Abtak Media Google News

સ્થાળાંતરીતોની હિજરતના કારણે દેશભરમાં કોરોનાની સ્થિતિ વકરી: પાંચ જ દિવસમાં ૧પ૦૦૦ નવા કેસો નોંધાતા તંત્ર ચોંકયું

કોરોના વાયરસના ઝડપભેર થતાં સંક્રમણની વિશ્ર્વના મોટાભાગના દેશોના લાખો લોકો સંક્રમિત થયા છે આ સંક્રમણથી હજારો લોકોના મૃત્યુ થતા વિશ્ર્વભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જયારે કોરોનાના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકારે અગમચેતીના ભાગરૂપે દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કર્યો હતો. લોકડાઉનના નિર્ણયથી સમગ્ર દેશ થંભી જતા કોરોના વાયરસના સંક્રમણનો ઝડપ ઘટી પામી હતી. જેથી, આ લોકડાઉન-૩ માં ડરી ગયેલા સ્થાનાતરીતોને તેમના વતન પરત મોકલવાની સરકારે છુટ આપી હતી. દેશભરમાંથી સ્થાનાતરીતોની મોટી સંખ્યામાં વતન તરફ હિજરત શરૂ થતાં કોરોના બોમ્બ ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. છેલ્લા ચાર દિવસમાં જ કોરોનાના નવા ૧પ હજારકેસો નોંધાતા અને દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો પપ હજારને પાર કરી જતાં તંત્ર આ સ્થિતિને કાબુમાં કેવી રીતે લેવી તે મુદ્દે બેબાકળુ બની જવા પામ્યું છે.

દેશમાં કોરોનાના સઁક્રમણનો પ્રારંભ થતાની સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનની ધારી અસર થઇ ગઇ હોય તેમ દેશમાં ૪૦ દિવસમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં દરરોજના હજાર કેસોની સરેરાશથી ૪૦ હજારએ પહોંચી હતી. જે સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, અમેરિકા વગેરે જેવા દેશોમાં કોરોના વાયરસના ફેલાવવાની સંખ્યાના પ્રમાણમાં ખુબ જ ઓછી હોય વિશ્ર્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ.એચ.ઓ. એ પણ ભારત સરકારના લોકડાઉનના પગલાને આવકાર્યુ હતું. પરંતુ નોકરી, ધંધા, વ્યવસાય કે અભ્યાસ માટે દેશના બીજા વિસ્તારોમાં વસવાટ કરતા રપ ટકા સ્થાનાતરીતોના વતન પરત જવાની ઉતાવળના કારણે દેશમાં કોરોનાની સ્થિતિ કથળી જવા પામી છે. સ્થાંનાતરીતોને તેમના વતના જવાની છુટ અપાતા દરરોજ ત્રણ હજાર નવા કેસો આવવા લાગતા દેશમાં છેલ્લા પાંચ દિવસમાં ૧પ હજાર નવા કેસો નોંધાયા છે.

ગઇકાલે દિલ્હીમાં એક જ દિવસમાં કોરોનાના દેશમાં સૌથી વધારે ૪૪૮ નવા કેસો નોંધાયા હતા. જે બાદ દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખયા ૫,૯૮૦ એ પહોંચી જવા પામી છે. ગઇકાલે એક દર્દીનું સારવાર દરમ્યાન મુત્યુ થતા દિલ્હીમાં કોરાનાથી થયેલા મૃતોની સંખ્યા ૬૬ થઇ જવા પામી છે.

મહારાષ્ટ્રમાં પણ ગઇકાલે ૧ર૦૦ નવા કેસો નોંધાયા હતા. ઉપરાંત કોરોનાના ૪૩ દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા. જેથી, દેશમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુમાં સૌથી વધારે ૧૦૬ દર્દીઓના મૃત્યુ મહારાષ્ટ્રમાં નવા પામ્યા છે. ગઇકાલે મુંબઇમાં જ રપ કોરોના દર્દીઓના મૃત્યુ થતા તંત્ર ચોંકી ઉઠયું હતું.

જો કે, કોરોનાના કેસોમાં રીકવરીના પ્રમાણ દેશમાં યથાવત રહેવા પામ્યું છે. દેશભરમાં ૧૬,૬૦૦ કરતા વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. જે દેશમાં કુલ કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યાના ૩૦ ટકા જેટલો છે. જે વિશ્ર્વભરના દેશોમાં કોરોનામાં રીકવરીનું પ્રમાણની ટકાવારીમાં સૌથી વધારે છે. તમિલનાડુ અને ગુજરાત આ બે રાજયોમાં પણ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

