Abtak Media Google News

વિશ્વભરમાં કોરોના મહામારીએ કાળો કેર વરસાવ્યો છે. સમગ્ર વિશ્વ વર્તમાન સમયમાં સંકટના ઘણા મોટા ગંભીર સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. સામાન્ય રીતે જ્યારે કોઈ કુદરતી સંકટ આવે છે તો તે કેટલાક દેશો અથવા રાજ્યો સુધી જ સીમિત રહે છે. પરંતુ આ વખતે આ સંકટ એવું છે, જેણે સમગ્ર વિશ્વમાં સંપૂર્ણ માનવજાતિને સંકટમાં નાખી દીધું છે. જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ થયું હતું, જ્યારે દ્વિતીય વિશ્વ યુદ્ધ થયું હતું, ત્યારે પણ આટલા દેશો યુદ્ધ વડે પ્રભાવિત નહોતા થયા. જેટલા આજે કોરોનાથી થયા છે. વાયરસએ પૃથ્વીના સૌથી પ્રાણી જીવંત જીવોમાં છે. તેઓ દરેક જગ્યાએ જોવા મળે છે અને તે જીવન માટે જોખમી હોઈ શકે છે. વિશ્વમાં એવું કોઈ જીવ નથી જે વાયરસથી ચેપ લાગતું નથી. ચાલો જોઈએ, વિશ્વમાં અત્યાર સુધીમાં 10 સૌથી ભયંકર વાયરસ કયા છે…

રોટા વાયરસ (Rota Virus)

રોટા વાયરસને ચાઈલ્ડ કિલર વાયરસ પણ કહેવામાં આવે છે. આ વાયરસથી વિશ્વભરમાં દર વર્ષે 5 લાખ બાળકોનો ભોગ લે છે. નવજાત અને 6 થી 8 વર્ષની વયના બાળકોમાં જીવલેણ ડાયરિયા ફેલાય છે. જેના કારણે અનેક વાર બાળકોના જીવ ગુમાવ્યા છે.

શીતળા (Small Pox)

બીજા કોઈ પણ વાયરસની સરખાણીએ શીતળા દુનિયાના સૌથી વધુ લોકોનો ભોગ (30થી 500 કરોડ મોત) લઈ ચુક્યો છે. કારણ કે, આ વાયરસના R0 (તેને R-naught વાંચવામાં આવે છે) એટલે કે, રિપ્રોડક્શન નંબર 3.5થી 6ની વચ્ચે હોય છે. એટલે કે, આ વાયરસથી સંક્રમિત વ્યક્તિ 3થી 6 લોકોને સંક્રમિત કરી શકે છે. તેનો મૃત્યુદર 90 ટકા છે. જો કે, વેક્સિનેશન દ્વારા આ વાયરસને હવે વિશ્વમાંથી સંપૂર્ણ રીતે નાબૂદ થઈ ગયો છે.

ઓરી(Measles)

ઓરીના કારણે છેલ્લા 150 વર્ષોમાં લગભગ 20 કરોડ લોકોની જીવ લઈ ચુક્યો છે. જુના રોકોર્ડ્સ હિસાબથી તે દર વર્ષે 2 લાખ લોકોના મોત નિપજે છે. જોકે, હવે વૈકિનેશનમાં આ વાયરસને કન્ટ્રોલ કરી શકાય છે, પરંતુ ઓરીના કિસ્સામાં સૌથી ખરાબ વાત છે આ વાયરસથી સંક્રમિત એક વ્યક્તિ 12થી 18 લોકો સંક્રમિત થઈ શકે છે.

ડેન્ગુ (Dengue)

ડેન્ગુ વાયરસ મચ્છરોના કરડવાથી ફેલાય છે. આ વાયરસ દુનિયા 110 દેશોમાં સામે આવ્યો છે અને દર વર્ષે લગભગ 10 કરોડ લોકોને ઈન્ફેક્ટ કરે છે. જેમાંથી લગભગ 20 હજાર લોકોના મોત થાય છે. જે લોકોને આ વાયરસ ફરી પોતાની સકંજામાં લઈ લે છે અને તે ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે.

