભોળા બ્રાહ્મણ અને ધુંધલી નામની એક કર્કશા બ્રાહ્મણની કથા આવે છે . આત્મદેવને સંતાન ન થતાં દુ:ખી થાય છે. તેને એક સંત મળે છે. અપુત્રસ્ય ગતિનાસ્તિ “અપુત્રથી સદગતિ પ્રાપ્ત થતી નથી, એવું કહી, પોતાના દુ:ખની વાત સંતને કંહેં છે , ત્યારે સંત એને સમજાવે છે કે, પુત્રથી સદગતિ નથી મળતી, પુત્ર તો ઘણાને હોય છે. પુત્રથી જ જો સદગતિ મળતી હોત તો, દરેકને સદ્દગતિ મળી ગઈ હોત ! વાસ્તવમાં પુત્ર દ્વારા, પિંડદાન, શ્રાધ્ધ કામના રાખનાર જીવને નિમ્ન માનવામાં આવ્યો છે . સદગતિનીતો સત્કર્મોથી જ મળે છે . અસલી શ્રાદ્ધ તો શ્રધ્ધાપૂર્વક કરવામાં આવેલા કર્મો છે. શરીરને પીડ કહેવામાં આવે છે.

આપણું શરીર ઈશ સમર્પિત બને એ જ પિંડદાન. “આટલું સાંભળ્યા છતાં આત્મદેવનો મોહવશ મન આ સત્ય સ્વીકારતું નથી . આખરે લાગણીવશ સંત તેને એક ફળ આપી કહે છે, “આ ફળ હું તારી પત્નિને ખવડાવજે એનાથી અવશ્ય તારે ત્યાં બાળક અવતરશે. “આત્મદેવ આ ફળ પોતાની પત્નિ ધુંધલીને આપે છે . પત્નિ પ્રસુતિની પીડાથી ગભરાઈ આ ફળ ગાયને ખવડાવી દે છે , અને એની બહેનની વાત માની, બેનું બાળક ઘેર લઈ આવે છે. જેનું નામ ધુંધકારી પાડવામાં આવ્યું , આ બાજું સંતના ફળ દ્વારા ગાયના પેટે ગોકર્ણ પૈદા થયોેં. સારા સુફળ ને લીઘે ગોકર્ણ સંસ્કારી બન્યો જયારે કુબુદ્ધિથી જન્મેલા અવિચારી ધુંધકારી વહેલો મર્યો અને પ્રેત બન્યો, ગોકર્ણે  એને ગયામા મુક્તિ અપાવી. હવે એનો આધ્યાત્મિક અર્થ જોઈએ.

આત્મદેવ એટલે, જીવ, ધુંધલી એટલે, અવિકસિત, અસંકારી બુદ્ધિ જેને સદૈવ ધુંધળુ જ દેખાય!  જેને લૌકિક સુખ જ દેખાય સંતની સાચી વાત એના મનમાં કેમે ન સમાય! નાની બેન એટલે, સ્વાર્થ બુદ્ધિ , સ્વાર્થથી ધંધુકારી જ જન્મે નિ:સ્વાર્થ ભાવથી ગહેકતો ઘરે ગોકર્ણ અવતરે. ગયાનો આધ્યાત્મિક અર્થ જાણતા પહેલા ગયા અને એની માન્યતાઓ અંગેનો આછેરો અણસાર પણ માણીએ.  પરમ વિષ્ણુ ભકત  ‘ગય’ નામના અસુરને વિષ્ણુના મળેલા વરદાનથી આ પંચકોશી ક્ષેત્રનું નામ ‘ગયા’ પડયું. ગયાને પાંચમું ધામ અને ભારતીય તીર્થોના પ્રાણો સમાન માનવામાં આવે છે. પિંડદાન માટે તો અનેક સ્થાનકો પ્રખ્યાતું છે. પરંતુ ગયાનું સ્થાન અનેરું છે. હિન્દુશાસ્ત્ર મુજબ ત્રિશૂલીમાં પિંડદાનનું સર્વાધિક મહત્વ છે આ ત્રિસ્થલી એટલે પ્રયાગ, કાશી અને ગયા . ગયામાં તો શ્રાધ્ધનો કુંભ મેળો ભરાય છે, જેને મગદી ભાષામાં. ‘મગદીયા’ કહે છે . એટલે જ કહેવાય છે, ” કાશી ઢૂંઢે, પ્રયાગ મૂડે અને ગયા પિંડે (અર્થાત – કાશીમાં ચાલવાથી , પ્રયાગમાં મૂંડન કરવાથી અને ગયામાં પિંડદાન કરવાથી મુક્તિ મળે છે.)

અહિં લાખો લોકો લાગણીથી પોતાના પ્યારા પિતૃદેવના મોક્ષાર્થે પિંડદાન અર્પવા આવે છે. (જેન સિદ્ધપુ  -બિંદુ સરોવર – માતૃમોક્ષ ’ માટે છે તેમ ગયા ” પિતૃમોક્ષ ’ માટે પ્રખ્યાત છે . એટલે જ કહેવાય છે, ત્યાં તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન કર્યા પછી કશું કરવાનું બાકી રહેતું નથી.) અહિં મોટાભાગે ગુજરાતીઓ ચૈત્ર મહિનામાં, નેપાળીઓ પોષ મહિનમાં જયારે પંજાબીઓ, બંગાળીઓ

વિ. પોતાની અનુકૂળતાએ ગમે ત્યારે આવે છે.

