Abtak Media Google News

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સરકારમાં સફળ રજુઆત:શનિવારે ભૂમિ પૂજન

મોરબી:વર્ષ ૨૦૦૧ ના મહાવિનાશકારી ભૂકંપમાં જોખમી રીતે નુકસાન પામેલ મોરબીના અતિ પ્રાચીન રામમહેલ મંદિરનો રૂ.૮૮ લાખના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવશે ગુજરાત સરકારના યાત્રા ધામ વિકાસ બોર્ડે લીલીઝંડી આપતા આગામી શનિવારે મંદિરનું ભૂમિપૂજન ખાત મુહર્ત કરશે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના સઘન પ્રયાસથી મોરબીના રામ મહેલ મંદિરના પૂન:નિર્માણ માટે ગુજરાત સરકારશ્રીએ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ. ૮૮.૦૦ લાખ મંજુર કર્યા છે.

આગામી તા.૩૦ને શનિવાર, સાંજે ૬.૩૦ કલાકે દરબારગઢ મુકામેં આ મંદિરના ભૂમિ પૂજન તથા ખાત મુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

દશેરાની પૂર્વસંધ્યાએ આયોજિત આ સમારોહમાં પધારવા જાહેર આમંત્રણ અપાયું છે, ભારતીય જનતા પાર્ટીના તમામ તમામ  હોદ્દેદારો, વર્તમાન – પૂર્વ કાઉન્સિલરો, યુવા, મહિલા અને અન્ય મોરચાના હોદ્દેદારો સાથે તમામ  કાર્યકરો, શુભેચ્છકોને, ટેકેદારોને  મિત્રો સાથે ખૂબ મોટી સંખ્યામાં પધારવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ નિમંત્રણ પાઠવ્યું છે.

આ સમારોહમાં બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ, સાંસદશ્રી મોહનભાઇ, વિનોદભાઈ, પ્રદીપભાઈ વાળા તથા અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.