Abtak Media Google News

કોરોના સંક્રમણના આ દૌરમાં અત્યારે એક તરફ દર્દીઓની સંખ્યા અને મૃત્યુદરમાં ઉછાળો દેખાઈ રહ્યો છે ત્યારે જૂના દર્દીઓ માટે ફરીથી ઉથલાનો ડર ઘટાડતા સંશોધનમાં શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ચીવટ રાખવામાં આવે તો જૂના દર્દીઓને ડરવા જેવું નહીં રહે

ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોવિડ-૧૯ કોરોના મહામારીને હજુ પુરેપૂરૂ ઓળખવામાં વિશ્ર્વનું તબીબ જગત મથામણ કરી રહ્યું છે. રશિયાએ બનાવેલી સ્પુટનીક-વી રસી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે અઘરી કવાયત શરૂ થઈ રહી છે ત્યારે કોરોના થયા બાદ દર્દીઓને કેટલી સાવચેતી રાખવી અને આ રોગચાળો પાછો ક્યારે ઉથલો મારે તેના પર સંશોધન થઈ રહ્યું છે. એક તરફ કોરોનાનો રોગચાળો વધુ ઘાતક તબક્કામાં પહોંચી રહ્યો છે. સંક્રમણનો દર અને મૃત્યુદરમાં ઉછાળો આવ્યો છે તેવા સંજોગોમાં એક વખત કોરોના થયો હોય તેવા દર્દીઓ માટે સારા સમાચાર એ છે કે આ વાયરસનો ઉથલો પાંચ મહિના સુધી પાછો નહીં લાગે.

એરીઝોના યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં ૬,૦૦૦ સંક્રમિત લોકોમાં એન્ટીબોડી અંતસ્ત્રાવો ઉત્પન્ન કરવાની પ્રક્રિયાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ રોગનો ઉથલો ૫ મહિના સુધી થતો નથી. એરીઝોનાના ભારતીય મુળના પ્રાધ્યાપક દિપ્તા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના સંક્રમણ પછી પાંચથી સાત મહિના પછી આ રોગ પાછો ઉથલો મારતો નથી. અમે કરેલા એક અભ્યાસ અને સંશોધનમાં રોગપ્રતિકારક શક્તિની સ્થિતિ અને પરિસ્થિતિના અભ્યાસમાં ઓછામાં ઓછા ૫ મહિના સુધી શરીરમાં પ્રવેશેલા કોરોનાને દાબી શકાય છે. પ્રો.જેનકો નિકોલીજે જણાવ્યું હતું કે, રોગપ્રતિકારક શક્તિ સંબંધી આ અહેવાલમાં એક વખત વાયરસજન્ય કોષ શરીરમાં ઉત્પન્ન થયા બાદ શરીરની રોગપ્રતિકારક શક્તિ તેનો પ્રતિઘાત કરવા લાગે છે અને તેને ડામી દીધા બાદ લાંબા સમય સુધી તેમને ફરીથી બેઠો થવા દેતો નથી. આવા એન્ટીબોડી તત્ત્વોનું સંક્રમણ ૧૪ દિવસ બાદ દેખાય છે. રોગપ્રતિકારક શક્તિના બીજા તબક્કામાં કોષના પ્લાઝમામાં એન્ટીબોડી રોગપ્રતિકારક શક્તિ ત્વરીતપણે ઉભી થાય છે.

એક વખત કોરોના શરીરમાં પ્રવેશી ગયા પછી નેગેટીવ રિપોર્ટ આવ્યા બાદ ઓછામાં ઓછા પાંચ થી સાત મહિના સુધી શરીરની રોગપ્રતિકારક શક્તિના કારણે તે ઉથલો મારી શકતું નથી અને કોવિડ-૨ના વાયરસને તે ડામી રાખે છે. આ સંશોધન માત્ર તેની નિશ્ર્ચિત શક્તિ જ નહીં પરંતુ કોવિડ-૧૯ સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ ક્યાં સુધી કામ કરે છે તે સ્પષ્ટ કરે છે. અગાઉ થયેલા સંશોધનમાં રોગપ્રતિકારક શક્તિ ત્વરીત પણે ઘટતી હોય તેવું જાણવા મળ્યું હતું. એક વખત શરીરમાં કોરોનાનો ચેપ ઘુસી ગયા બાદ તે રોગપ્રતિકારક શક્તિને ઘટાડી દેતુ હતુ અને તેને પુન: સ્થાપિત કરવા માટે લાંબો સમય લાગતો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ નવા સંશોધનમાં એરીઝોના યુનિવર્સિટીના અભ્યાસમાં એવું સ્પષ્ટ બન્યું છે કે, એક વખત કોરોના વાયરસ કાબુમાં આવી ગયા પછી પાંચ મહિના સુધી તે ઉથલો મારતો નથી. જે લોકો એક વખત કોરોના વાયરસનો ચેપ લાગી ગયો તેને ૧૭ વર્ષ સુધી સાવચેતી રાખવી પડે. જો કોઈપણને કોરોના થયો હોય તો તેના માટે ઓછામાં ઓછા ૨ થી ૩ વર્ષ તો સાવચેત રહેવાનું જ રહ્યું. એક વખત કોરોના મટી ગયા પછી તે પાંચેક મહિના સુધી ફરીથી ઉથલો મારતો નથી.

