Abtak Media Google News

કનેક્ટિંગ કલાસરૂપ અંતર્ગત ઈંગ્લેન્ડના સન્ડરલેન્ડ સિટીની સેન્ટ એન્થનિક ગર્લ્સ એકેડમીના વિદ્યાર્થીઓ પંચશીલ સ્કુલના મહેમાન બન્યા

કલ્ચર ડોકયુલર અક્ટિવીટીને એકસચેન્જ કરવાની હોય તેથી ત્યાંનું ડેલીગેશન પંચશીલમાં આવે અને પંચશીલનું ડેલીગેશન નોર્થ ઈગ્લેન્ડની સ્કૂલમાં જાય છે

રાજકોટમાં આવેલ પ્રખ્યાત પંચશીલ સ્કૂલ ખાતે આજરોજ ઈગ્લેન્ડના સન્ડરલેન્ડ સીટીની સેન્ટ એન્થનીઝ ગર્લ્સ એકેડમીના કો. ઓર્ડિનેટર મીસ સોફી, ગર્વનર માઈકલ ફલોરસ, અને ૩ વિદ્યાર્થીઓનું પ્રતિનિધિ ૭ દિવસ માટે શાળાની મુલાકાતે આવેલ છે. જેમાં તેઓ આજરોજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર સ્વાગત કરવામાં આવ્યુંહતુ આ તકે રાજકોટના જાણીતા રવિ ટેકનોફોર્સનાં અમૃતલાલ ભારદીયા સહિતના મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ડેલીગેટસનું સ્વાગત કર્યું હતુ

અબતક સાથેની વાતચીત દરમિયાન પંચશીલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વડોદરીયા એ જણાવ્યું હતુકે આજે અમારી પંચશીલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયા એ જણાવ્યું હતુ કે આજે અમારી પંચશીલ સ્કુલના આંગણે નોર્થ ઈગ્લેન્ડની સેન્ટ એન્થનીઝ ગર્લ્સ એકેડમી સન્ડર્બેન્ડ સીટી ત્યાંથી ડેલીગેશન આવેલ છે.જેમાં સ્કૂલના કોર્ડીનેટર સોફક્ષ કઝીન સહિત ત્રણ વિદ્યાર્થીઓ સ્કુલના ગર્વનર મીસ્ટર માઈકલ ફલોરસ પણ આવેલ છે. આ ડેલીગેશનનો પંચશીલ સ્કુલ સાથે ૨૦૧૩થી નાતો છે.

બ્રિટીશ ગર્વમેન્ટની એક સંસ્થા બ્રિટીશ કાઉન્સીલનો પ્રોજેકટ કનેકટીંગ કલાસરૂમ અંતર્ગત દુનિયાની કોઈપણ બે ક્ધટ્રીઝના કલાસરૂમને કનેકટ કરવાના હોય તે થકી બંનેના કલ્ચર ડોકયુલર એકટીવીટીને એકચેંજ કરવાની હોય તેથી ત્યાંનું ડેલીગેશન પંચશીલમાં આવે અને પંચશીલનું ડેલીગેશન નોર્થ ઈગ્લેન્ડની સ્કૂલમાં જાય છે.પંચશીલ સ્કૂલનું નોર્થ ઈગ્લેન્ડની પાંચ સ્કુલ ખાતે કનેકશન છે. પંચશીલ સ્કૂલમાં ગુજરાતી માધ્યમ છે પરંતુ અમે વિદ્યાર્થીઓને ગ્લોબલ લેવલનું એજયુકેશન આપવાનો પ્રયત્ન કરીએ છીએ આ કનેકશન અમારૂ ઓફીશ્યલ છે. આ ડેલીગેશન સાત દિવસ રોકાઈ આપણી સંસ્કૃતિ, ગરબા, મહેંદી સહિતની પ્રવૃત્તિઓ શિખવશે અને તે લોકો ત્યાંની સંસ્કૃતિ, પ્રવૃત્તિઓ અમારા બાળકોને શિખવશે.

અબતક સાથેની વાતચીત દરમિયાન ઈગ્લેન્ડના સેન્ટ એન્થનીઝ ગર્લ્સ એકેડમીના કો. ઓર્ડિનેટર મીસ સોફીએ જણાવ્યુંં હતુ કે હું પંચશીલ સ્કૂલમાં ત્રીજી વખત આવી રહી છું મને ઈન્ડીયન કલ્ચર ખૂબજ પસંદ છે. તેમાં પણ ગુજરાતી ગરબા આજે અમારૂ ખૂબજ સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું. પંચશીલ સ્કુલમાં આવી બાળકો સાથે વાતો કરી તેમની પ્રવૃત્તિઓ શીખી તેમને અમારા કલ્ચર વિશે શિખવીને ખૂબજ આનંદ આવે છે.

સાત દિવસ દરમિયાન અમે તેમની પાસેથી ઘણુ શિખીશું અને તેમને અમે પણ ઘણું શિખવાડીશું.

અબતક સાથેની વાતચીત દરમિયાન ઈગ્લેન્ડની સેન્ટ એન્થનીક ગર્લ્સક એકેડમીના ગર્વનર માઈકલ ફલોરેસ એ જણાવ્યું હતુ કે અમે પંચશીલ સ્કુલમાં સાતમી વખત આવી રહ્યા છીએ અને આજે ગુજરાતી પરંપરાગત રીતે અમારૂ સ્વાગત કરવામાં આવ્યું. કનેકટીંગ કલાસરૂમ પ્રોજેકટ અંતર્ગત અમે લોકો અમારી સંસ્કૃતિ, પ્રવૃત્તિઓ એક બીજા સાથે આદાન પ્રદાન કરીએ છીએ અમે અહીયા ગરબા-કાઠીયાવાડી જમવાનું, મહેંદી સહિતની ઘણી પ્રવૃત્તિઓ કરીએ છીએ અને ખૂબજ સુંદર અનુભવ કરીએ છીએ અમે બાળકો અમારી નોર્થ ઈસ્ટ લેગ્વેજ, મ્યુઝીક સહિતની પ્રવૃત્તિઓ શિખવાડીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.