Abtak Media Google News
અબતક, રાજકોટ 

રાજકોટ જિલ્લાના બામણબોર નજીક આવેલા બામણબોર નાની સિંચાઈ યોજના હાલ અમલી છે પરંતુ જે રીતે હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ની કામગીરી શરૂ થઈ છે તે સમયથી બામણબોર ને જે તેનું પાણી મળતું હતું તે જગ્યા ડિસમેન્ટલ કરી એરપોર્ટ ઓથોરિટીને સોંપવામાં આવેલી હતી. ત્યારે ફરી બામણબોર ના લોકોને નાની સિંચાઇ યોજનાનો લાભ મળતો રહે તે માટે સિંચાઇ વિભાગ દ્વારા સતત પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેને ધ્યાને લઈ ફરી 16 કિલોમીટરની નવી પાઇપ લાઇન બામણબોર સુધી પહોંચાડવામાં આવશે અને આગામી એક વર્ષના સમયગાળામાં જ બામણબોરના સ્થાનિકોને સિંચાઇ યોજનાનો લાભ મળતો થઈ જશે. બામણબોર યોજના થકી બામણબોર સિવાય ગરીડા અને દોસલીધુંના ગામને આ યોજનાનો લાભ મળી રહેશે.

23.42 કરોડના ખર્ચે યોજનાની અમલવારી થશે : સંગ્રહ ક્ષમતા 73.17 એમસીએફટી સુધી પહોંચવાની આશા 

અધિક્ષક ઈજનેર કચેરી પંચાયત સિંચાઈ વર્તુળ રાજકોટ દ્વારા આ યોજના 23.42 કરોડના ખર્ચે અમલી બનાવવામાં આવશે તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ નાની સિંચાઈ યોજના અમલી બનતા સંગ્રહ ક્ષમતા પણ વધારો થશે અને તે 73.17 એમસીએફટી સુધી પહોંચશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્ય માટે પંચાયત સિંચાઇ વર્તુળએ અમદાવાદની એન.પી પટેલ નામની એજન્સીને કામ સોંપ્યું છે જે શરૂ થઇ જતા આગામી એક વર્ષના સમયગાળા દરમ્યાન પૂર્ણ થઇ જશે.

બામણબોરની સાથે ગરીડા અને દોસલીધુના ગામને પણ મળશે લાભ. 
બીજી તરફ એરપોર્ટ ઓથોરિટી નું જળાશય વિસ્તાર પર નું કામ ચાલુ કરતાં જ ચાઇના લાભાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો પરંતુ ચાઇના લાભાર્થીઓની પ્રબળ રજૂઆતના પગલે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા જળાશય વિસ્તારના સંપાદન સામે કોઈ જ વિરોધ દર્શાવ્યો ન હતો અને અગાઉની જેમ ગામને સિંચાઈનું પાણી મળતું રહે તે માટે બામણબોર નાની સિંચાઈ યોજના હેઠળ નવું એક સંગ્રહ તળાવ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. એટલું જ નહીં આ નાની સિંચાઈ યોજનામાં જે પાણી લેવામાં આવશે તે મચ્છુ-1 સિંચાઈ યોજના મારફતે લેવાશે. ત્યારે આ કાર્ય ગરબા માટે જે ખર્ચની રકમ નિર્ધારિત કરવામાં આવી હતી તેને વહીવટી મંજુરી પણ મળી ચૂકી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ડાઉનસ્ટ્રીમમા બનનારા નવા જળાશયમાં સિંચાઈનું પાણી હાલની સિસ્ટમ સાથે જોડવામાં આવશે. આ નાની સિંચાઈ યોજનાનો લાભ કુલ 370 હેક્ટરમાં મળી રહેશે. સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ જે જમીન તબદીલ થતા યોજનાના કમાન્ડ વિસ્તારમાં લાભીત ખેડૂતોના હક્કો છીનવાઈ ન જાય તે માટે સિંચાઇ સુવિધા પૂરી પાડવા મચ્છુ 1 ડેમમાંથી સિંચાઇનું પાણી આપવા માટેની યોજનાનું આયોજન કરવામાં આવેલું છે. આ નાની સિંચાઈ યોજનાની સ્કીમ ઝડપભેર અમલી બનતા ની સાથે જ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને લાભ મળી રહેશે. બામણબોરની સાથે અન્ય જે 2 ગામોને આ યોજનાનો લાભ મળશે તેમાંથી ડોસલીઘુના ગામમાં પાણી લિફ્ટ કરી માટે ઉપયોગમાં લેવાશે. બીજી તરફ માંગણી મુજબ સૂચિત થયેલ 150 લાખ લીટરની ક્ષમતાવાળા સંપ પણ ઊભો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.