Abtak Media Google News

સપ્તાહના આરંભે જ ભારતીય શેરબજારમાં મંદીની મોકાણ: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ તૂટ્યો

આજે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં મંદીની મોકાણ સર્જાઇ છે. સેન્સેક્સે 57,000 અને નિફ્ટીએ 17,000 પોઇન્ટની સપાટી ગુમાવી દીધી છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ તૂટ્યો છે. બૂલીયન બજારમાં પણ આજે મંદી જોવા મળી હતી.

આજે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ રેડ ઝોનમાં ખૂલ્યા હતા. રોકાણકારોમાં વિશ્ર્વાસનો સ્પષ્ટ અભાવ જોવા મળતાં દિવસ દરમિયાન બજાર મંદીમાં કામ કરતું રહ્યું હતું. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 56,412.14ની સપાટી સુધી નીચે પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ 17,000 પોઇન્ટની સપાટી તોડી 16904ના નીચલા લેવલ સુધી પહોંચી ગઇ હતી. આજે બજારમાં મંદી હોવા છતાં એબી કેપીટલ, ગુજરાત ગેસ અને અંબુજા સિમેન્ટ જેવી કં5નીના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ટાટા કોમ્યુનીકેશન, કોલ ઇન્ડિયા અને જ્યુબીલંટ જેવી કંપનીના શેરોના ભાવમાં કડાકો બોલી ગયો હતો. બૂલીયન બજારમાં સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ તૂટ્યો હતો.

આ લખાઇ રહ્યુ છે ત્યારે સેન્સેક્સ 741 પોઇન્ટના ઘટાડા સાથે 56,455 અને નિફ્ટી 250 પોઇન્ટના ઘટાડા સાથે 16,921 પોઇન્ટ પર કામકાજ કરી રહી છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂિ5યો 16 પૈસા નબળાઇ સાથે 76.64 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.