Abtak Media Google News

બંને પક્ષે મહિલા સહિત સાત સામે નોંધાતો ગુનો: બે ઘાયલ

હળવદ મોરબી દરવાજે મોટા ચોક પાસે બે શખ્સને ત્યાં નજીકમાં જ ઘર ધરાવતા યુવકે સ્થળ પર ન બેસવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થતા નાની એવી બાબતે થયેલ ઝગડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ધોકા, પાઈપ તથા છરી વડે એક બીજા પર તૂટી પડ્યા હતા. જે સમગ્ર મામલે બંને પક્ષોએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રથમ ફરિયાદ અનુસાર, હળવદ મીરાવાસ ખાતે રહેતા ઇન્દ્રીશભાઇ દાઉદભાઇ ચૌહાણ નામના ફરીયાદીના ભાઇના ઘર સામે નીઝામ મેહબુબભાઇ મનસુરી નામનો આરોપી બેસતો હોય જેને ફરીયાદી તથા તેના ભાભી ઘર સામે નહી બેસવાનુ કહેવા જતા આરોપીને સારૂ ના લાગતા આરોપીએ તેઓને ગાળો આપી ફરિયાદીને છરી વતી જમણા હાથમા ખંભાથી નીચે મારી ઇજા કરી તથા પાછળથી સૈયદા મેહબુબભાઇ મનસુરી, રીયાજ મેહબુબભાઇ મનસુરી તથા મેહબુબભાઇ ઉસ્માનભાઇ મનસુરી (રહે બધા-હળવદમોરબી દરવાજે) નામના આરોપીઓએ આવી ગાળો બોલી છરી વતી રેહાનાબેનને નાક ઉપર તથા જમણા હાથની આંગણીમાં તથા ડાબા હાથમાં કોણીથી નીચે મારી ઇજા કરી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

બીજી ફરિયાદ અનુસાર, હળવદ મોટા ફળીયા, મોરબી દરવાજા ખાતે રહેતો સૈયદાબેન મહેબુબભાઇ મનસુરી નામના યુવકનો ભાઈ  નીઝામ મેહબુબભાઇ મનસુરી જાકીર દાઉદભાઇ ચૌહાણના ઘર સામે બેસતો હોય જે જાકીર દાઉદભાઇ ચૌહાણ, ઇન્દ્રીશભાઇ દાઉદભાઇ ચૌહાણ, અજરૂદીન દાઉદભાઇ ચૌહાણ તથા રેહાનાબેન જાકીરભાઇ ચૌહાણ (રહે બધા-હળવદ)ને ગમતુ ન હોય જેનુ મનદુખ રાખી જગડો કરી ફરીયાદી તથા તેની સાથે રહેલ તેના પરિવારજનોને ગાળો આપી મારવાના ઇરાદે હાથમાં ધોકો અને છરી લઇ આવેલ હોય જેથી સમગ્ર મામલે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.