Abtak Media Google News

રાજકોટમાં સવારે આકાશમાં વાદળો બંધાયા: વિઝિબિલીટી ઘટતા વાહન ચાલકોને પરેશાની: સવારે ઠંડક – બપોરે તાપ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજકોટમાં વહેલી સવારે ચોમાસાની સીઝનમાં જે રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જોવા મળતો હોય છે તે રીતે વાદળો બંધાયા હતા.  સવારના સમયે ઠારનો અહેસાસ થતો હતો. ગાઢ ઘુમ્મસના કારણે હાઇવે પર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારના સમયે ઠંડક અને બપોરના સમયે ઉનાળા જેવા તાપ અનુભવાય રહ્યો છે. એકાદ મહિનો મિશ્ર ઋતુ અનુભવાશે ત્યારબાદ ઉનાળાના આકરા તડકા પડશે.

શિયાળાની સિઝન હવે વિદાય લઇ રહી છે અને ઉનાળો ધીમે ધીમે પગરવ કરી રહ્યા છે. આજે સવારે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઝાકળ વર્ષાથવા પામી હતી. જયારે રાજકોટના આકાશમાં કાળા વાદળો બંધાયા હતા ગાર ઘુમ્મસના કારણે વિઝીબિલીટીમાં ઘટાડો નોંધાયો હતો. જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

સવારના સમયે વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ઝાકળના કારણે વાઇપર પણ વારંવાર ચાલુક રવા પડતા હતા પવનનુ ં જોર વધવાના કારણે લોકોએ  સવારના સમયે ઠંડીનો અહેસાસ કર્યો હતો હાલ વહેલી સવારે અને મોડી રાતે થોડી ઠંડકનો અનુભવ થાય છે જયારે બપોરના સમયે ઉનાળા જેવા આકરા તાપનો અહેસાસ થઇ રહ્યો છે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડીગ્રીને ઓળંગી ગયો છે.

આજે રાજકોટનું લધુતમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 18 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 18.6 ડિગ્રી, ભુજનું તાપમાન 16.8 ડિગ્રી, દાહોદનું તાપમાન 16.2 ડિગ્રી, નલીયાનું તાપમાન 15.2 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્ર સહીત રાજયભરમાં મોટાભાગના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ગાઢ ઘુમ્મસ છવાયું હતું. જેના કારણે વાહન અકસ્માતોના કેસ પણ વઘ્યા છે.

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રેથી જ એકાએક ઝાકળનો પ્રવેશ થયો હતો, અને વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં વિજીબીલીટી ઝીરો થઈ ગઈ હતી.

આજે વહેલી સવારે પણ લાઈટ તેમજ વાઇપર ચાલુ રાખીને વાહનો ચલાવવાનો વારો આવ્યો હતો, અને સૂર્યનારાયણ પણ મોડા ડોકાયા હતા. જોકે ઠંડીનો પારો ચાર ડિગ્રી પરત ફ.રીને 27.5ઓ ડીગ્રી એ સ્થિર થયો છે. ગઈકાલે રાત્રે પવનની તીવ્રતામાં પણ વધારો જોવા મળ્યો હતો અને પ્રતિ કલાકના 35 કિ.મી ની ઝડપે પવન ફૂંકાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.