Abtak Media Google News

ચાર દાગીના  સુધીનો  ટેસ્ટીંગ ચાર્જ રૂ.200, ત્યારબાદ  પ્રત્યેક દાગીના દીઠ 45 રૂપીયા વસુલાશે

23 જૂન 2021 થી દેશના 256 જિલ્લાઓમાં ભારતીય માનક બ્યુરો દ્વારા ફરજિયાત હોલમાર્કિંગના સફળ અમલીકરણ પછી, જેમાં દરરોજ 3 લાખથી વધુ સોનાની વસ્તુઓને ઇંઞઈંઉ સાથે હોલમાર્ક કરવામાં આવે છે, સોનાના દાગીના અને કલાકૃતિની હોલમાર્કિંગ (સુધારો) ઓર્ડર,  મુજબ 1 જૂન  થી ફરજિયાત હોલમાર્કિંગનો બીજો તબક્કો અમલમાં મૂકવા માટે સરકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે. ફરજિયાત હોલમાર્કિંગનો બીજો તબક્કો ભારતીય માનક ઈંજ 1417 માં ઉલ્લેખિત સોનાના દાગીના/ કલાકૃતિઓના વધારાના ત્રણ કેરેટેજને એટલે કે 20, 23 અને 24 કેરેટને અને ફરજિયાત હોલમાર્કિંગ શાસન હેઠળ 32 નવા જિલ્લાઓ જ્યાં ફરજિયાત હોલમાર્કિંગ ઓર્ડરના પ્રથમ તબક્કાના અમલીકરણ પછી અઇંઈ ની સ્થાપના કરવામાં આવી છે તેમને આવરી લેશે.

ઇઈંજ એ એક જોગવાઈ કરી છે કે સામાન્ય ઉપભોક્તા તેમના હોલમાર્ક વગરના સોનાના દાગીનાની શુદ્ધતા ઇઈંજ માન્ય એસેઈગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર્સ  પર પરીક્ષણ કરાવી શકે છે.

અઇંઈ અગ્રતાના આધારે સામાન્ય ગ્રાહકો પાસેથી સોનાના દાગીનાનું પરીક્ષણ હાથ ધરશે અને ગ્રાહકને પરીક્ષણ અહેવાલ પ્રદાન કરશે અને ગ્રાહકને જારી કરાયેલ ટેસ્ટ રિપોર્ટ ગ્રાહકને તેમની જ્વેલરીની શુદ્ધત્તા વિશે ખાતરી આપશે અને જો ગ્રાહક તેની પાસે પડેલી જ્વેલરી વેચવા માંગે તો તેમાં પણ ઉપયોગી થશે.

4 આર્ટિકલ સુધીના સોનાના દાગીનાના ટેસ્ટિંગ માટે 200 રૂપિયાનો ચાર્જ છે. 5 અથવા એનાંથી વધુ આર્ટિકલ માટે પ્રતિ આર્ટિકલ લેખે 45 રૂપિયા ચાર્જ છે. ગ્રાહકના સોનાના દાગીનાના પરીક્ષણ અંગેની વિગતવાર માર્ગદર્શિકા અને માન્ય એસેઇંગ અને હોલમાર્કિંગ કેન્દ્રોની યાદી ઇઈંજ વેબસાઇટ ૂૂૂ.બશત. લજ્ઞદ.શક્ષ ના હોમ પેજ પર ઉપલબ્ધ છે.

ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલ ઇંઞઈંઉ નંબર વાળા હોલમાર્કવાળા સોનાના દાગીનાની પ્રમાણિકતા અને શુદ્ધતા ઇઈંજ ઈઅછઊ એપમાં ‘વેરીફાઈ ઇંઞઈંઉ’ નો ઉપયોગ કરીને પણ ચકાસી શકાય છે જે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.