Abtak Media Google News

દિવાળી પર્વ નિમિત્તે દાઝ્યાની ઘટનાઓ, રોડ અકસ્માત સહીતની સમસ્યાઓમાં વધારો જોવા મળતો હોય છે. દર વર્ષે દિવાળી પર્વથી માંડી ભાઈબીજ સુધીમાં આ પ્રકારની ઘટનાઓમાં નોંધાપાત્ર ઉછાળો જોવા મળતો હોય છે. એમ્બયુલેન્સ સર્વિસને આવતા ફોન કોલ્સમાં પણ ધરખમ વધારો નોંધાતો હોય છે ત્યારે આ વર્ષે દિવાળી પર્વે આ પ્રકારના કોલ્સમાં આશરે 23% જેટલો ઉછાળો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

દિવાળી પર્વે એમ્બયુલન્સને આવતા કોલ્સમાં 23%નો ઉછાળો થવાના એંધાણ

દિવાળીના તહેવારો દરમિયાન દુર્ઘટના સહિતના અનેક હેલ્થ રિલેટેડ સમસ્યાઓમાં વધારો જોવા મળતો હોય છે. જેને લઇને 108 દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પ્રતિ વર્ષ નોંધાયેલા આંકડાઓનું મુલ્યાકન કરીને આ તહેવારો દરમિયાન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આંકડાઓ અનુસાર દિવાળી દરમિયાન મેડિકલ ઇમરજન્સીના કેસોમાં 9.06%, નવા વર્ષમાં 23.30% અને ભાઈ બીજના 22.24%નો વધારો થઇ શકે છે. દિવાળી, નવું વર્ષ અને ભાઈ બીજમાં રોડ અકસ્માત, ફિઝિકલ એસોલ્ટ અને પડી જવાના કેસોમાં વધારો થવાનું અનુમાન 108 દ્વારા કરવામાં આવી રહ્યું છે.

108 ઇમરજન્સી સેવા અનુસાર આ વખતે તહેવારોમાં રોડ અકસ્માતના ઇમરજન્સી કોલ્સમાં વધારો જોવા મળી શકે છે. જેમાં દિવાળીમાં 755 એટલે કે 75.17%નો વધારો, નવા વર્ષે 997 એટલે કે 131.32%નો વધારો અને ભાઈ બીજે 802 એટલે કે 86.08%નો ઉછાળો ઇમરજન્સી કોલમાં આવી શકે છે. સામાન્ય દિવસોમાં રોડ અકસ્માતના 431 કોલ્સ આવતા હોય છે. બીજા સૌથી વધુ ઇમરજન્સી કોલ ફિઝિકલ એસોલ્ટ અને પડી જવાના આવી શકે છે.

દાઝી જવાના કિસ્સાઓમાં સામાન્ય દિવસોમાં 7 જેટલા કોલ્સ આવતા હોય છે, જ્યારે દિવાળીમાં 24, નવા વર્ષે 14 અને ભાઈ બીજે 10 કોલ્સ આવવાની શક્યતા છે. આ ઉપરાંત ખેંચ, કાર્ડિયાક અને શ્વાસ લેવાની સમસ્યા સહિતના કેસોમાં પણ વધારો થઇ શકે છે. જિલ્લા પ્રમાણે જોઇએ તો અરવલ્લી, છોટા ઉદેપુર, દાહોદ, નવસારી અને તાપી જિલ્લામાં વધારે ઇમરજન્સી કોલ્સ આવવાની સંભાવના છે. નવા વર્ષે અને ભાઈ બીજે ઇમરજન્સી કોલ્સમાં અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, ભાવનગર, બનાસકાંઠા અને વલસાડમાં 15 ટકાનો વધારો થઇ શકે છે. મોડી રાત્રે 12થી 2 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાની આસપાસ વધુ કિસ્સા નોંધાઈ શકે છે.

ફિઝિકલ એસોલ્ટમાં દિવાળીમાં 271, નવા વર્ષે 289 અને ભાઈ બીજે 204 કોલ્સ આવી શકે છે, જે સામાન્ય દિવસોમાં 129 હોય છે. જ્યારે પડી જવાના કિસ્સામાં દિવાળીમાં 197, નવા વર્ષે 223 અને ભાઈ બીજે 199 કોલ્સ આવી શકે છે, જે સામાન્ય દિવસોમાં 179ની આસપાસ હોય છે.

તાતકાલિક સારવાર આપવા 108 સર્વિસ સજ્જ

ઈએમઆરઆઈ ગુજરાતના જયવંત પ્રજાપતિએ જણાવ્યું છે કે, તહેવાર દરમિયાન લોકોની સલામતી અને સુખાકારીને વધુ સુનિશ્ચિત કરવા માટે, 108 ઈમરજન્સી સેવાઓ દિવાળી દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કેસોમાં થનાર વધારાને પહોંચી વળવા માટે પાછલા વર્ષોના અનુભવોને ધ્યાને રાખીને આગોતરી તૈયારી સાથે સંપૂર્ણ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સ સેવાઓ ઇમરજન્સી કોલ્સનો ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે વધુ કેસો નોધાતા હોય તેવા સ્થાનોની નજીક (હોટસ્પોટ સ્થાનો) પર તૈનાત કરવામાં આવશે.108 ઇમરજન્સી પ્રતિસાદ કેન્દ્ર, ઇમરજન્સી કૉલ્સને ઝડપી પ્રતિસાદ આપવા અને એમ્બ્યુલન્સને ઝડપી રવાનગી કરવા માટે અમારા સમર્પિત કર્મચારીઓની 100% ઉપલબ્ધતા સાથે સંપૂર્ણ રીતે કાર્યરત રહેશે. ફિલ્ડ સુપરવાઇઝરી ટીમ સમગ્ર દિવાળીના દિવસોમાં હોસ્પિટલમાં દર્દીના સરળ હેન્ડઓવર સુનિશ્ચિત કરવા અને કટોકટીના ઝડપી પ્રતિભાવ સમયની સુવિધા માટે ઉપલબ્ધ રહેશે.

જિલ્લો સામાન્ય દિવસ દિવાળી

  • 12-Nov-23 નવું વર્ષ
  • 14-Nov-23 ભાઈ બીજ
  • 15-Nov-23

જિલ્લા પ્રમાણે ઇમરજન્સી કોલની શક્યતા

જિલ્લો     સામાન્ય દિવસ દિવાળીનવું વર્ષ ભાઈ બીજ
અમદાવાદ740758845875
અમરેલી117111115125
આણંદ99102121123
અરવલ્લી47708466
બનાસકાંઠા9391112120
ભરૂચ869699105
ભાવનગર130134160160
બોટાદ32353936
છોટા ઉદેપુર92106126120
દાહોદ166216242224
દેવભૂમિ દ્વારકા44534651
ગાંધીનગર869299107
ગીર સોમનાથ54556572
જામનગર107110129122
જૂનાગઢ90110109111
કચ્છ134149171147
ખેડા96102118121
મહેસાણા70717895
મહીસાગર54618080
મોરબી62648082
નર્મદા75849889
નવસારી84100118114
પંચમહાલ96106111108
પાટણ49525855
પોરબંદર48576172
રાજકોટ221249253257
સાબરકાંઠા71819388
સુરત378417489445
સુરેન્દ્રનગર7681103107
તાપી8396125109
ડાંગ36425536
વડોદરા214218236260
વલસાડ131151166160
કુલ3961432048844842

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.