Abtak Media Google News

મહત્તમ તાપમાનનો પારો ર થી 3 ડિગ્રી સુધી ઉંચકાશે: અમુક સ્થળે તાપમાન 40 ડિગ્રીએ આંબી જશે: સોમવારે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે માવઠાની પણ સંભાવના

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજથી ગરમીનું જોર વધશે મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો આવશે અમુક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી ને પાર થઇ જશે આગામી સોમવારે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં પલ્ટો આવશે અને રાજયના અલગ અલગ વિસ્તારોમાં માવઠુ પડવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આજથી ત્રણ દિવસ રાજયમાં ગરમીનું જોર વધશે જો કે હિટવેની આગાહી આપવામાં આવી નથી.

Advertisement

મહત્તમ તાપમાનમાં  બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. અમુક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થઇ જશે ચાલુ સપ્તાહે વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોજીક સરકયુલેશનના કારણે સતત ચાર દિવસ સુધી કમોસમી વરસાદ પડયો હતો. પાકને વ્યાપક નુકશાની થવા પામી હતી. આવતા સપ્તાહે પણ વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાશે જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે રાજયના અનેક વિસ્તારોમાં માવઠાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

દરમિયાન ગઇકાલે ગુરુવારે કચ્છનું ભુજ 37.8 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. નલીયાનું તાપમાન 37.6 ડિગ્રી, કંડલાનું તાપમાન 36.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 34.9 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 33.8 ડિગ્રી, ઓખાનું તાપમાન 33.2 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 37.4 ડિગ્રી, રાજકોટનું તાપમાન 37.5 ડિગ્રી, વેરાવળનું તાપમાન 33.6 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 36.8 ડિગ્રી, મહુવાનું તાપમાન 36 ડિગ્રી અને કેશોદનું તાપમાન 37.6 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.

આજથી ત્રણ દિવસ સૂર્ય નારાયણ દેવ આકાશમાંથી અગન વર્ષા કરશે. માર્ચમાં તાપમાનનો પારો 40 ડિગ્રી એ પહોંચી જવાની સંભાવના આપવામાં આવી છે. એપ્રીલ અને મે માસમાં ગરમી હાહાકાર મચાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.