Abtak Media Google News

સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ હજારોની સંખ્યામાં ઓપીડી કેસ આવતા હોય છે ત્યારે દર્દીઓની સાથે આવેલા બાળકો ઘણી વખત માતા-પિતા સાથેથી વિખૂટા પડી જતાં હોય છે. તેવી જ એક ઘટના આજરોજ ઓપીડી બિલ્ડિંગ વોર્ડ નંબર 19માં ઘટી હતી. 19 નંબરમાં બાળકોની ઓપીડીમાં સારવાર માટે આવેલા માતા પિતાથી તેમની બાળકી વિખૂટી પડી ગઈ હતી. બાળકી ગુમ થઈ જતાં વાલી હતપ્રત થઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ફોટો બતાવી શોધખોળ હાથધરી હતી.

તે દરમિયાન બાળકી ફરતા ફરતા સિક્યુરિટી ઇન્ચાર્જ ગૌતમભાઈ પાસે પહોંચી હતી. જેથી સિક્યુરિટી ઇન્ચાર્જ ગૌતમભાઈ બાળકીને પોતાની પાસે બેસાડી તેની માવજત કરી વાલી વિશે જાણવા માટેનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે બાળકીના વાલીને સિક્યુરિટી પાસે હોવાનુ જાણવા મળતા તુરંત ત્યાં પહોંચ્યા હતા અને બાળકીને હેમખેમ મેળવી લેતા વાલીએ સિક્યુરિટી ઇન્ચાર્જ ગૌતમભાઈનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.