Abtak Media Google News

હૈદરાબાદની ઇન્ડિયન  નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ દ્વારા મંગળવારે બાલાચડી અને દિગ્વીજય ગામે સુનામીની મોકડ્રીલ યોજાઇ

જામનગર જીલ્લાના દિગ્વિયજ ગ્રામ અને બાલાચડીમાં મંગળવારે સવારે દરિયામાં ભૂકંપને કારણે સુનામી આવતા જીલ્લા વહીવટીતંત્રમાં દોડધામ મચીગઇ હતી. તંત્રના જુદા જુદા વિભાગો દ્વારા તાકીદે બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી ૧૩૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાતર કરવામાં આવ્યું  હતું. એનજીઓ દ્વારા અસરગ્રસ્તોને ફુડ પેકેટનું વિતરણ કરાયું હતું. પરંતુ કુદરતી આપતિ સમયે સાવચેતી માટે અસરગ્રસ્ત લોકોને સજાગ કરવા વહીવટીતંત્ર દ્વારા સુનામીની મોકડ્રીલ હોવાનું જાહેર થતાં અધિકારીઓ અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Img 20180904 135140 1હૈદરાબાદની ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ દ્વારા મંગળવારે બાલાચડી તથા દિગ્વિજય ગ્રામ ખાતે સુનામીની મોકડ્રીલ યોજવામાં આવી હતી. જે અનુસાર સવારે ૧૧.૩૦ કલાકે ડીઝાસ્ટક કંન્ટ્રોલરુમમાં દરિયામાં ભૂકંપને કારણે બંન્ને સ્થળે સુનામી આવ્યાનો સંદેશો મળતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. સુનામીને પગલે ગ્રામ્ય કક્ષાએથી અંદાજીત ૧૩૦૦ માનવ તેમજ પશુઓનું ઉચાઇ વાળી સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. અને સમયાંતરે બુલેટીન બહાર પાડવામાં આવ્યા હતા. જીલ્લા કલેકટર રવિ શંકરની આગેવાની હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રુમથી સુનામીની ચેતવણી સમયબઘ્ધ રીતે ત્વરીત વિવિધ માઘ્યમો દ્વારા આપવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.