Abtak Media Google News

ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ મેડીકલેઈમ ધારકે માંગી દાદ

કોરોના સારવાર અંગેના મેડીકલેઈમની પુરી રકમ એચડીએફસી એગો હેલ્થ ઈન્સ્યોરન્સ લી.એ નહિ ચૂકવતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ કેસની હકિકત મુજબ શહેરમાં રહેતા છગનભાઈ પ્રેમજીભાઈ સાવલીયા કોરોના પોઝીટીવ આવતજિયનાથ કોવીડ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. છગનભાઈ સાવલીયાએ એચડીએફસી એર્ગો હેલ્થ ઈન્સ્યોરન્સ લી. છગનભાઈ સાવલીયાએ પ્રીમીયમ ભરી વીમો લીધેલ હોય તેઓને જયનાથ હોસ્પિટલ તરફથી આપવામાં આવેલ કોરોનાની સારવાર અંગેના બીલની મુજબની રકમનો કલેઈમ વિમા કંપની સમક્ષ નોંધાવેલ અને જરૂરી તમામ મેડીકલ બીલ અને રીપોટ; વીમા કંપનીમાં રજૂ કર્યા હતા.એચડીએફસી એર્ગો હેલ્થ ઈન્સ્યોરન્સ લી. સમક્ષ સારવાર ખર્ચે રૂ.1,25,581ની રકમ મળવા રજૂ કરવામાં આવેલી મેડી કલેઈમ પૈકી વીમા કંપની તરફથી પુરી રકમ ચૂકવવાને બદલે રૂ.42,281 જેટલી મોટી રકમ કોરોના ગાઈડ લાઈન બહારની છે તેવું કારણ દર્શાવી ઓછી ચૂકવેલ જયનાથ હોસ્પિટલ તરફથી એવું જણાવવામા આવેલ કે હોસ્પિટલ તરફથી આપવામા આવેલ બીલ કોરોનાની ગાઈડલાઈન મુજબનું જ છે. વીમા કંપની અને હોસ્પિટલની પોત પોતાની સાઈડથી કોરોના અંગેની સરકાર તરફથી આપવામાં આવેલી ગાઈડ લાઈનનું અર્થઘટન કરતા છગનભાઈ સાવલીયાને રૂ.42,281 મળેલ નહિ. જેથી તેઓએ રાજકોટના એડવોકેટ મારફત ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ એચડીએફસી એર્ગો હેલ્થ ઈન્સ્યોરન્સ લી. અને જયનાથ કોવીડ હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરી મેડી કલેઈમની જે રકમ ચૂકવાયેલી નથક્ષ તેરકમ વીમા કંપની ચૂકવે અથવા હોસ્પિટલે કોરોનાનીગાઈડ લાઈન કરતા વધુ રકમ મેળવેલી હોય તો તે રકમ પરત આપે તેમજ ફરિયાદ ખર્ચ અને ફરિયાદીને થયેલા માનસીક, શારીરીક અને આર્થીક રીતે થયેલ નુકશાની પેટે વળતર અને ફરિયાદ ખર્ચ સહિત વસુલ આપે તે મતલબની ફરિયાદ રજૂ કરેલી છે. આ ફરિયાદમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ રાજકોટના એડવોકેટ નિલેશ પટેલ રોકાયેલા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.