Abtak Media Google News

પ્રથમ દિવસે જિલ્લાના ૫૦૦થી વધુ શિક્ષકો રહ્યા હાજર: નવા ૫ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ટૂંક સમયમાં કાર્યરત થશે: સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક, સેનીટાઈઝરનો ઉપયોગ

કોરોનાના કહેર વચ્ચે સમગ્ર  દેશમાં લોકડાઉન કરવામાં આવ્યુ છે. ત્યારે ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધો.૧૦-૧ર ની પરીક્ષાની ઉત્તરવહી તપાસવાનું ચોકકસ પ્રબંધો વચ્ચે આજથી શરૂ થયું છે. હાલમાં રાજકોટ જિલ્લામાં ૧૭ જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ૧૬૦૦ જેટલા શિક્ષકો દ્વારા ઉત્તરવહી ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ધોરણ ૧૦ના ૭, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૧ અને વિજ્ઞાન પ્રવાહના ૬ મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોનો સમાવેશ થાય છે જેમાં કુલ ૧૦ લાખ જેટલી ઉતરવહીઓની ચકાસણી કરવામાં આવશે.

Advertisement

Img 20200416 Wa0006

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યયે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં આજથી ૬ જેટલા મૂલ્યાંકન કેન્દ્રો પર ધો. ૧૦ અને ધો. ૧ર ની પરીક્ષાની ઉતરવાહી તપાસવાનો શુભારંભ થયો છે.ધો. ૧૦-૧ર ની ઉતરવાહી મુલ્યાંકન કેન્દ્રમાં આવેલા શિક્ષકોને ખાસ ’પાસ’ ઇસ્યુ કરવામાં આવ્યા છે. કોરોનાને લીધે મુલ્યાંકન કેન્દ્ર ઉપર સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મુલ્યાંકન કેન્દ્રો ઉપર માસ્ક અને સેનેટાઇઝેશનની વ્યવસ્થા પણ થઇ છે.

રાજકોટ જિલ્લાના ૧ર કેન્દ્રો ઉપર સેનેટાઇઝર અને માસ્કની વ્યવસ્થ કરવામાં આવી રહી છે. ઉત્તરવહી તપાસતા શિક્ષકોને માસ્ક અથવા રૂમલ વીટાળીને કામ કરવાનું રહેશે. ધો. ૧૦ અને ૧ર ના કુલ ૧ર૦૦ થી વધુ શિક્ષકોને ફરજ પર બોલાવાયા છે. જેમાં આજે પ્રથમ દિવસે ૫૦૦ થી વધુ શિક્ષકો હાજર રહ્યા હતા અને આગામી ૨ કે ૩ દિવસોમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.

આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,શિક્ષકોને આવન-જાવનમાં મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખતા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. જેમ કે, રાજકોટ શહેરના શહેર, તાલુકા અને પડધરી ખાતે રહેતા શિક્ષકોને તેમના શહેરમાં જ ફરજ બજાવવાની રહેશે. એ જ રીતે ગોંડલ, જેતપુર, ઉપલેટા અને ધોરાજી ખાતે રહેતા શિક્ષકો તેમના ગ્રામ્ય મૂલ્યાંકન કેન્દ્રોમાં ફરજ બજાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.