Abtak Media Google News

સ્વચ્છતા અંગે મુસાફરો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો

રાજકોટ રેલવે ડિવિઝનમાં 16 સપ્ટેમ્બરથી2 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે.ે  રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ  અભિનવ જેફે જણાવ્યું હતું કે આ પખવાડિયા દરમિયાન 19 અને 20 સપ્ટેમ્બર, 2022ના રોજ રાજકોટ રેલવે ડિવિઝનમાં ’સ્વચ્છ ટ્રેન’ થીમ પર મશીનો વડે ટ્રેનો, આંતરિક શૌચાલય અને કોચની સફાઈ કરવામાં આવી હતી. ટ્રેનોમાંથી એકત્ર થતા પ્લાસ્ટિક અને અન્ય કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો સ્ટેશન યાર્ડની સફાઈ કરવામાં આવી હતી.

ટ્રેનનાકોચમાં પાણીના નળનાલીકેજની તપાસ કરવામાં આવી હતી અને તેને તાત્કાલિક સુધારવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ ડિવિઝનમાં ઓખા, હાપા અને રાજકોટ ખાતે આવેલી પીટ લાઈનોમાંટ્રેનોની વ્યાપક સફાઈ કરવામાં આવી હતી.  આ દરમિયાન, ટ્રેન અને રેલવે પરિસરને સ્વચ્છ રાખવા માટે “શું કરવું અને શું નહીં” સંબંધિત પોસ્ટરો ટ્રેનની અંદર લગાવવામાં આવ્યા હતા.  ટ્રેનોમાં ડિવિઝનના કોમર્શિયલ ઇન્સ્પેકટરો દ્વારા મુસાફરો પાસેથી સ્વચ્છતા સંબંધિત સૂચનો અને પ્રતિભાવો લેવામાં આવ્યા હતા અને ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.