પીળો તાવ(Yellow Fever)

જ્યારે કોઈ વ્યક્તિમાં પીળા તાવની સ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે, ત્યારે તેના નાક, આંખો, મોં અને પેટમાંથી લોહી આવવાનું શરૂ થાય છે. આ સ્થિતિમાં પહોંચતા લગભગ 50 ટકા દર્દીઓએ 7થી 10 દિવસમાં પોતાનો જીવ ગુમાવવો પડે છે. આજે પણ, પીળો તાવ વિશ્વભરમાં લગભગ 2 લાખ લોકોને અસર કરે છે અને લગભગ 30 હજાર લોકોનો જીવ લે છે.

ફ્લૂ (Flu or Influenza)

દર વર્ષે લગભગ 5 લાખ લોકો ફ્લૂને કારણે મૃત્યુ પામે છે. સૌથી ખતરનાક ફલૂ પેન્ડેમિક (પેન્ડેમિક એ બીમારીને કહે છે જે વિશ્વના મોટા ભાગને પોતાની જકડમાં લઈ લે છે) સ્પેનિશ ફ્લૂથી 5થી 100 કરોડ લોકો મોત નિપજ્યા છે. તે અત્યાર સુધીની સૌથી ખતરનાક ફલૂ પેન્ડેમિક માનવામાં આવે છે.

હડકવા(Rabies)

હડકવાએ એક ખૂબ જ ખતરનાક બીમારી માનવામાં આવે છે. હડકવા ચામાચીડિયા અથવા કૂતરાના કરડવાથી આ બીમારી થઈ શકે છે. દર વર્ષે વિશ્વવ્યાપી આ રોગથી લગભગ 60 હજાર લોકો મોત થાય છે. આમાંથી મોટાભાગના મૃત્યુ આફ્રિકા અને દક્ષિણ એશિયામાં થાય છે.

હેપેટાઈટિસ-બી એન્ડ સી(Hepatitis-B&C)

હેપેટાઈટિસ-બી દર વર્ષે લગભગ 7 લાખ લોકોના જીવ લે છે. વર્તમાનમાં આ સૌથી ખતરનાક બીમારીઓમાં ગણવામાં આવે છે. આ લીવર પર સૌતી પહેલા અટેક કરે છે. જેનાથી લીવર કેન્સર તથા લીવર ડેમેજ થઈ જાય છે. આ બીમારીમાં લીવર ડેમેજ પર્માનેન્ટ થઈ જાય છે, જેને સારવારથી ઠિક કરી શકાતું નથી.હેપેટાઈટિસ-સી દુનિયામાં દર વર્ષે લગભગ 3.5 લાખ લોકોના મોતનું કારણ બને છે.

ઈબોલા અને મારબર્ગ વાયરસ (Ebola and Marburg Virus)

આજના વિશ્વના સૌથી ખતરનાક વાયરસમાં ઇબોલા અને મારબર્ગ વાયરસ છે. કારણ આ વાયરસની હજી સુધી કોઈ નક્કર સારવાર અથવા રસી મેળવી શક્યાઈ નથી. જ્યારે આ વાયરસનો ફેટેલિટી રેટ 90 ટકા જેટલો છે. આ બંને વાયરસના લક્ષણો લગભગ સમાન છે. આનાથી સંક્રમિત થયા બાદ વ્યક્તિને હેમરેજિક ફીવર, ઓર્ગન ફેલિયર જેવી સમસ્યા થઈ જાય છે.

એચ.આય.વી / એડ્સ (HIV)

નિષ્ણાતોના મતે હાલમાં વિશ્વભરમાં આશરે 40 કરોડ લોકો એચ.આય.વી વાયરસથી પીડિત છે. એક અનુમાન મુજબ, પાછલા 30 વર્ષોથી દર વર્ષે, લગભગ 2 મિલિયન લોકો આ બીમારીને કારણે પોતાનો જીવ ગુમાવે છે. અત્યાર સુધીમાં, લગભગ 25 મિલિયન લોકો આ રોગને કારણે મૃત્યુ પામ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.