Abtak Media Google News
  • ફાઇબર અને પ્રોટીનની સાથે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયરન જેવા પોષકતત્વોથી ભરપૂર
  • કેન્સરથી લઇને કિડની સુધીના રોગોમાં વરદાન રૂપ શેરડીનો રસ

હાલ દેશભરમાં લોકો દેહ દઝાડતી ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીનો પારો સતત વધતા લોકો શરીરને ઠંડક આપવા એસી, કૂલરની સાથે ઠંડા પીણાઓનો પણ સહારો લઇ રહ્યા છે. પરંતુ કોલ્ડ ડ્રિંક્સ અને અન્ય ખાંડયુક્ત પીણાઓ તમને ક્ષણભરની ઠંડક આપવાના બદલામાં તમારા સ્વાસ્થ્યનો ભોગ લઇ લે છે. જો તમે સૂર્યના આ પ્રકોપથી બચવા અને નેચરલ ઠંડા પીણાની મજા માણવા ઇચ્છતા હોય છે.

તમારા નાના-મોટા પ્રસંગ માટે ઉપરોક્ત શેરડીના રસનો ઓર્ડર લેવામાં આવશે અને તમારે ત્યાં આવીને લાઇવ રસ કાઢી આપવામાં આવશે. વધુ માહિતી માટે સંપર્ક કરો. આશિષ નાગ:- મો.નં.7486865590, 8460846039.

શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ નથી હોતું, તેથી જ તેને ધરતી પરનું અમૃત પીણું કહેવાય છે. પરંતુ હાં, તેમાં થોડું ફેટ, ફાઇબર અને પ્રોટીનની સાથે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયરન જેવા પોષકતત્વો હોય છે. શેરડીના રસના અનેક સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ છે. તે તમને શારિરીક ઠંડકની સાથે કેન્સરથી બચાવશે, તમારી પાચનશક્તિને સ્વસ્થ રાખશે, કિડનીના કામને સારું કરશે, હાડકાઓ મજબૂત બનાવશે અને લોહીની કમીથી પણ બચાવશે.

શરીર માટે ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક

શેરડીનો રસ સ્વાદમાં જેટલો મીઠો છે, તેને પીવાના ફાયદા પણ એવા જ છે. શરીરમાં તાત્કાલિક ઊર્જા લાવવા તમે રસ પી શકો છો. ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા અને ડિહાઇડ્રેશન ન થાય તે માટે તાજો શેરડીનો રસ ખૂબ ગુણકારી છે.

લિવર માટે છે વરદાન

એનસીબીઆઇ પર પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, શેરડીનો રસ વિટામિન, વિવિધ ખનિજો અને એન્ટીઓકિસડન્ટથી ભરપૂર હોય છે અને તે લિવરની કામગીરીમાં સુધારો કરવામાં મદદરૂપ છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે શેરડીના રસની પ્રકૃતિમાં આલ્કલાઇન હોય છે, જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે કમળો હોય ત્યારે શેરડીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે.

કેન્સરના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક

કેન્સર સામે લડવાની તાકાત અમુક અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે, શેરડીના રસમાં રહેલા પોલીફેનોલ્સ, હાઇ એન્ટીઓકિસડન્ટ અને કેન્સર સામે લડવાના ગુણધર્મો હોવાથી તે કેન્સરના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક બને છે.

પાચનશક્તિ કરે છે મજબૂત

જો તમારી પાચનશક્તિ નબળી છે તો તમારે શેરડીનો રસ જરૂર પીવો જોઈએ. શેરડીના રસમાં હાજર પોટેશિયમ પેટમાં પીએચ લેવલને સંતુલિત કરે છે. શેરડીનો રસ પીવાથી વ્યક્તિ હાઇડ્રેટેડ રહે છે અને નિયમિત મળ ત્યાગ કરવામાં મદદ કરે છે. શેરડીના રસમાં પેટના ચેપને રોકવાના ગુણધર્મો રહેલા છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ ડ્રિંક

જો ડાયાબિટીસના દર્દીઓ મર્યાદિત પ્રમાણમાં શેરડીના રસનું સેવન કરે તો તેમને ફાયદો થઇ શકે છે. કારણ કે શેરડીમાં શુગર તો હોય જ છે. એનસીબીઆઇના એક રિપોર્ટ અનુસાર નેચરલ શુગરમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ શુગર લેવલને વધતા અટકાવે છે. અભ્યાસ અનુસાર, શેરડીમાં વિવિધ પોલિફેનોલ્સ હોય છે જે ડાયાબિટીસને વધુ સારી રીતે મેનેજ કરે છે.

કિડનીને સ્વસ્થ રાખે, કિડનીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ

શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ અને સેચ્યુરેટેડ ફેટ નહિવત પ્રમાણમાં હોય છે અને સોડિયમ પણ ખૂબ ઓછું હોય છે. તેથી તે કિડનીને સ્વસ્થ રાખે છે.

શેરડીનો રસ પીવાના અન્ય ફાયદાઓ

શેરડીનો રસ શરીરમાં સોજો, યુટીઆઈ, કિડનીમાં પથરી અને પ્રોસ્ટેટાઇટિસ લક્ષણોને દૂર કરે છે. શેરડીના રસમાં રહેલ કેલ્શિયમના કારણે તે હાડકાંના વિકાસ અને તાકાત માટે ફાયદાકારક છે. ઉપરાંત તે મોઢાની દુર્ગંધ દૂર કરે છે અને દાંતને મજબૂત બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.