Abtak Media Google News
  • પપૈયુ, ટામેટા, કાકડી, ગુલાબ, દહીં, દુધ ત્વચાને પોષણ આપવા, ત્વચાને ચમકદાર બનાવવા ફાયદાકારક
  • સનબર્નથી બચવા ઘર ગથ્થુ ઉપચારમાં પપૈયાનું ફેસ માસ્ક, ગુલાબ-ચંદન ફેસ પેક, ટામેટાનું ફેસ ટોનર, બદામ, દહીંનું સ્કલ, કાકડીનું માસ્ક ઉપયોગમાં લઇ શકાય

ઉનાળામાં કાળઝાળ ગરમીથી સૌ કોઇ પરેશાન છે. ઉનાળામાં બળબળતા તાપથી ત્વચાની ખાસ કાળજી લેવી જરુરી છે. તીવ્ર સૂર્યપ્રકાશ ત્વચાને ઘણી અસર કરે છે. ઉનાળાના બળબળતા તાપ અને પરસેવાની સીધી અસર ત્વચા પર પડે છે. જેથી ધુળ, રજકણ બાઝી જાય છે. ત્યારે ઉનાળામાં ત્વચાની ખાસ કાળજી રાખવા બ્યુટી એકસપર્ટના જણાવ્યા મુજબ ત્વચાને નિખારવા માટે સરળ ઘરગથ્થુ ઉપાય આજમાવી શકાય છે.દિવસભર તીવ્ર સૂર્ય પ્રકાશ ત્વચાને ઘણી અસર કરે છે. જેના કારણે ત્વચા નિર્જીવ દેખાવા લાગે છે.

ઉનાળામાં ખુબ જ પરસેવો વળે છે જેથી ત્વચા તેલયુકત દેખાય છે. જેથી ખીલનું જોખમ વધે છે.ત્યારે ઘરમાં પપૈયા, ગુલાબ, કાકડી, ટામેટા, બદામ, દુધ, દહીં, એલોવેરા વગેરે હોય છે. જેને ત્વચા પર લગાવવાથી ઠંડક મળે છે અને ચહેરા પર ચમક આવે છે.તથા ઉનાળામાં ઘરની બહાર નીકળતા પહેલા સનસ્કીન લગાવવું જોઇએ. સૂર્યના હાનિકારક કિરણોથી ત્વચાને બચાવવા માટે સનસ્કીન લાગવવું જોઇએ.

Screenshot 4 1 1

ઉનાળામાં ત્વચાને તંદુરસ્ત રાખવા  લીલાં શાકભાજી આહારમાં લેવાં જોઈએ : ડો. મોનાલી પંધાર

અબતક સાથેની ટેલીફોનીક વાતચીતમાં ઓપલ એસ્થેટિક અને ટ્રાયકોલોજી ક્લિનિકના ડોક્ટર મોનાલી પંધારે જણાવ્યું હતું કે ઉનાળા માં ત્વચાની સંભાળ રાખવી જરૂરી બને છે..તપતા ઉનાળા માં બને એટલું બહાર નીકળવું નહી જો નીકળવું હોઈ તો 50+ જઙઋ વાળા સનસ્ક્રીન લગાવવું જરૂરી છે દિવસ માં 4-5 વખત હાથ, પગ, મોઢું ધોવા જરૂરી છે  સાંજે બરફ ને કોટન નાં કપડાં માં બાંધી ને 2-3 વખત ફેસ, હાથ પર ફેરવવું જરૂરી છે. જેથી કરીને તાપ માં જે ત્વચા બળી ગયેલી છે તે રીપેર થવાની શક્યતા રહે.તથા  ટમેટા , કાકડી , પપૈયા , દહી ,દૂધ , ગુલાબ , નો ઉપયોગ કરવો જોઈએ.. સ્ક્રબ તે માસ્ક બનાવી ને સનબન થયેલી ત્વચા પર લગાવવાથી ફાયદો થાય છે. અને ત્વચા ચમકદાર બનેછે…તથા  ઉનાળા માં ત્વચા ને તંદુરસ્ત રાખવા માટે બને એટલા લીલાં શાકભાજી આહાર માં લેવાં જોઈએ.જેમ કે પાલક, મેથી, ફુદીના, કોથમીર, ગાજર, બીટ, કાચી કેરી, દહીં, દૂધ, છાશ નું પ્રમાણ વધું રાખવું જરૂરી છે..

