Abtak Media Google News

ગોવા ખાતે પોલીસે એક રૂમમાં ૨૦ વર્ષથી રહેતી મહિલાને છોડાવી હતી. મહિલાની વય હાલમાં ૫૦ વર્ષ છે. અને તેના અસામાન્ય વર્તન બદલ એક જ રૂમમાં પુરી રાખાઇ હતી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતુ કે મહિલાને એક અંધારા ઓરડામાં રાખી હતી. તેના શરીર પર કપડા ન હતા તેમજ ઓરડામાં તેને બંધ કરી બારી દ્વારા ખાવા-પીવાનું અપાતુ હતુ અને ત્યાં લાઇટ પણ ન હતી. તેને છોડાવીને પણજીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ છે પરંતુ હજુ સુધી કોઇની ધરપકડ કરાઇ નથી.

આ ઘટના પણ જીની પાસે આવેલ કૈંડોલિમ ગામની છે મહિલાનું નામ સુનીતા વેરલેકર છે. જેના લગ્ન મુંબઇ થયા હતા જ્યારે તમને ખબર પડી કે તેનો પતિ પહેલેથી જ પરિણિત છે તો તે તેના ઘરે પરત ફરી અને ત્યારે તેનું વર્તન એબનોર્મલ બની ગયું હતું. જેનાથી રૂમમાંથી બહાર આવવા તૈયાર ન હતી અને  તે ૨૦ વર્ષથી રૂમમાં કેદ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.