અત્યારે સમગ્ર વિશ્ર્વ અને ખાસ કરીને ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા અને મૃત્યુદર વધી રહ્યો છે. તેવા સંજોગોમાં સાવચેતી અનિવાર્ય છે ત્યારે રિકવરી દર પણ ઉંચે જઈ રહ્યો છે તેવા સંજોગોમાં કોરોનાના દર્દીને રિપોર્ટ નેગેટીવ આવ્યા પછી ૫ કે ૭ મહિના સુધી કોરોનાનો ઉથલો લાગતો નથી. કોરોનાના આ વાયરસ વચ્ચે રાહતરૂપ ગણી શકાય. કોરોનાના દર્દીઓને અલગ અલગ પ્રકારની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. અત્યારે શિયાળાની સીઝનમાં કહેવાય છષ કે, આ રોગચાળાની વ્યાપકતાનો ડર સવિશેષ રહે છે. પરંતુ વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો શિયાળામાં હવા વધારે ભારે હોય છે. તેનાથી કોવિડ-૧૯ના વાયરસનું સંક્રમણ ધીરૂ પડી જાય. એક તરફ કોરોનાને શરદીનો રોગચાળો કહેવાય છે તો બીજી તરફ જો હવાની ઘનતા કોરોનાને વહન થતાં અટકાવવાનું કારણ બનતી હોય તો શિયાળામાં કોરોનાની ઝડપ ઘટી પણ શકે. કોરોના ઓચિંતી બહેરાશ લાવી દે છે

સમગ્ર વિશ્વમાં ચીનના વુહાનમાંથી ફેલાયેલા કોવિડ-૧૯ વાયરસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે હજુ આ મહામારી માનવજાતનો પીછો ક્યારે છોડશે તે નક્કી નથી. કોરોના થયા પૂર્વે અને થયા પછીની પરિસ્થિતિ અને સાઈડ ઈફેકટ વિશે પણ હજુ પુરો અભ્યાસ થયો નથી. પરંતુ કોરોનાથી બહેરાશ સહિતની ઘણી સમસ્યાઓનો ભોગ દર્દીઓને બનતું પડતું હોવાનું બહાર આવ્યું છે. દર્દીઓને અલગ અલગ પ્રકારની સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. ક્યાં ક્યાં પ્રકારની તકલીફો ઉભી થાય છે તેનો ઈલાજ શું તેના ઉપર સતત સંશોધન થઈ રહ્યું છે. સાઈડ ઈફેકટના કારણોમાં દવાનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિની અવ્યવસ્થા જેવા કારણો જોવા મળે છે. ઈંગ્લેન્ડની યુનિવર્સિટીએ કરેલા અભ્યાસમાં કોરોનાના દર્દીઓને સૌથી વધુ કાનમાં બહેરાશની સમસ્યા થતી હોવાનું બહાર આવ્યું છે. એક સંશોધનમાં ઈંગ્લેન્ડની નાક, કાન, ગળાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ કાનની બહેરાશની સમસ્યાથી સૌથી વધુ પ્રમાણમાં આવે છે. ત્રીસ જ દિવસમાં કોરોનાના દર્દીઓને સાંભળવાની સમસ્યાનો ભોગ બનવું છે. શ્ર્વાસનળીની નબળાઈ વધુ પડતી એન્ટીબાયોટીક દવાઓ અને શરીરની રોગ પ્રતિકારક શક્તિના ઘટાડાને કારણે કોરોનાના દર્દીઓ અને કોવિડ-૧૯ના વાયરસથી સાંભળવાની શક્તિમાં મુશ્કેલીઓ પડે છે. કોરોના થયા પછી દર્દીઓમાં આવતી સમસ્યાઓમાં સૌથી વધુ સમસ્યા બહેરાશની હોય છે. અત્યારે શિયાળામાં શરદીની ઋતુમાં કોરોના વધશે કે ઘટશે તે ચિંતાનો વિષય બન્યો છે. શિયાળામાં વાતાવરણમાં હવાની ઘનતા વધુ હોવાથી તે વાયરસના સંક્રમરનો વેગ ઘટાડી શકે તેવી એક માન્યતા છે જો આ સાચુ હોય તો શિયાળામાં કોરોનાના સંક્રમણમાં રાહત પણ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.