Abtak Media Google News

IPCની કલમ 498 A દહેજ પરેશાન મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આવા કેસમાં ધરપકડ કરવી કે નહીં તે નક્કી કરવાનો અધિકાર પાછો પોલીસને આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક રાજ્યમાં DGP આ મુદ્દે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં જાગરૂકતા ફેલાવે અને તેઓને જણાવે કે સુપ્રીમ કોર્ટે ધરપકડને લઈને જે સિદ્ધાંત આપ્યાં છે તે શું છે.

ધરપકડ પહેલાં દહેજ કેસની તપાસ માટે સિવિલ સોસાયટીની કમિટી બનાવવાની ગાઇડલાઈનને હટાવવામાં આવી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે પતિ અને તેના સંબંધીઓને સંરક્ષણ કરવા માટે જામીન તરીકે અદાલતની પાસે અધિકાર રહેલાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ જો આ પ્રકારનાં ગુનાકિય કેસની તપાસ માટે સિવિલ કમિટી નિયુક્ત ન કરી શકે, તેની મંજૂરી ન આપી શકાય.

સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજની બેંચે બે જજની બેંચના ચુકાદાનું સંશોધન કર્યું અને કહ્યું કે આ પ્રકારે કોર્ટ કાયદાની ખામીઓને ન ભરી શકે. આ કાર્યપાલિકા દ્વારા કાયદો લાવીને જ કરવો સંભવ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંને પક્ષો વચ્ચે બેલેન્સ બનાવવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટે ફરી કહ્યું કે જો બંને પક્ષમાં સમજૂતી થાય છે તો કાયદા મુજબ તેઓ હાઈકોર્ટ જઈ શકે છે. જો પતિ પક્ષ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરે છે તો કેસની તે દિવસે જ સુનાવણી કરી શકાય છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી 7 મહત્વની વાત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.