Abtak Media Google News

વર્ષ 2019 થી જ ડ્રિલિંગ કામગીરી ચાલી રહી છે જે પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત સામે આવશે

રાજસ્થાનના નાગૌર જિલ્લાના દેગાણા શહેર પાસે લિથિયમનો વિપુલ ભંડાર મળી આવ્યો હોવાનું વિવિધ સમાચારપત્રોમાં જણાવવામાં આવ્યું હતું.  દાવા અનુસાર રાજસ્થાનમાં મળેલો લિથિયમનો આ જથ્થો તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં મળી આવેલા અંદાજિત 5.9 મિલિયન ટનના જથ્થાં કરતાં અનેક ગણો વધારે હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સૂત્રોએ આ વાતને ભ્રામક ગણાવી હતી અને કહ્યું હતું કે, આવો કોઈ જ જથ્થો હજુ શુધી મળ્યો નથી.

Advertisement

પરંતુ એ વાસ્તવિકતા છે કે , હાલ ભારતે લીથીયમ માટે ચીન પરની  નિર્ભર રહેવું પડે છે. હાલમાં લિથિયમના પુરવઠા માટે ભારત સંપૂર્ણ રીતે વિદેશી આયાત પર ખાસ કરીને ચીન પર નિર્ભર છે. 2020-2021 દરમિયાન ભારતે 6,000 કરોડનું લિથિયમ આયાત કર્યુ હતું, જેમાંથી 3,500 કરોડનું લિથિયમ ચીનમાંથી આયાત કરાયું હતું. લિથિયમ એ એક નોન-ફેરસ મેટલ છે જેનો ઉપયોગ સ્માર્ટફોન્સ, લેપટોપ્સ અને ઈલેક્ટ્રિક વેહિકલ્સની રીચાર્જેબલ બેટરી બનાવવામાં થાય છે.

લિથિયમ-આયન બેટરીઝની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો ઉપયોગ અમર્યાદિત છે. બેટરીમાં ઉપયોગમાં લેવાતું લિથિયમ રિસાઈકલ કરી તેને નવા બેટરીપેકમાં ઉપયોગમાં લઈ શકાય છે. એક અંદાજ પ્રમાણે 2027-28 સુધીમાં વૈશ્વિક સ્તરે 3,000 ગીગા હર્ટ્સ લિથિયમ આયન બેટરીઝનું ઉત્પાદન થશે. રાજસ્થાનના નાગોર જિલ્લામાં વર્ષ 2019 થી ડ્રીલિંગ કામગીરી હાથ ધરાઈ રહી છે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારે લિથિયમનો જથ્થો મળ્યો નથી જ્યારે આ કામગીરી પૂર્ણ થશે

ત્યારબાદ જ સાચી હકીકત સામે આવશે કે રાજસ્થાનમાં લિથિયમનો જથ્થો છે કે કેમ ? રાજસ્થાનમાં લિથિયમનો જથ્થો મળી આવ્યો હોવાની વાત કોણે કહી તેના ઉપર હાલ પ્રશ્નાર્થ મૂકવામાં આવ્યો છે કારણ કે જીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ અંગેની માહિતી કોઈપણ પ્રકારે રીજનલ હેડ કોટર અથવા તો સેન્ટ્રલ હેડકવાદર થી મળી નથી કે આપવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.