Abtak Media Google News

કોરોના વાયરસની બીજી તરંગની ગતિ તીવ્ર અને અતિ ઘાતકી સાબિત થઈ રહી છે. છેલ્લા ત્રણ માસ જેટલા સમયથી શરૂ થયેલી આ બીજી લહેરમાં ખતરનાક ગતિએ વાયરસનું સંક્રમણ વધતા માનવજીવન પર મોટું જોખમ ઊભું થયું છે. તો ફરી લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. ઓક્સિજન, રેમડેસીવીર ઈન્જેકશન સહિતની આરોગ્ય સેવાઓને લઈ મોટા પ્રશ્નો ઉભા થયા છે. અછત સર્જાતા દર્દીઓ રઝળી પડ્યા છે. વાયરસની બીજી લહેરમાં ગંભીર બીમારી ધરાવતા લોકોને તો જોખમ છે જ પરંતુ આ સાથે 40 વર્ષથી

વધુ ઉંમરના તમામ લોકોને પણ કોરોનાનું જોખમ વધુ સાબિત થઇ રહ્યું છે. આ અંગે આઈસીએમઆરે પણ ચિંતા વ્યક્ત કરી જણાવ્યું છે કે બંને તરંગોમાં 40 વર્ષથી ઉપરના 70% દર્દીઓ જોવા મળ્યા છે. આઇસીએમઆરના વડાએ કહ્યું કે પહેલી અને બીજી એમ બંને લહેરમાં 40 વર્ષથી વધુ ઉંમરના કોવિડ -19 દર્દીઓમાં 70 ટકાથી વધુ આવા દર્દીઓ છે જેને ચેપનું જોખમ વધારે છે. આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પહેલા અને બીજા તરંગ વચ્ચે થતા મૃત્યુમાં કોઈ ફરક નથી, જ્યારે ઓક્સિજનની જરૂરિયાત બીજી તરંગમાં વધારે છે અને બીજી તરંગમાં વેન્ટિલેટરની જરૂરિયાત વધારે નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.