Abtak Media Google News

ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિની રજૂઆતો રંગ લાવી : કર્મચારીઓના પ્રશ્ર્ન અંગે સરકારનું હકારાત્મક વલણ

ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ, જીબીઆ અને  એજીવીકેએસ દ્વારા છેલ્લા લાંબા સમયથી વિદ્યુત સહાયકના સહાયક તરીકેના સમયગાળા માટે 5 વર્ષ માંથી 2/3 વર્ષ કરવા રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી હતી.

Advertisement

ઊર્જા અને નાણા મંત્રીની હાજરીમાં પ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા અને ભરતભાઈ પંડ્યા, ઊર્જા વિભાગના અધિકારીઓ, લાઈઝન વિભાગના અધિકારીઓ, જીયુંવીએનએલના અધિકારીઓની હાજરીમાં મીટીંગો કરી આ પ્રશ્નનો હલ થયેલ છે.

આ પ્રશ્ન ના હલ માટે જેમનો સિંહ ફાળો છે તેવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલનું સતત  ફોલોઅપ, તર્કબદ્ધ અને ધારદાર રજૂઆત પણ સરાહનીય છે. એરિયર્સ  મેળવવાના સમયે પણ બળદેવભાઈ પટેલ નું સતત ફોલોઅપ રહ્યું હતું.

મીટીંગ દરમ્યાન સહાયક જુનિયર ઇજનેરો માટે 2 વર્ષ મંજૂર કરી અન્ય સહાયકો માટે 3 વર્ષ કરવા માટે જરૂરી પ્રપોઝલ મુખ્યમંત્રી સુધી મોકલવા માટે જણાવવામાં આવેલ. પરંતુ જીબીઆ અને એજીવીકેએસ દ્વારા મક્કમતા રાખી તમામ સહાયકો માટે એકી સાથે નિર્ણય કરવા મંત્રીને જણાવેલ.

ત્યારબાદ મંત્રી અને અધિકારીઓ દ્વારા હકારાત્મક વલણ અપનાવી તેઓ દ્વારા સીએમને રૂબરૂ મળી હકીકત જણાવી આ મંજૂરી મેળવવામાં આવી હતી.આ પ્રશ્ન ના હલ માટે તમામનો જીબીઆ દ્વારા આભાર માનવામાં આવે છે. તેમ જીબીઆના સેક્રેટરી જનરલ બી.એમ. શાહની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.