પપૈયા ત્વચાને પોષણ આપે છે

Papaya

કુદરતે આપણને ત્વચાની સંભાળ રાખવા ઘણા સરળ અને અસરકારક ઉપાયો આપ્યાં છે. ઘરમાં પપૈયા હોય તો તેને ત્વચા પર લગાવવાથી ચમક આવે છે. અને ત્વચાને પોષણ મળે છે. વિટામીન્સ, એન્ટિ ઓકિસડન્ટસ અને એન્ઝાઇમ્સથી ભરપુર પપૈયા ખોવાયેલા રંગને પુન:સ્થાપિત કરે છે અને ત્વચાને નવી ચમક આપે છે.

પપૈયામાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે જે કુદરતી એકસ્ફોલિયન્ટ તરીકે કામ કરે છે. તે મૃત ત્વચાને દૂર કરવામાં અને છિદ્રોને ખોલવામાં મદદરુપ કરે છે. પપૈયાના એ.સી. અને ઇ ભરપુર માત્રામાં હોય છે. જે ત્વચાને પોષણ આપે છે. અને સ્કીનને ચમકદાર બનાવે છે. અડધા પાકેલા પપૈયાને કાંટા વડે અથવા બ્લેન્ડરમાં પીસીને સોફટ પેસ્ટ બનાવી. ચહેરા અને ગરદન પર લગાવવું, તેને આંખોની આસપાસ ન લગાવવું આ માસ્કને ઓછામાં ઓછા 15-20 મીનીટ સુધી રહેવા દેવું. અને ત્યારબાદ હુંફાળા પાણીથી ધોઇ લેવું. ત્વચાને એકસ્ફોલિયેર કરવા અઠવાડિયામાં એક કે બે વાર ફેસ માસ્કનો ઉપયોગ કરવો.

ત્વચાને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા ટામેટાના ફેસ ટોનર ઉપયોગી

Screenshot 1 4

ટામેટા કુદરતી રીતે એસિડિક હોય છે અને તેમાં સેલિસિલિક એસિડ હોય છે. તે ત્વચા પરના વધારાના તેલને નિયંત્રીત કરવામાં, છિદ્રોને ખોલવામાં અને ખીલને રોકવામાં મદદ કરે છે. તથા વૃઘ્ધત્વના ચિહનો જેમ કે ફાઇન લાઇન્સ અને કરચલીઓ પણ અટકાવે છે.એક પાકેલા ટામેટાને પીસીને તેનો રસ કાઢવો, પલ્વ અથવા બીજને દુર કરવા માટે ટામેટાના રસને ગાળી લેવું. ટમેટાના રસ સ્પ્રે બોટલ અથવા ક્ધટેનરમાં ભરવું. એલોવેરા જેલ પણ ઉમેરી શકાય છે. ચહેરાને સા કર્યા બાદ, ત્વચા પર ટામેટાનું ટોનર છાંટવું અથવા કોટન પેડથી લાગવવું, ત્વચામાં રહેલું વધારાનું તેલ અને ખીલ અટકાવવા અને ત્વચાને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા દરરોજ ટામેટાના ફેસ ટોનરનો ઉપયોગ કરવો.

ગુલાબ – ચંદનનો ફેસ પેક લગાવવુંScreenshot 2 17

જો અતિશય ગરમીને કારણે ત્વચા પર ખીલ અને ફોલ્લીઓ દેખાય તો ગુલાબ – ચંદનનો ફેસ પેક લાગવો, તેના માટે થોડા ગુલાબજળમાં ચંદનની પેસ્ટ મિકસ કરીને ચહેરા પર લગાવવું, ર0 મીનીટ બાદ સાદા પાણીથી ધોઇ લેવું. તથા ત્વચાને વધુ સ્વચ્છ અને ચમકદાર બનાવવા માટે ત્વચા પર ઠંડુ દુધ લગાવી શકય જેનાથી ત્વચાનો રંગ નિખરે છે.

કાકડી ત્વચાને ઠંડક આપે છે

Screenshot 3 16

ત્વચા પર કાકડીના ઠંડા ટુકડા લગાવવાથી સનબર્ન થયેલી ત્વચા પર મુકવી અથવા કાકડીના રસને રૂમાં બોળીને સનબર્ન સ્કિન પર હળવા હાથે થપથપાવવાથી ત્વચાને ઠંડક મળે છે અને સનબર્ન થયેલી સ્કીનમાં રાહત મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.