તમિલનાડુમાં ગઇકાલે ૫૮૦ અને ગુજરાતમાં ૩૮૮ નવા કેસો નોંધાયા છે. ૧૪ તેલગાંણામાં ગઇકાલે ૧પ નવા કેસો નોંધાતા રાજયમાં પોઝિટીવ કેસોની સંખ્યા ૧,૧રર એ પહોંચી છે આંધ્રપ્રદેશમાં ૫૬ નવા કેસો સાથે ૧,૮૩૩ કેસો નોંધાયા છે. આંધ્રપ્રદેશમાં બે લોકોના ગઇકાલે મૃત્યુ થવા પામ્યા છે. બિહારમાંઆઠ નવા કેસો સાથે પપ૦ કેસો, રાજસ્થાનમાં ૧૧૦ નવા કેસો સાથે ૩૪ર૭ કેસો નોંધાયા છે. જયારે કેરલમાં સતત બીજા દિવસે કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

ગુજરાતમાં વધુ ૩૮૮ કોરોના સંક્રમિત: ર૯ના મોત

ગુજરાતમાં છેલ્લા સાત દિવસથી સતત ૩૦૦ થી વધુ કોરોનમા પોઝિટીવ કેસ નોંધાયા છે. ગઇકાલે વધુ રાજયમાં ૩૮૮ પોઝિટીવ કેસ નોંધાયા છે. અને ર૯ના મોત નિપજયા છે જેમાં ફકત અમદાવાદ જીલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ગઇકાલે અમદાવાદમાં વધુ ર૭૫ પોઝિટીવ કેસ અને ર૩ કોરોનાગસ્ત દર્દીના મોત નિપજયા છે. રાજયમાં કુલ કોરોના પોઝિટીવ કેસની સંખ્યા ૭૦૦૦ ને પાર પહોંચી છે અને મૃત્યુઆંક પ૦૦ નજીક પહોંચી રહ્યો છે.રાજયમાં અમદાવાદ સિવાય અરવલ્લીમાં રપ, સુરતમાં ૪પ અને વડોદરામાં ૧૯ વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજયમાં છેલ્લા સાત દિવસથી સતત ૩૦૦ થી વધુ કોરોના પોઝિટીવ કેસ નોંધાઇ રહ્યા છે. ગુજરાતના મૃત્યુદરમાં ૭૫ ટકા મૃત્યુ માત્ર અમદાવાદમાં જ નોંધાઇ રહ્યા છે. રાજયભરમાં કોરોના ટેસ્ટીંગનો આંકડો એક લાખને પાર પહોચ્યો છે. જેમાં અત્યાર સુધી ૭૦૧૩ પોઝિટીવ કેસ અને ૪૯૧ ના મોત નિપજયા છે. અત્યાર સુધી રાજયના ૩૨ જીલ્લાઓમાં કોરોનાએ દર કલાકે ૧૧ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાઇ રહ્યા છે. અમદાવાદમાં મૃત્યુઆંક ૩૦૦ ની નજીક પહોંચી રહ્યો છે.

અમદાવાદથી આવેલા લોકોને કારણે સૌરાષ્ટ્રમાં કોરોનાનું જોખમ વધ્યું

રાજ્યભરમાં કોરોનાની મહામારીને અટકાવવા માટે લોકડાઉન અમલ કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના કોરોનામાં એપિસેન્ટર સેન્ટર બનેલા અમદાવાદ માંથી ઘણા લોકો અન્ય જિલ્લાઓમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, કોડીનાર અને જામનગરમાં પાંચ લોકો અમદાવાદથી આવ્યા બાદ બે મહિલા સહિત પાચના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે અત્યાર સુધી અમદાવાદ થી આવેલા ૭ લોકોને કોરોનાનો ચેપ હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગઈ કાલે રાજકોટમાં મનહર પ્લોટમાં રહેતા વેપારી અમદાવાદ રોકવા ગયા બાદ લોકડાઉનમાં ફસાયા હતા.

જેઓ કોઈ મંજૂરી વગર રાજકોટ આવ્યાની જાણ આરોગ્ય વિભાગને થતા તેમના સેમ્પલ મેળવી રિપોર્ટ કરવામાં આવતા યુવાન કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.

જ્યારે કોડીનારમાં પણ વિરાટનગરમાં રહેતો યુવાન ગત તા. ૬ના અમદાવાદ થી કોડીનાર શહેરમાં પ્રવેશતા તંત્ર દ્વારા ફેસિલિટી કોરેન્ટાઇન કરી સેમ્પલ ની ચકાસણી કરતા તેને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

જામનગરમાં પણ અમદાવાદથી અને ખમભાળિયાથી ઘુસેલી બે મહિલાઓને તંત્રને મોડેથી જાણ થતાં આરોગ્ય વિભાગ દ્વારા બન્ને મહિલાઓને કોરેન્ટાઇન કરી સેમ્પલના મેળવતા બન્ને મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં અમદાવાદથી ઘુસેલા સાત લોકો કોરોના સંક્રમણમાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.