Abtak Media Google News

નાબાર્ડમાંથી ખેતી અને આનુશાંગિક હેતુ માટે વિવિધ યોજનાઓનો લાભ ગ્રાહકોને આપવા બેન્ક તત્પર

બેન્કના હોદેદારોએ ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન આપી વિસ્તૃત માહિતી

ધી વેરાવળ મર્કેન્ટાઈલ કો.ઓપ. બેંક લિ.ની ગ્રાહકો લક્ષી સેવા આપવામાં સર્વોત્મ હોવાનું જણાવી ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા નવીનભાઇ શાહ-ચેરમેન, ભાવનાબેન શાહ-વાઇસ ચેરમેન, સીઇઓ તથા જનરલ મેનેજર અતુલ ડી.શાહ, ડાયરેક્ટર પ્રદિપભાઇ શાહ, પ્રદિપભાઇ મડીયા, બેંકના ડિરેક્ટર અને રાજકોટ શાખા સલાહકાર કમિટિના ચેરમેન ડો.સુમતિભાઇ ટી.હેમાણી, બેડી શાખાના શિવલાલભાઇ ઘોડાસરા, સભ્ય વિજયભાઇ નાગ્રેચા, અશોકભાઇ રૂઘાણી, પ્રોફેસર બી.એમ. શાહ, સી.એ.વિરેન કોઠારી, ભાવેશભાઇ મહેતા, યોગેશભાઇ મહેતા, નિલેશભાઇ નિંદ્રોળા, સી.એમ.કોઠારી, અમિતભાઇ બારશિયા, રાજકોટ શાખાના મેનેજર રાજુભાઇ શાહ, બેડી શાખાના મેનેજર  વિરાજ મહેતા વિગેરે સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ વિશેષ વિગતો આપી હતી.

Advertisement

ધી વેરાવળ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિંવ બેંક લિમિટેડની ગ્રાહકલક્ષી વિવિધ યોજનાઓ કાર્યરત છે. જેમાં આર્કષકદરે હાઉસીંગ લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન તેમજ ધંધાની જરૂરિયાત માટે વિવિધ બિઝનેસ લોન ખૂબ જ ઓછા વ્યાજબીદરે આપે છે.

આ બેંક આર્કષકદરે હાઉસિંગ લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન તેમજ ધંધાથીની જરૂરિયાત માટે બિઝનેસ લોન ખૂબ જ ઓછા વ્યાજદરે આપે છે. આ બેંકની સ્થાપના ઇ.સ.1972માં થઇ હતી અને આ બેંકે હાલ 51માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. હાલ આ બેંકની 11 શાખાઓ ચાર જિલ્લાઓ ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને જામનગરમાં કાર્યરત છે તેમજ આ બેંક 1 હજાર કરોડનો બિઝનેસ ધરાવે છે. 27 હજાર સભ્યો આ બેંકમાં છે તેમજ 1 લાખ ડિપોઝીટરો અને 7 હજાર લોનધારકોનો વિશાળ પરિવાર આ બેંક ધરાવે છે.

આ બેંક આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ છે અને મોબાઇલ બેન્કિંગ, આઇ.એમ.પી.એસ., આર.ટી.જી.એસ., નેફ્ટ વિગેરે તમામ બેન્કિંગ સેવાઓ ગ્રાહકોને પૂરી પાડે છે. છેલ્લાં ચાર વર્ષમાં આ બેંકે રાષ્ટ્રિય કક્ષાએ આઠ જેટલા એવોર્ડો પ્રાપ્ત કર્યા છે અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

તાજેતરમાં રિઝર્વ બેંકે નિર્ધારિત કરેલ ફાયનાન્સિયલ વેલ મેનેજમેન્ટ બેંકના તમામ માપદંડો બેંક ધરાવે છે.

બેંકે નાબાર્ડ સાથે રજીસ્ટ્રેશન કરાવી તેમની વિવિધ સબસિડીનો લાભ ખેતી અને અનુષાંગિક વિષયો સાથે સંકળાયેલ તેમના વિવિધ ખાતેદારોને મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.