Abtak Media Google News

ત્રણ વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટીએ અંદાજિત 75%નું વળતર આપ્યું, તેની સામે જાહેર સાહસોના શેરોએ અઢળક વળતર આપ્યું : વર્ષની શરૂઆતમાં સરકારે જાહેર કરેલી બોનસ, ડિવિડન્ડ, સ્ટોક સ્પ્લિટ અને શેર બાયબેકની નવી નીતિ રંગ લાવી

ભારતીય શેરબજાર રેકોર્ડ-ઉચ્ચ સ્તરને સ્પર્શતા હોવાથી, ગુજરાત સ્થિત જાહેર સાહસોના શેરે ઉછાળામાં સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકોને પાછળ રાખી દીધા છે. જેમાં રોકાણકારોને  342 ટકા સુધીનું વળતર મળ્યું છે.

ત્રણ વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટી દ્વારા અંદાજિત 75% વળતરની સામે, ગુજરાતના જાહેર ક્ષેત્રના ઉપક્રમોએ 342% સુધીનું વળતર આપ્યું છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ અને ગુજરાત આલ્કલીઝે સૌથી વધુ વળતર આપ્યું છે. શેરબજારના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે આ વર્ષની શરૂઆતમાં બોનસ, ડિવિડન્ડ, સ્ટોક સ્પ્લિટ અને શેર બાયબેકની નવી નીતિ જાહેર કરી હતી, જેણે આ જાહેર સાહસોમાં રોકાણકારોનો વિશ્વાસ જ મજબૂત બનાવ્યો ન હતો પરંતુ તેમના શેરના ભાવમાં પણ તેજી લાવી હતી.

આ અંગે સ્પષ્ટતા કરતાં, સ્ટોક રિસર્ચ ફર્મના મેનેજિંગ ડિરેક્ટર હિતેશ સોમાણીએ જણાવ્યું હતું કે, “મોટાભાગના રાજ્ય જાહેર સાહસોએ છેલ્લા ત્રણ વર્ષમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે, જે કોવિડ સમયગાળામાં તેમની વૃદ્ધિને કારણે છે. 2020માં રોકાણ કરનારાઓને હવે 2018માં રોકાણ કરનારાઓની સરખામણીમાં અસાધારણ વળતર મળી રહ્યું છે. જીએમડીસી, જીએનએફસીએ ત્રણ વર્ષમાં ગુજરાતના માર્કેટમાં વિશાળ વળતર આપ્યું છે.”

બે કંપનીઓ – ગુજરાત ગેસ અને જીએસપીએલ- ત્રણ વર્ષના વળતરની સરખામણીમાં પાંચ વર્ષમાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે.  ગુજરાત ગેસે ત્રણ વર્ષમાં 59%ની સરખામણીએ પાંચ વર્ષમાં 201% આપ્યું છે જ્યારે જીએસપીએલ એ ત્રણ વર્ષમાં 38%ની સરખામણીએ પાંચ વર્ષમાં 55% આપ્યું છે,” સોમાણીએ ઉમેર્યું.

સ્ટોક બ્રોકિંગ ફર્મના ડિરેક્ટર ગુંજન ચોક્સીએ જણાવ્યું હતું કે, “ગુજરાત જાહેર સાહસો મુખ્યત્વે રસાયણો, ખાતર, ખાણકામ અને ઉર્જા સંબંધિત વ્યવસાયો સાથે સંકળાયેલા છે અને તેઓએ સારી બિઝનેસ સાઇકલ જોઈ છે. આ કંપનીઓ પાસે સારા ફંડામેન્ટલ્સ અને સારી ડિવિડન્ડ યીલ્ડ પણ છે, જે તેમને લાંબા ગાળાના રોકાણકારોમાં પ્રિય બનાવે છે.”

જાહેર સાહસોના શેરવર્ષ 2020ના ભાવ2023ના ભાવવળતર 
જીએમડીસી41.85 રૂ.185 રૂ.342%
જીએનએફસી161.75 રૂ.590 રૂ.265%
જીએસએફસી60 રૂ.167.5 રૂ.179%
ગુજરાત અલ્કાઈસ327 રૂ.663 રૂ.103%
ગુજરાત ગેસ294 રૂ.467 રૂ.59%
જીઆઈપીસીએલ72.2 રૂ.113.45 રૂ.57%
જીએસપીએલ211 રૂ.290.3 રૂ.38%

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.