Abtak Media Google News

આતંકવાદ એ આજનાં વિશ્વની સૌથી મોટી સમસ્યા છે.  ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની તમિલનાડુના પેરંબદૂરમાં આતંકવાદીઓએ21 મે 1991નાં દિવસે હત્યા કરી દીધી હતીમાટે આ દિવસને આતંક્વાદ વિરોધી દિવસ તરીકે ઊજવાય છે. આંતકવાદ એ વિશ્વનાં દેશો વચ્ચે એક સળગતી સમસ્યા છે.

આ દિવસે આંતકવાદનાં વિરોધમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે અને લોકોને તે અંગે જરૂરી જાણકારી પણ આપવામાં આવે છે. આ સમાજની મોટી બદી છે, જેનાથી દુર રહેવું હોય તો બધા દેશોએ સાથે મળીને પ્રયત્નો કરવા પડશે. સમગ્ર સૃષ્ટિમાં વસુધૈવ કુટુંબક્મની ભાવનાને ઉજાગર કરવી પડશે. આપણે સૌ પૃથ્વીનાં સંતાનો છીએ. સર્વેએ સાથે મળીને તેનો સંહાર કરવાને બદલે તેનો ઉદ્ધાર થાય તેવા પ્રયત્નો સતત કરતાં રહેવા જોઈએ.  એ મહત્વનું છે કે વિશ્વ આખું આતંકવાદ વિરોધી થવું જોઈએ.

અહીં ફક્ત કોઈ દેશ કે સમાજ પ્રત્યે વિરોધની લાગણી દર્શાવવી અતિશયોક્તિભર્યું છે. આતંકવાદ અને હિંસાનાં જોખમ પર શાળા, કોલેજ અને વિશ્વવિદ્યાલયમાં ડિબેટ અથવા ચર્ચાનું આયોજન, આતંકવાદ અને ત્યારબાદની તેની આડઅસર વિશે લોકોને માહિતગાર કરવા માટે શિક્ષણ કાર્યક્રમનું આયોજન તેમજકેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આતંકવાદની અસર વિશે લોકોમાં જાગરૂકતા લાવવા માટે રેલીઓ અને પરેડનું આયોજન કરી આ દિવસ મનાવવામાં આવે છે.

સામાન્ય માણસ સુધી આતંકવાદની આડઅસરો અને તેનાથી થતા નુકસાનની માહિતી પહોચે એવા કાર્યક્રમો વ્યક્તિ અથવા સામાજિક સંસ્થાઓએ પણ કરવા જોઈએ જેથી કરીને દેશનાં લોકોમાં અમુક પ્રકારની નકારાત્મક માનસિકતાનો અંત આવે અને દેશનો ઉદ્ધાર થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.