Abtak Media Google News

આ એપ્રિલ ફૂલ નથી

પ્રતિ લીટર દુધના ભાવમાં બે થી લઇ ચાર રૂપિયાનો વધારો: નવો ભાવ વધારો આજથી અમલી

ચારે બાજુથી મોંધવારીથી પિસાઇ રહેલી ગુજરાતની જનતાને અમૂલ ડેરીએ મોંધવારીનો ધગધગતો ડામ આપ્યો છે. આજથી અમલમાં આવે તે રીતે અમૂલ ડેરી દ્વારા દુધની કિંમતોમાં પ્રતિ લીટર બે થી લઇ ચાર રૂપિયા સુધીનો તોતીંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં  સ્થાનીક ડેરીઓ દ્વારા છુટક દુધની કિંમતમાં પણ ભાવ વધારો કરવામાં આવશે.

અમૂલ ડેરી દ્વારા નાણાકીય વર્ષના આરંભે જ જનતાને મોંધવારીનો ટેસ્ટ પીરસવામાં આવ્યો છે. વિવિધ બ્રાન્ડની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમૂલ ગોલ્ડ પ00 મીલીની કિંમત રૂ. 31 થી વધારીરૂ. 3ર, અમૂલ શકિત પ00 મીલી પેકેજ ની કિંમત રૂ. 28 થી વધારી રૂ. 29 કરાય છે. અમૂલ ટી સ્પેશ્યલ

1 લીટરના ભાવ 57 રૂપિયાથી વધારી 60 રૂપિયા કરવામાં આવ્યા છે. અમૂલ ગાયના દુધના પ00 મીલીના પાઉચના ભાવ રૂ. ર6 થી વધારી રૂ. ર7 કરાયા છે.

અમૂલ તાજાના પ00 મીલી પાઉચના ભાવ રૂ. રપ થી વધારી રૂ. 26 અને 1 લીટર પાઉચના ભાવ રૂ. 49 થી વધારી રૂ. પર કરવામાં આવ્યા છે. અમૂલ ચા મઝા બ્રાન્ડ દુધના પ00 મીલી પેકીંગના ભાવ રૂ. રપ થી વધારી રૂ. 26 જયારે એક લીટરના પેકીંગના ભાવ રૂ. પ0 થી વધારી રૂ. 52 કરવામાં આવ્યા છે. અમૂલ સ્લિમ એન ટ્રી પ00 મીલી ના પાઉચના ભાવ રૂ. 31 થી વધારી રૂ. 32 કરવામાં આવ્યા છે. અમૂલ ભેંસના દુધના પ00 મીલી પાઉચના ભાવ રૂ. 3ર થી વધારે રૂ.34  કરવામાં આવ્યો છે.

અમૂલ ડેરી દ્વારા કરવામાં આવેલો ભાવ વધારો આજથી લાગુ પડી ગયો છે. અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા, આણંદ, પંચમહાલ અને નર્મદા જીલ્લામાં લાગી પડશે.આગામી દિવસોમાં સ્થાનીક ડેરીઓ દ્વારા પણ લુઝ દુધના ભાવમાં વધારો કરવામાં આવશે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 91.50 નો ઘટાડો

ગેસ કંપનીઓ દ્વારા આજે 19 કિલોનું વજન ધરાવતા કોમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવમાં રૂ. 91.50 નો ઘટાડો કરવામાં આવ્યો છે. જયારે ધરેલું ગેસની કિંમતો યથાવત રાખવામાં આવી છે. ગેસ કંપનીઓ દ્વારા દર મહિનાની પ્રથમ તારીખે ગેસની કિંમતમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આજે 19 કિલો વજન ધરાવતા કોમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જયારે ધરેલું રાંધણ ગેસના સીલીન્ડરમાં ફેરફાર કરવમાં આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.