Abtak Media Google News

કંકાલ એલિયનનું હોવાનું સંશોધકોનું માનવું હતું પરંતુ ડીએનએ ટેસ્ટમાં અવશેષો બાળકીના હોવાનો ખુલાસો

ચીલીના રેગિસ્થાનમાં એક કંકાલ (હાડપીંજર) મળી આવ્યું છે. આ હાડપીંંજર એકદમ એલીયન જેવું લાગે છે. પરંતુ જીનેટીસીસ્ટોનું આ વિશે કંઇક અલગ જ કહેવું છે. જીનેટીસીસ્ટો નું માનવું છે કે આ કંકાલ માનવીનું છે.

ચિલીમાં મળી આવેલા અને એલીયનને મળી આવતું આ હાડપીંજર જાણે ૬ થી ૮ વચ્ચેના વયના બાળકનું હોય તેવું છે. પ્રથમ તો એવું જ અનુમાન કરાયું કે, આ કંકાલ એલીયનનું છે પરંતુ ત્યારબાદ ડીએનએ ટેસ્ટમાં આશ્ર્વચકારક ખુલાસો થયો કે આ એલીયન નહિ પણ કોઇ માનગીનું કંકાલ છે.

જીનેટીસીસ્ટો એ જણાવ્યું કે, દરેક માણસ ગુણપરિવર્તન વાદી હોય છે. અને આ પરિવર્તન તેના જન્મથી જ શરુ થઇ જાય છે. એવી જ રીતે આ કંકાલ થોડા અલગ લક્ષણો ધરાવે છે. પરંતુ તે છે માણસ જ

આ કંકાલ વર્ષ ૨૦૦૩માં ચીલીના ઉત્તર ભાગમાં મળી આવ્યું હતું. ચીલી કે જે દુનિયાના સૌથી સુકા ક્ષેત્રમાંનું એક ક્ષેત્ર છે. જીનેટીસીસ્ટનોલેને કહ્યું કે હાલ આ કંકાલનો સ્પેનના એક સુરક્ષીત સ્થાન પર રાખવામાં આવ્યું છે.

કંકાલ એલીયન છે કે નહિ? કે કોઇ માણસ છે ? તે જાણવા સંશોધકો આતુર હતા. ઘણાં સંશોધકોએ કહ્યું કે, આ કંકાલ એલીયન છે. પણ ડીએનએ ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે આ કંકાલ માણસનું છે.

જીનેટીસીસ્ટ નોલેનની સાથે અન્ય ક્ષેત્રના નિષ્ણાંતો સંશોધકો પણ આ અભ્યાસમાં જોડાયા હતા. આ કંકાલના હાડકા, ખોપડી વગેરેના અવશેષોને લઇ ઘણાં ગહન અભ્યાસો કરાયા.

અને આ કંકાલના અવશેષો ચિંપાજી અને વાંદરાઓની પ્રજાતિઓ સાથે સરખાવ્યા હતા. પરંતુ આ કંકાલ, એલીયન, ચિંપાજી વગેરેનું નહિ માનવીનું હોવાનું અને એ પણ  ભાદા હોવાનુ ખુલ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.