Abtak Media Google News

પત્રકાર પરિષદમાં કંપનીની સફળતાની ગાથા વર્ણવી: ભારતમાં ૨૦૦૦થી વધુ ડીલર્સ અને ૧૭ બ્રાન્ચ ઓફિસનો ફેલાવો

અદ્યતન ટેકનોલોજી સાથે ઉત્કૃષ્ટ વોટર સોલ્યુશન પ્રદાન કરતાં ફાલ્કન પમ્પસની સફર ૨૮ ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ શરૂ થઈ હતી. એક પ્રોડક્ટ, એક કામદાર સાથે શરૂ કરી આજે ફાલ્કન પમ્પસ સમગ્ર ભારતમાં ૨૦૦૦થી વધુનું ડિલર નેટવર્ક, ૪૦થી વધુ દેશોમાં નિકાસ સાથે ૨૨૦૦થી વધુ પ્રોડક્ટસની વિશાળશ્રેણી ધરાવે છે. આ પ્રસંગે કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ધીરજલાલ સુવાગીયા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કમલનયન સોજીત્રા અને ટેકનીકલ ડાયરેકટર ભાર્ગવભાઈ સુવાગીયાએ પત્રકાર પરિષદમાં ડિલર્સ-ડિસ્ટ્રીબ્યુટર્સ, સપ્લાયર્સમિત્રોનો આભાર માન્યો હતો. કંપનીના ૨૫ વર્ષ પુર્ણ થયાની ખુશીમાં આજ રોજ સ્નેહમિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલ હતું.

ફાલ્કન પંપ વિશ્ર્વસ્તરીય ડિઝાઈન અને ટેકનોલોજીનો અનોખો સુમેળ ધરાવે છે. ફાલ્કન પંપ હંમેશાથી ઈનોવેશન અને ગુણવત્તાયુક્ત સોલ્યુશન પ્રદાન કરવા ઉપર કેન્દ્રિત રહ્યું છે અને આ વિચારધારાને જાળવી રાખતાં કંપનીએ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ પ્રોડક્ટસ રજૂ કરી છે, જે ખેડૂતો અને ઔદ્યોગિક સમૂહને ખુબ જ ઉપયોગી સાબિત થઈ છે.

રાજકોટ સ્થિત અને સમગ્ર ભારતમાં ફાલ્કનના એસ. એસ. પંપસેટની ફાલ્કન ટાઈપ ડિઝાઈનનો લાભ લઈ અન્ય કંપનીઓ પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. જે ફાલ્કનના સંશોધનનું અને સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે.

ફાલ્કન પંપની વિચારધારાને જાળવી રાખતા કંપનીએ અદ્યતન ટેકનોલોજીથી જે પ્રોડક્ટસ રજુ કરી છે, તેમાં ૩૫ ટકા થી ૫૦ ટકા જેવી વિજળીની મહાબચત, ઝીરો મેઈન્ટેનન્સ નહિવત જાળવણી ખર્ચ અને ૧૦ વર્ષથી વધુની લાઈફ સાયકલ જેવા ગ્રાહકલક્ષી ફાયદા ધરાવતી ૨૨૦૦થી વધુ પંપની વિશાળશ્રેણી તેમજ આઈએસઆઈ ૧૪૦૦૦:૨૦૧૫ જેવા પર્યાવરણના સર્ટીફિકેટ ધરાવતી કંપનીનો સુરત ખાતે રીટેઈલ અને હોલસેલ શોરૂમની શુભ શરૂઆત શરદ પૂનમના મંગલ દિવસે શહિદ પરિવારજનો તેમજ મુકબધીર બાળકોના વરદ હસ્તે કરી હતી.

ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતનાં ગ્રાહકમિત્રોને કંપની શો-રૂમ ઉપરથી વ્યાજબી અને ફિક્સ ભાવે પંપસેટ સાથે કંપનીના કેબલ અને વાયર, સ્પેયર્સ, એચ. ડી. પી. ઈ. પાઈપ્સ, કોલમ પાઈપ, રીજડ પીવીસી પાઈપ, પ્લમ્બીંગ ફીટીંગ્સ, ઈલેક્ટ્રીક સ્ટાર્ટર, બુસ્ટ પંપસેટ, સુએજ પંપ, ડીવોટરીંગ પંપ, એસી/ડીસી સોલાર પંપસેટ – સોલાર પેનલ, એસી/ડીસી કંટ્રોલર, એમ. એસ. -જી. આઈ પાઈપનું સ્ટ્રક્ચર વગેરેની વિશાળ શ્રેણી હાજરમાં મળી રહેશે.

ફાલ્કન કંપનીનાં પાયામાં અનુભવી એન્જીનીયરોની યુવા ટીમ, સ્કીલ કારીગરો, અતિ આધુનિક ટેકનોલોજી યુક્ત હાઈટેક પ્રોડક્શન યુનિટ, રોજનાં ૧૦૦૦ પંપની ક્ષમતા ધરાવતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક એનએબીએલ ટેસ્ટલેબ, ૦.૫ ટકા થી પણ ઓછું ફીલ્ડ રીજેક્શન, ૨૪ કલાકમાં પંપસેટ સપ્લાય અને ભારતભરમાં ૨૪*૭ સર્વીસ સેટઅપ અને નેટવર્કની ગોઠવણી મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલ છે.

ફાલ્કન કંપનીના ચેરમેન, ડિરેક્ટરોએ ગુજરાત રાજયના તમામ મંત્રી સચિવ આઈ. એ. એસ. તેમજ આઈ. પી. એસ. અધિકારીઓ, સહકારી અધિકારી, એન. જી. ઓ. ના ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ગ્રામ સેવક, સરપંચ, સામાજીક આગેવાન, સહકારી મંડળીઓના પ્રમુખ, સહકારી ક્ષેત્રના આગેવાનો, બેંકના ડિરેક્ટરો, હોસ્પિટલ, હોટલ, એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુટ, ઉદ્યોગકાર, બિલ્ડર્સ, ચેમ્બર ઓફ કોમર્સ, એન્જી. એસોશિએશનના પ્રમુખ, હોદેદાર મિત્રો તેમજ સભ્યોનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.