Abtak Media Google News

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવ્યા બાદ હવે સરદાર પટેલની જન્મજયંતિએ ૧૮૨ મીટર ઉંચા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’નું અનાવરણ કરશે મોદી

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી ઐતિહાસીક રીતે કરી મોદી સરકારે બહોળી લોકચાહના મેળવી છે. ગાંધીવાદી વર્ગ મોદી સરકારના આ આયોજનથી ખુશ-ખુશ છે. હવે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નીમીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરી મોદી સરકાર પોતાની લોકચાહનામાં અનેકગણો વધારો કરવા જઈ રહી છે.

અત્યાર સુધીમાં કોંગ્રેસ મહાત્મા ગાંધીનું નામ લઈ ચૂંટણી જીતવાનો પ્રયાસ કરતી આવી છે. જો કે, ૨૦૧૪ બાદ નરેન્દ્ર મોદીએ પ્રથમ તો કોંગ્રેસ પાસેથી મહાત્મા ગાંધીનો મુદ્દો આંચકી લીધો હતો. મહાત્મા ગાંધીની જન્મજયંતિની જાજરમાન ઉજવણી કરી હતી જેની ખુબજ સરાહના થઈ છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરી ગુજરાતના બહોલા વર્ગમાં મનમાં મોદી પોતાનું સ્થાન બનાવશે.

સ્ટેચ્યુ ઓફ લીબર્ટી કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉંચાઈ બે ગણી છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે લોકોની લાગણી ખુબજ જોડાયેલી છે. મહાત્મા ગાંધીનો મુદ્દો આંચકી લીધા બાદ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી ભારતીય જનતા પક્ષ કોંગ્રેસ પાસેથી અન્ય મુદ્દા પણ આંચકી લેશે.

આગામી તા.૩૧ ઓકટોબરે વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ પ્રસંગે ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ આપવા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા જઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે. તેમનું આ પગલુ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની યુનિટી માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આગામી ચૂંટણીમાં ભાજપને આ મુદ્દે ફાયદો થશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી વિશ્વની સૌથી મોટી પ્રતિમા તૈયાર છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પાછળ સાપુતારા અને વિંધ્યાચળની પર્વતમાળા આવેલી છે. ૩૨૦૦ વર્કર્સ અને ૨૩૦ જેટલા એન્જિનિયર્સે રાત-દિવસ એક કરીને આ પ્રતિમાને આકાર આપ્યો છે. ૩૧ ઓક્ટોબરે પ્રતિમાનું અનાવરણ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

૨૦૦૦ મેટ્રીક ટન બ્રોન્ઝની પ્લેટી સરદાર પટેલના ચહેરા અને ખોપરીના ભાગને જોડીને મૂર્તિને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ૧૫૭ મીટર સુધીનું સ્ટેચ્યૂ તાંબાથી બનાવવામાં આવ્યું છે. સ્ટેચ્યૂની નીચે આવેલું મ્યૂઝિયમ હજુ નિર્માણાધિન છે. સાઈટ પર હાજર કઝના એક અધિકારીએ જણાવ્યું કે, આગામી સપ્તાહમાં મ્યૂઝિયમનું કામ પૂરું ઈ જશે. વિઝિટર્સ માટેની વિશાળ ગેલેરી બની ગઈ છે. ૧૩૫ મીટરની ગેલેરી સરદાર પટેલના કોટના બીજા અને ત્રીજા બટનની વચ્ચે બનાવાઈ છે. આ ગેલેરીમાં ૨૦૦ લોકો એકસો હાજર રહી શકે તેટલી ક્ષમતા છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કોમ્પ્લેક્સ અને મ્યૂઝિયમને જોડતું ટ્રાવેલેટર તૈયાર કરવામાં આવ્યું છે. એક કિલોમીટર આગળ જઈએ તો ફૂડ કોર્ટ, ગાર્ડન, બોટ ડોકિંગ પોઈન્ટ અને બે હેલિપેડની સુવિધા છે. સરદાર સરોવર નિગમના એક અધિકારીએ જણાવ્યું કે, એક વખત ડેમમાંથી પાણી છોડવાની મંજૂરી મળે તો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા લોકો બોટ રાઈડિંગ પણ કરી શકશે. સરદાર સરોવર ડેમ અવા તો નિર્માણાધિન હોટલ પ્રોજેક્ટ શ્રેષ્ઠ ભારત ભવની સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કોમ્પ્લેક્સ સુધી બોટિંગની મજા લઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.