Abtak Media Google News

 

સોમવારે 13805 કેસ નોંધાયા: 25 દર્દીઓના મોતથી ફફડાટ: એક્ટિવ કેસનો આંક 135148 પહોંચ્યો, 284 દર્દીઓ વેન્ટીલેટર પર

 

અબતક-રાજકોટ

ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો કે કેસમાં ઘટાડો છતા મૃત્યુના દરમાં સતત થઇ રહેલા વધારાએ નવી ચિંતા ઉભી કરી છે. રવિવારની સરખામણીએ સોમવારે કોરોનાના 2812 કેસ ઓછા નોંધાયા હતા. રવિવારે રાજ્યમાં 16607 કેસ નોંધાયા હતા અને 19 દર્દીઓના મોત નિપજ્યા હતા. દરમિયાન સોમવારે 13805 કેસ નોંધાયા હતા પરંતુ 25 દર્દીઓના મોત નિપજ્યા હતા. રાજકોટમાં સોમવારે પ્રથમવાર કોરોનાની ત્રીજી લહેરમાં એક જ દિવસમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે જે સૌથી સારી બાબત છે.

સોમવારે અમદાવાદ કોર્પોરેશનમાં 6 દર્દીના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત વડોદરા કોર્પોરેશનમાં 3 દર્દીઓના, સુરત કોર્પોરેશનમાં 3 દર્દીઓ, રાજકોટ કોર્પોરેશનમાં 2 દર્દીઓના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત વડોદરામાં 1 વ્યક્તિનું ભાવનગર કોર્પોરેશનમાં 1 વ્યક્તિ, સુરતમાં એક વ્યક્તિ, મહેસાણામાં 1 વ્યક્તિ, વલસાડમાં એક, જામનગર કોર્પોરેશનમાં 3 વ્યક્તિના, પંચમહાલ જિલ્લામાં એક દર્દીનું ભાવનગરમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. એક દિવસમાં 25 વ્યક્તિના મોત થતા સરકારની ચિંતા વધી છે.

અમદાવાદ કોર્પોરેશનમાં ગઇકાલે કોરોનાના નવા 4361 કેસ નોંધાયા હતા જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 2534, સુરત કોર્પોરેશનમાં 1136, રાજકોટ કોર્પોરેશનમાં 889 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 325 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 295 કેસ, કચ્છમાં 282 કેસ, મોરબીમાં 267 કેસ, રાજકોટ જિલ્લામાં 260 કેસ, પાટણમાં 242 કેસ, સુરતમાં 238 કેસ, મહેસાણામાં 231 કેસ, ભરૂચમાં 190 કેસ, નવસારીમાં 160 કેસ, બનાસકાંઠામાં 156 કેસ, આણંદમાં 150 કેસ, ગાંધીનગરમાં 198 કેસ, વલસાડમાં 141 કેસ, જામનગર કોર્પોરેશનમાં 140 કેસ, સુરેન્દ્રનગર જિલ્લામાં 113 કેસ, અમરેલી જિલ્લામાં 109 કેસ, જૂનાગઢ કોર્પોરેશનમાં 54 કેસ, પોરબંદરમાં 52 કેસ, ગીર સોમનાથ જિલ્લામાં 43 કેસ, જામનગરમાં 43 કેસ, જૂનાગઢમાં 31 કેસ, ભાવનગરમાં 27 કેસ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 7 કેસ અને બોટાદ જિલ્લામાં 6 કેસ નોંધાયા હતા.

ગઇકાલે રાજ્યમાં કોરોનાના નવા 13805 કેસ નોંધાયા હતા. જ્યારે 25 દર્દીઓનું મોત નિપજ્યું હતું. 13469 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.