Abtak Media Google News

                                        શ્રાવણી છઠનું વિશેષ મહત્વ 

Website Template Original File 6

                               શ્રાવણ માસની કૃષ્ણ પક્ષ છઠના દિવસે રાંધણ છઠ ઉજવવામાં આવે છે.શ્રાવણ પૂર્ણિમાના 6 દિવસ પછી હલષષ્ઠી ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને ખેડૂતો દ્વારા ચંદ્રષષ્ઠી, બળદેવ છઠ ઉજવવામાં આવે છે. આ દિવસે હળ, મુસળી અને બળદની પૂજા કરવામાં આવે છે. આ દિવસે હળ વડે ખેડેલા અનાજ અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવતો નથી.

                        મહાભારત કાળમાં    ભગવાન કૃષ્ણના મોટાભાઇ બલરામજી જેને શેષનાગનો અવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ  આ દિવસે થયો હતો એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી રાંધણછઠ્ઠની ઉજવણી કરી ઉપવાસ કરે છે.

રાંધણછઠ F8Eb494E Ca5E 4Fdf A856 09D742D27A25 Cc1D05B2 97F2 471A 92A1 8Df627Ef1Cbd Cmprsd 40

  રાંધણ છઠ કેવી રીતે ઉજવવામાં આવે છે ?

આ તહેવાર ભારત ના અલગ-અલગ રાજ્યમા જુદા જુદા નામે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તેને રાંધણછઠ્ઠ તો ક્યાંક આ દિવસને હલષષ્ઠી, હળછઠ્ઠ, હરછઠ્ઠ વ્રત, ચંદન છઠ્ઠ, તિનછઠ્ઠી, તિન્નિ છઠ્ઠ, લલહી છઠ્ઠ, કમર છઠ્ઠ, અથવા ખમર છઠ્ઠના નામથી પણ ઓળખવામાં આવે છે. હળછઠ્ઠ અથવા રાંધણ છઠ્ઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીનાં વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા મેવા ભરે છે.

ગુજરાતમાં આ દિવસે રાંધણ છઠ્ઠનો તહેવાર મનાવવામાં આવે છે. રાંધણ છઠ્ઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઇ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠ્ઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલ ઠંડું ભોજન ગ્રહણ કરવામાં આવે છે.Images 1

રાંધણ છઠ્ઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે. આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠ્ઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે. જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે.

આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠ્ઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

રાંધણ છઠના દિવસે શું કરવું  ?

રાંધણ છઠ્ઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે. અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધી પૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે, માટે રાંધણછઠ્ઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે. અને શરીર એકદમ નીરોગી બની રહે છે.

3685 Shitala Mata 01

 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.