Abtak Media Google News

ગુજરાત પર ‘તાઉતે’ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ‘તાઉતે’ને લઈ ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં NDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે. આ સાથે બંદરો પર ત્રણ નંબરથી લઈ દસ નંબરના સિગ્નલો લગાવ્યા છે. ‘તાઉતે’ને કેટેગરી-4માં મુકતા અત્યંત ખતરનાક વાવાઝોડું કહેવામાં આવ્યું છે. 2021નું આ પ્રથમ વાવાઝોડું છે, જેમાં મોટું નુકશાન થવાની સંભાવના છે.

અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી વાવાઝોડું “તાઉતે” જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે. તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 6 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે.

આ વાવાઝોડું મુંબઈની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે.

એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે 17 મે, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8 થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.