Abtak Media Google News

દેશના વિવિધ રાજયોના રાજકારણીઓ પર ૪,૧૨૨ ફોજદારી કેસો લાંબા સમયથી પડતર; કર્ણાટક અને પંજાબના મુખ્યમંત્રી સામેના કેસોમાં હજુ પણ આરોપનામું ઘડાયું નથી

દેશભરનાં રાજકારણીઓ પર લાંબા સમયથી પડતર ૪,૧૨૨ ફોજદારી કેસોની ઝડપથી સુનાવણી કરવા સુપ્રિમ કોર્ટે દેશભરની હાઈકોર્ટોને તાકીદ કરી છે. સમય મળ્યે ચલાવવાના વલણથી નજર અંદાજ કરાયેલા રાજકીય નેતાઓ પરના કેસોની સુનાવણી ઝડપથી ચલાવવા માટે સેશન્સ કોર્ટો અને તેના માટે જજો પૂરતી સંખ્યામાં ફાળવવાની સુપ્રિમે જણાવ્યું હતુ સુપ્રિમ કોર્ટે આ મુદે તેમની સામે રજૂ થયેલા અહેવાલ બાદ આ તાકીદ કરી હતી.

વરિષ્ટ અદાલતમિત્ર વિજય હંસારીયાએ સુપ્રિમ કોર્ટને રજૂ કરેલા એક અહેવાલમાં જણાવાયું હતુ કે દેશના વિવિધ રાજયોનાં સાંસદો, અને ધારાસભ્યો સામે ૪,૧૨૨ ફોજદારી કેસો પડતર છે જેમાંથી ૨,૩૨૪ ફોજદારી કેસો વર્તમાન ધારાસભ્યો સામે પડતર છે.જેમાથી કેટલાક કેસો તો ત્રણ દાયકા જેવા લાંબા સમયથી પડતર છે. જેમાના મુખ્ય કેસો કર્ણાટક અને પંજાબના વર્તમાન મુખ્યમંત્રીઓ સામે પડતર છે. કર્ણાટકની લોકાયુકત પોલીસે ગયા વર્ષે ૧૬ મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામી સામે આજીવન કેદની સજા થાય તેવી કલમો હેઠળ એફઆઈઆર દાખલ થઈ હતી.

જયારે, પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસીંગ સામે ૨૩ માર્ચ ૨૦૦૭ના રોજ ભ્રષ્ટાચાર સહિતની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. પરંતુ હજુ સુધી આ બંને કેસોમાં ટ્રાયલ કોર્ટે હજુ સુધી આરોપો ઘડવામાં આવ્યા નથી. હંસારીયા અને વકીલ રઝેહા કાલિતાએ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ એસ.કે.કૌલ અને કે.એમ. જોસેફની બેન્ચને જણાવ્યું હતુ કે રાજકારણીઓ સામેના પડતર ૪,૧૨૨ ફોજદારી કેસોમાંથી ૧,૯૯૧ કેસોમાં હજુ સુધી આરોપો ઘડવામાં આવ્યા નથી અને આજીવન સજાની જોગવાઈ હોય તેવા ૧૮૦ વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો સામેના ૪૩૦ કેસોમાં હજુ સુધી આરોપો ઘડવામાં આવ્યા નથી.

અદાલત મિત્રએ તે માટે દેશના વિવિધ રાજયોના ૪૪૦ જિલ્લાઓમાં ૪,૧૨૨ કેસો પડતર છે. જયાં સેશન્સ કોર્ટો અને જજો ફાળવવા ભલામણ કરી હતી જેથી, રાજકારણી અને ગુન્હેગારોના સંગઠ્ઠનની ઉગ્ર નોંધ લઈને આ લાંબા સમયથી પડતર કેસોનો ઝડપી નિકાલ લાવવા બેંચે તાકીદ કરી હતી જેમા રાજકારણીઓ મેના પડતર કેસોના નિકાલ માટે દરેક જિલ્લામાં એક સેશન્સ કોર્ય અને એક મેજીસ્ટ્રેટ કોર્ટની રચના કરવાના બદલે દરેક હાઈકોર્ટને ફોજદારી કેસો અલગ અલગ સેશન્સ કોર્ટોને ફાળવવા અને તે માટે જજો ફાળવવા તાકીદ કરી હતી.

રાજકારણીઓ સામે ગુન્હાખોરીના ગુનાના કેસમાં ઝડપી સુનાવણી કરવાનો લક્ષ્યાંક સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટને સંસદસભ્યો, ધારાસભ્યો અને પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામે આજીવન કેદની સજા વાળા કેસોને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતુ જયારે અદાલતો માટે પાંચ કે તેથી વધુ વર્ષોની જેલની સજા જેવા ગંભીર ગુન્હાને બીજી પ્રાથમિકતા આપવા તાકીદ કરાય છે.

બિહાર અને કેરલના વર્તમાન ધારાસભ્યો સામેના મહત્વના કેસોમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સીજેઆઈના નેતૃત્વવાળી બેંચે આ બે રાજયોના ધારાસભ્યોની કેસોની સુનાવણી માટે વિશેષ પ્રક્રિયા કરી હતી બિહાર અને કેરલના જિલ્લાઓમાં નિયુકત કરાયેલી અદાલતો હાઈકોર્ટને માસિક અહેવાલ સુપરત કરશે જયાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા નથી હાઈકોર્ટે આ અદાલતની રજીસ્ટરીને અદાલત મિત્રને એક નકલ સાથે આપેલા રિપોર્ટમાં જણાવાયું હતુ કે આ અહેવાલો પસાર કરવા, વિનંતી છે. અને અદાલતમા યોગ્ય રીતે માહિતી આપીને આગામી તારીખ અને સુનાવણી પર અદાલતની મદદ કરી છે. સુપ્રિમ કોર્ટે આ મુદે વધુ સુનાવણી ૧૪મી ડીસેમ્બરે કરવાનું ઠરાવ્યું છે. સાથે સ્પષ્ટ કર્યું છે કે સુપ્રિમ કોર્ટ દ્વારા સ્થાપેલી ૧૨ વિશેષ કોર્ટો અગાઉ સોંપાયેલી કામગીરી મુજબ કાર્યરત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.