Abtak Media Google News

સદનસીબે જાનહાની ટળી: બાપુ સ્વસ્થ હોવાનું જણાતા ભાવિકો ચિંતામુક્ત

 

દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ એક કાર્યક્રમમાં બહારગામ હતા ત્યારે જેમની સમાજ દ્વારા હાથીની અંબાડી ઉપર પાલખીયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે બાપુના માથા ઉપર રાખેલી છત્રી ઈલેક્ટ્રીક તારને અડતા હાથીને કરંટ લાગ્યો અને હાથી કાબુ બાર જતા રહેતા બાપુ હાથીની અંબાડી ઉપરથી નીચે પટકાયા

પરંતુ કનીરામ બાપુ જેવા હાથીની અંબાડી ઉપરથી નીચે પટકાય તે પહેલા યુવાનો ઉપર પટીયા હતા કનીરામ બાપુ ને કોઈ ઇજા કે જાનહાની નથી કનીરામ બાપુ સ્વસ્થ હોવાનું જણાવવામાં આવ્યું

સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત  કનીરામ બાપુ એક ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા ત્યારે સમાજ દ્વારા પાલખીયાત્રા કાઢવાનું અને કનીરામ બાપુ શ્રી ને પાલખી યાત્રા ઉપર બેસાડી અને વરઘોડો કાઢવામાં આવ્યો હતો ત્યારે તેમના અનુદાયો આ પાલખી યાત્રામાં મોટી માત્રામાં જોડાયા હતા ત્યારે પાલખી યાત્રા ચાલુ હતી ત્યારે હાથી ઉપર કનીરામ બાપુ બિરાજમાન હતા તેવા સમયે તેમના ઉપર છત્રી લઈ અને તેમનો સેવક બેઠો હતો તેવા સમયે આ છત્રી ઇલેક્ટ્રીક તારને અડી જતા અને જેનો કરંટ ગજરાજ હાથીને લાગતા આ હાથી એકાએક ત્રાડ નાખી અને પુરાટો થયો હતો અને દોડવા લાગ્યો હતો

તેવા સમયે પાલખી ઉપર બિરાજમાન બનેલા સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુને હાથીની પાલખી ઉપરથી નીચે ફટકાયા હતા પરંતુ આજુબાજુમાં યુવાનો હોવાના કારણે બાપુને કોઈ પણ પ્રકારની ઇજા કે કોઈપણ પ્રકારની તકલીફ ન પડી હોવાનું જણાવ્યું છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહાન કનીરામ બાપુને પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું કે મારા જેટલા જે જે ગામમાં અનુદાર્યુ કે મારા સમાજના વ્યક્તિઓને હું જણાવું છું કે મને કોઈ પ્રકારની ઈજા કે કાંઈ પણ થયું નથી જે વડવાળા દેવની મોટી કૃપા છે અને કોઈપણ પ્રકારની મારી ચિંતા કરતા નહીં અને ખોટી દોડાદોડી પણ ના કરશો હાલમાં હું સંપૂર્ણપણે સ્વસ્થ છું પરંતુ હાથી અચાનક જ ગાંડો થતાં હું નીચે ભટકાયો હતો પરંતુ યુવાનો ઉપર પડવાના કારણે મને કોઈ પણ પ્રકારની ઈજા કે કોઈપણ પ્રકારની ઈજાઓ પહોંચી નથી માટે કોઈ ચિંતા નો વિષય પણ નથી ત્યારે હાલમાં આ ઘટનાએ સમગ્ર વડવાળા દેવના અનુદાયોમાં ફફડાટ ફેલાવી દીધો હતો પરંતુ જેનો ખુલાસો કનીરામ બાપુ દ્વારા કરવામાં આવતા અનેક ભક્તોએ બાપુ સ્વસ્થ હોવાનું જાણી અને ખુશી વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.