વિષ્ણુુપાદ જ ગયાસિર છે. જેના ઉપર (ધર્મશીલા) દરેક દેવતાઓ ઉભા હતા એવું કહેવાય છે . અહિ જે પિંડદાન કરાય છે તેને પિંડવેદી કહેવાય છે. કહે છે કે મધ્યયુગમાં અહી આવી 350 થી 365 પિંડદીઓ હતી જે હાલના સમયમાં 42 થી 45 જેટલી રહેવા પામી છે. જેમાં મુખ્ય ત્રણ પિંડવેદી ગણાય છે. ફલ્ગુ નદીના કિનારે (ફલ્ગુ નદીમાં ઉપર રેતી છે નીચે પાણી છે. કહેવાય છે કે, ખોટું બોલવાના કારણે સીતાજીએ આપેલા શ્રાપથી એનું પાણી રેતી નીચે રહે છે.) અક્ષર વટ (સત્ય બોલવાના કારણે અક્ષય રહેવાનું વરદાન સીતામૈયાએ આપ્યું હતું.) અને વેદી વિષ્ણુપાદ જે મંદિરમાં છે.

અહિં આગલા દિવસે દેહશુદ્ધિ – તર્પણ કર્યા બાદ બિજા દિવસે પિંડદાન કરવાનું વિધાન છે. આ તર્પણમાં પણ ત્રણ પ્રકાર છે. દેવ તર્પણ, ઋષિતર્પણ અને યમ તર્પણ જેનું વિસ્તાર ભર્યું આલેખન નથી કરતો. ત્યારબાદ બીજા દિવસે ફલ્ગુની નદીના કિનારે, વિષ્ણુપાદ તથા અક્ષટ વટ પર પિંડદાન કરાય છે.

અહિ  રામશિલા  પર યમ અને એના કુતરાને પિંડદાન અપી , ઊતર માનસ સરોવરમાં સ્નાન કરી . ત્યારબાદ ’ પ્રેતશિલા  પર પ્રેતને પિંડદાન અપાય છે. ત્યારબાદ બ્રહ્મકુંડમાં સ્નાન કરી , કાકબલી અર્પી અક્ષયવટ પર પિંડદાન કરવાનું વિધાન છે. આ દરેક વિધિ વિધાન સારો એવો સમય માંગી લે છે.

ત્યારે દિલતી સહસા બોલી જવાયું : ગયા ગયા તો ગયા ! “અરે અમારી સાથે અક્ષય વટ પર ઍક બંગાળી પરિવાર પણ પિતૃકાર્ય કરવા પધારેલ જેની સાથે ત્યાંના પંડાની પિંડદાનમાં આટલી વસ્તુતો આપવી જ પડશે એની માથાકુટ ચાલતી હતી. અંતે નાણાકીય સમાધાન બાદ ભૂદેવે વિધિ શરૂ કરી પણ વિધિ માટે દેવો અને ઘી જ લાવવાનું ભૂલી ગયા ! પોતાની ભૂલને ઢાકતા તુરંત બોલ્યા, ’ભગવાન તો ભાવના ભૂખ્યા છે. “આટલું કહી બાજુની રેકડીવાળા પાસેથી મિણબતી મંગાવી અને પ્રગટાવી પંદર જ મિનિટમાં વિધિ પૂર્ણં કરી દીધી. “ગય’ એટલે પ્રાણ. પ્રાણ પોતાનું સહયોગી શરીર, મન, ઈન્દ્રિયોની મદદથી ગમે તે મેળવી શકે છે. અભિમાની પ્રાણી જ ગયાસૂર છે. અહંકારી જીવ સામાન્ય દેવવૃત્તિઓથી કાબુમાં નથી આવતો. મનુષ્યનું અનાયુષ્ય સો વર્ષનું મનાય છે. લાંબા સમય સુધી યજ્ઞ કરવામાં આવે પરંતુ જો તે અભિમાનના ભાવથી ભરેલ હોય. તો તે અધૂરો કહેવાય, રાજસિક ઘા કહેવાય, સાત્વિક ન કહેવાય. બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઈ , એમણે ભગવાનનું ભાવથી આહવાન કર્યું અને ગયાંસૂર (જીવ) ના હૃદય પર ભગવાનના ચરણ પડયાં અર્થાત તેની શ્રધ્ધા જાગી , ત્યારે જીવાભિમાન ઓગળી ગયું અને મુકિત મળી ગઈ!

શ્રાધ્ધમાં ’ કાગવાસ  નાખવામાં આવે છે . નિમ્ન કક્ષાના પશુ – પક્ષી પ્રત્યે પણ પોતાનો દિવ્ય કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવો એનું નામ કાગવાસ. આજ તો આપણી સંસ્કૃતિની ગહનતા, મહત્તા અને મહાનતા છે.  શ્રાધ્ધમાં ખીરનું વિશેષ મહત્વ છે. ભાદરવા માસમાં ચંદ્ર પૃથ્વીથી નજદિક હોય છે અને ચંદ્રલોકની બાજુમાં ” પિતૃલોક  છે. જેથી આ સમય દરમિયાન આપણે આપણા પિતૃઓને જે કાંઈ અપીને તે તેમને જલ્દી પહોંચી જય છે. એક એવી પણ માન્યતા છે કે, આપણું એક વર્ષ બરાબર પિતૃઓનો એક દિવસ એટલે આપણે દર વર્ષે શ્રાધ્ધ કરી , તેમની પ્રિય વસ્તુઓ અર્પીએ એટલે, તે વસ્તુ તેમને દરરોજ મળે. વાસ્તમાં ં આ બધી મન સાથે જોડાયેલી માનસિક ક્રિયા છે. ચંદ્રને મન સાર્થે જોડવામાં આવે છે. ચંદ્રને મનનો મઘિપતિ – કારક માનવામાં આવે છે. આમ મનને શાંત – સ્વસ્થ રાખવાના ઉદેશથી ચંદ્ર અને પિતૃલોકને સાથે જોડી દેવામાં આવ્યા છે.

– ઘનશ્યામ ઠકકર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.